________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૧
રત્નાકરાવતારિકા
ઉપરોક્ત બૌદ્ધની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રીએ નીચે મુજબ વાત જણાવી છે કે.
(૧) અમે પણ સર્વ કારણો કાર્યસિદ્ધિનું અંગ બને એમ કહેતા નથી. પરંતુ વિશિષ્ટ કારણ જ કાર્યસિદ્ધિનું કારણ (હેતુ) છે એમ કહીએ છીએ. વિશિષ્ટ એટલે અપ્રતિબંધિતશક્તિવાળું અને કારણાન્તરના સંપર્કવાળું. આ બે વિશેષણ વાળું જો કારણ હોય તો અવિનાભાવ સંબંધવાળું હોવાથી કાર્યસિદ્ધિનું અંગ બને જ છે. તો શા માટે વિશિષ્ટકારણને હેતુ તરીકે ન માનવો ?
૪૭૧
(૨) બૌદ્ધ પોતે પણ આવા સ્થાનોમાં કારણહેતુ માને જ છે તે સમજાવવા આમ્રરસના આસ્વાદનનું દૃષ્ટાન્ત આપેલ છે કે પૂર્વક્ષણવર્તી રૂપક્ષણ ઉત્તરક્ષણમાં વિશિષ્ટ રસને જો ઉત્પન્ન કરે છે તો તેની અને રૂપજનનની સામગ્રી એક જ હોવાથી દ્વિતીયક્ષણમાં વિશિષ્ટરૂપ પણ જન્મ્યું જ છે. એમ રસના આસ્વાદનથી રૂપાત્મક કાર્યનું અનુમાન બૌદ્ધ પોતે પણ કરે જ છે તો શા માટે કારણહેતુ નથી સ્વીકારતા ! બૌદ્ધ ચેતસ્વી (બુદ્ધિશાળી) છે માટે સ્વીકારવું જ જોઈએ એમ કહીને ચેતસ્વી શબ્દ વ્યંગવચન રૂપે મુકેલ છે.
તથા આ અનુમાન બૌદ્ધો માને છે પરંતુ તેને સ્વભાવાનુમાનમાં અંતર્ગત કરે છે. પરંતુ તેમ કરવું કંઈ જરૂરી નથી. સ્વભાવમાં અંતર્ગત કરશો તો પણ શક્તિનો પ્રતિબંધકાભાવ અને કારણાન્તર સાકલ્ય ો નહીં હોય તો કાર્ય થવાનું જ નથી. અને જો આ બે હશે તો કાર્ય થયા વિના રહેવાનું જ નથી, તો શા માટે જે કારણ છે તેને કારણહેતુ ન કહેવો ? ઈત્યાદિ શિખામણ બૌદ્ધને આપી $9. 113-9011
આ પ્રમાણે ‘“કારણહેતુ'' બૌદ્ધ જે માનતા નથી તેની ચર્ચા કરી ‘“કારણહેતુ’” સિદ્ધ કર્યો. હવે પૂર્વચર-ઉત્તરચર અને સહચર આ ત્રણ હેતુ પણ સાધ્યસિદ્ધિમાં જરૂરી છે. જેને બૌદ્ધ નથી સ્વીકારતા, તે સમજાવતાં હવે કહે છે કે -
अथ पूर्वचरोत्तरचरयोः स्वभाव - कार्य-कारण- हेत्वनन्तर्भावाद् भेदान्तरत्वं समर्थयन्ते - पूर्वचरोत्तरचरयोर्न स्वभावकार्यकारणभावौ, तयोः
कालव्यवहितावनुपलम्भात् ॥३-७१॥
હવે પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ અમે માનેલા (૧) સ્વભાવહેતુમાં, (૨) કાર્યહેતુમાં કે (૩) કારણહેતુમાં અંતર્ગત ન થતા હોવાથી જુદા હેતુરૂપે માનવા જ જોઈએ. તે સમજાવે છે
પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ સાધ્યના સ્વભાવાત્મક પણ નથી અને સાધ્યના કાર્યકારણભાવ રૂપ પણ નથી. કારણ કે તો: = તે (૧) સ્વભાવ અને (૨) કાર્યકારણ કાળવ્યવધાનમાં જણાતા નથી. ।।૩-૭૧૫
ટીકા :
साध्यसाधनयोस्तादात्म्ये सति स्वभावहेतौ तदुत्पत्तौ तु कार्ये कारणे वाऽन्तर्भावो विभाब्येत । न चैते स्तः । तादात्म्यं हि समसमयस्य - प्रयत्नान्तरीयकत्व - परिणामित्वादेरुपपन्नम्, तदुत्पत्तिश्वान्योऽन्यमव्यवहितस्यैव धूमधूमध्वजादेः समधिगता, न तु व्यवहितकालस्य, अतिप्रसक्तेः ॥३-७१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org