________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદો
૪૬૪ (૧) અવિરૂદ્ધોપલબ્ધિહેતુના ૬ ભેદ છે અને તે વિધિ જ જણાવે છે. (૨) વિદદ્ધોપલબ્ધિહેતુના ૭ ભેદ છે અને તે નિષેધ જ જણાવે છે. (૩) અવિરૂદ્ધાનુપલબ્ધિહેતુના ૭ ભેદ છે અને તે નિષેધ જ જણાવે છે. (૪) વિરૂદ્ધાનુપલબ્ધિહેતુના ૫ ભેદ છે અને તે વિધિ જ જણાવે છે. (૧) અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૬૮ થી ૮૨ સૂત્ર સુધીમાં આવે છે. (૨) વિરૂદ્ધોપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૮૩ થી ૯૨ સૂત્રોમાં આવે છે. (૩) અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૯૩ થી ૧૦૨ સૂત્રોમાં આવે છે અને (૪) વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૧૦૩ થી ૧૦૯ સૂત્રોમાં આવે છે.
આ પ્રમાણે હેતુના પ્રથમ બે ભેદ, તેના ચાર ઉત્તરભેદ અને તે ચારના પણ પ્રતિભેદો ૬ + ૭ + ૭ + ૫ = કુલ ૨૫ ભેદો છે. તેનાં નામો, અર્થ અને ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં ક્રમશઃ આવે જ છે. - હવે પછીના ૬૮ થી ૧૦૯ સુધીનાં સૂત્રોમાં ઉપરના ભેદ-પ્રતિભેદ અને ઉદાહરણો ગ્રંથકારશ્રીએ સમજાવ્યાં છે, તે ભણનારા આત્માઓને સુખે સુખે સમજાય તેટલા માટે અમે ઉપર રૂપરેખા માત્ર સ્વરૂપે ચિત્ર દોર્યું છે. જેથી કયા ભેદનું કયું ઉદાહરણ ક્યાં આવશે તે ચિત્રરૂપે મગજમાં પણ કોતરાઈ જાય. તથા સમજવામાં સરળતા રહે.
અન્યદર્શનશાસ્ત્રોમાં હેતુના (૧) અન્વયવ્યતિરેકી, (૨) કેવલાન્વયી અને (૩) કેવલવ્યતિરેકી એમ ત્રણ ભેદ આવે છે. પરંતુ તે ત્રણે ભેદો દોષથી ભરેલા છે. તે આ પ્રમાણે -
(૧) અન્વયવ્યતિરેકી હેતુ ક્યાંઈક બન્ને વ્યાપ્તિ હોવા છતાં પાગ વ્યભિચારી હોવાથી સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી. જેમકે પર્વતો ધૂમવાનું વઢિમસ્વત્ અહીં અન્વયદષ્ટાન્ત મહાનરા, અને વ્યતિરેક દષ્ટાન્ત હદ હોવા છતાં અને બન્ને વ્યાપ્તિ થવા છતાં હેતુ સાધ્યાભાવવદવૃત્તિ હોવાથી સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી એવી જ રીતે સ ામ: મિત્રોતનયતા ઈત્યાદિ દુષ્ટાન્ત પણ સમજી લેવાં - અહીં પણ અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે પરંતુ સાધ્યસિદ્ધિ નથી.
(૨) કેવલાયીહેતુ - તેઓએ જ માનેલાં હેતુનાં પાંચ અંગો (૧) પક્ષવૃત્તિ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષઅસત્ત, (૪) અસત્પતિપક્ષત્વ અને (૫) અબાધિતવિષયત્વ. એ પાંચમાંથી ચાર જ અંગ હોય છે. વિપક્ષાસત્ત્વનું અંગ ત્યાં નથી. છતાં સાધ્યસિદ્ધિ થાય છે.
(૩) કેવલવ્યતિરેકી - અહીં પણ ચાર જ અંગો સંભવે છે સપક્ષસત્ત્વ સંભવતું નથી છતાં સાધ્યસિદ્ધિ થાય છે. માટે પાંચ રૂપને પામેલો હેતુ હોવો જોઈએ તો જ સાધ્યસિદ્ધિ થાય, ઈત્યાદિ અન્ય દર્શનકારોનું પ્રતિપાદન ઉચિત નથી. જૈન દર્શનકારોએ દર્શાવેલા ભેદ-પ્રતિભેદોમાં કયાંય પાગ કોઈ દોષ નથી. ૩-૬૭ા.
आयाया भेदानाहुः -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org