________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
સ્વભાવભૂત જ છે.
જૈન :- ભલે એમ હો તો પણ પ્રથમક્ષણવર્તી રૂપક્ષણનો આવો સ્વભાવ માનશો તો પણ શક્તિનો પ્રતિબંધકાભાવ અને કારણાન્તરની સંપૂર્ણતા, આ બેના નિર્ણય વિના પૂર્વક્ષણીય રૂપવર્તી સ્વભાવ પણ ઉત્તરક્ષણમાં વિશિષ્ટરૂપ ઉત્પન્ન કરી શકતું નથી.
હવે શક્તિનો પ્રતિબંધકાભાવ અને અપરસકલકારણાન્તરનો સંપર્ક આ બન્ને સહકારીનો જો નિર્ણય થઈ ચુક્યો હોય તો તે પૂર્વસમયવર્તી કારણથી જ કાર્ય ઉત્પન્ન થાય છે એમ અનુમાન કરાય તો બુદ્ધિમાન્ એવા તમે ત્યાં શું અઘટિત (અનુચિત) થયું એમ વિચારો છો ? તેમ માનવામાં તમને શું વાંધો છે ? જો સર્વે કારણોથી કાર્ય થાય એમ અમે કહીએ તો જરૂર વ્યભિચાર આવે, પરંતુ અમે એવું કહેતા નથી. જ્યાં ઉપરોક્ત બન્ને સહકારી હોય તો કારણથી કાર્ય અવશ્ય થાય જ છે. પછી અનુમાન સ્વીકારવામાં શું દોષ આવે ! અહીં ચેતસ્વી ચૈતન્યવાળો અર્થાત્ વિશિષ્ટબુદ્ધિમાન્, दुश्चरितं
-
પાપ-અઘટિત એવો અર્થ કરવો.
૪૭૦
=
આ જ પ્રમાણે કારણથી કાર્યનું અનુમાન કરનાર બીજાં અનુમાનો પણ છે. જેમ કે ‘અહીં છાયા છે. કારણ કે છત્ર દેખાય છે માટે, અહીં છત્ર એ છાયાનું કારણ છે. તેથી છાયાની અનુમતિ થાય છે. આવાં આવાં અનેક અનુમાનો દોષ વિનાનાં (અવ્યભિચારી) દેખાય જ છે. જેમ કે - अत्र पाको भविष्यति, वह्नयाविर्भूतत्वात् ।
भूमावस्यां अङ्कुरा भविष्यन्ति इलादिसंयुक्तबीजवपनात् । रामरावणयोः, युद्धमभूत्, परस्त्री अपहरणात् ।
આ પ્રમાણે અવ્યભિચારી એવા કારણથી કાર્યનું અનુમાન થાય જ છે. અમે પણ સકલકારણથી કાર્યનું અનુમાન થાય એમ કહેતા નથી. પરંતુ વિશિષ્ટ કારણથી જ કાર્યસિદ્ધિ થાય એમ કહીએ છીએ ?
આખી વાતનો સાર એ છે કે બૌદ્ધો સ્વભાવહેતુ અને કાર્યહેતુ એમ બે પ્રકારનો હેતુ માને છે. કારણાદિ હેતુ માનતા નથી. જેમ પર્વતો વહિમાન્ વાહાત્ એ સ્વભાવહેતુ અને પર્વતો હિમાન્ ધૂમાત્ એ કાર્યહેતુ છે.
Jain Education International
કારણહેતુ નહી માનવાની પાછળ તેઓની એવી દલીલ છે કે કાર્ય ઉત્પન્ન થયું હોય ત્યાં તેનાં પૂર્વવર્તિ કારણો અવશ્ય હોય જ છે તેના વિના કાર્ય જન્મે જ નહીં માટે જન્મેલા કાર્યને દેખીને કારણની સિદ્ધિ કરવામાં કંઈ જ દોષ નથી. જેમ ધૂમ ઉત્પન્ન થયેલો દેખીને વહ્નિ અંદર છે એમ માનવામાં કંઈ જ દોષ દેખાતો નથી. માટે કાર્યહેતુ હોઈ શકે છે. પરંતુ કારણો હોય એટલે કાર્ય થાય જ એવો નિયમ નથી. બીજાં અન્યકારણોની હાજરી ન હોય તો અથવા વિપક્ષિતકારણમાં એવું સામર્થ્ય ન હોય તો કારણ હાજર હોવા છતાં કાર્ય ન પણ જન્મે. જેમ કે વાદળ આવ્યું હોય છતાં મેઘ ન પણ વરસે. તેથી કારણથી કાર્યની સિદ્ધિ અવિનાભાવવાળી ન હોવાથી થતી નથી, માટે કારણહેતુ સંભવતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org