________________
૪૫૮
રત્નાકરાવતારિકા
પ્રાગભાવનું વર્ણન तत्र प्रागभावमाविर्भावयन्ति .
નિવૃત્તાવેવ રૂાર્યસ્થ સમુત્પત્તિ, સોચ્ચ પ્રામા રૂ-૧ ત્યાં - ચાર પ્રકારના અભાવમાં સૌ પ્રથમ પ્રાગભાવને જણાવે છે. જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ કાર્યની ઉત્પત્તિ થાય છે. તે પદાર્થ આ ઉત્પઘમાન કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. જેમ કે મૃર્લિંડની નિવૃત્તિ થયે છતે જ ઘટકાર્યની ઉત્પત્તિ થાય છે માટે તે મૃપિંડ એ જ ઘટાત્મક કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. ૩-૫લા
ટીકા - યશ પવાર્થી નિવૃત્તાવ સત્યાન્, ન પુનનિવૃત્તાવ, મતિવ્યાHિપ્રસવા મારાપિ निवृत्तौ कचिद् ज्ञानोत्पत्तिदर्शनादन्धकारस्यापि ज्ञानप्रागभावत्वप्रसङ्गात् । न चैवमपि रूपज्ञानं तन्निवृत्तावेवोत्पद्यत इति तत्प्रति तस्य तत्त्वप्रसक्तिरिति वाच्यम्, अतीन्द्रियदर्शिनि नक्तश्चरादौ च तद्भावेऽपि तद्भावात् । स इति पदार्थः, अस्येति कार्यस्य ॥३-५९॥
ટીકાનુવાદ :- જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ જે કાર્યની ઉત્પત્તિ થાય તે પદાર્થ તે ઉત્પઘમાનાત્મક કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. અહીં મૂલસૂત્રમાં નિવૃત્તાવેવ પદમાં વાર લખીને એમ જણાવે છે કે જેની નિવૃત્તિ થયે છતે જ જે કાર્ય થાય, એમ અર્થ કરવો, પરંતુ જેની અનિવૃત્તિમાં પણ જે કાર્ય થતું હોય તે તેનો પ્રાગભાવ કહેવાતો નથી. અર્થાત્ જે પદાર્થની નિવૃત્તિમાં અને અનિવૃત્તિમાં પણ જે કાર્યની ઉત્પત્તિ થતી હોય તે પદાર્થ તે કાર્યનો પ્રાગભાવ કહેવાતો નથી. જે અનિવૃત્તિવાળામાં પણ પ્રાગભાવ માનીએ તો અતિવ્યામિ દોષ આવે છે. તે આ પ્રમાણે -
ક્યારેક અન્ધકારની નિવૃત્તિ થાય ત્યારે પાગ ઘટપટાદિ પદાથોનું જ્ઞાન થતું દેખાય છે. તેથી અંધકાર એ ઘટાદિ સંબંધી પણ જ્ઞાનાત્મક કાર્યનો પ્રાગભાવ બની જશે. આવી અતિવ્યાપ્તિ ન આવે એટલે વાર કહ્યો છે. હવે અતિવ્યામિ આવતી નથી, કારણ કે અંધકારની નિવૃત્તિ થાય તો પણ ઘટ પટ જણાય, અને અંધકારની નિવૃત્તિ ન થઈ હોય તો પણ સર્વજ્ઞાદિને ઘટ પટ જણાય છે. માટે ઘટ પટના જ્ઞાનમાં અંધકારની નિવૃત્તિ આવશ્યક નથી, માટે તે પ્રાગભાવ કહેવાય નહીં.
પ્રશ્ન :- ઘટપટાદિ પદાર્થોનું જ્ઞાન અંધકારની નિવૃત્તિ અને અનિવૃત્તિ એમ બન્નેમાં થતું હોવાથી “નિવૃત્તિમાં જ થાય” એ નિયમ ત્યાં ભલે લાગુ ન પડે, તથાપિ નીલ-પીત-શ્વેતાદિ જે જે રૂપજ્ઞાન થાય છે તે જ્ઞાન તો નિયમા અંધકારની નિવૃત્તિથી જ થાય છે તેથી તત્કૃતિ = તે રૂપજ્ઞાન પ્રત્યે તો, તસ્ય = તે અંધકારને, તરૂપ્રસt: તે પ્રાગભાવસ્વરૂપપાણે માનવાની આપત્તિ આવશે જ. સારાંશ કે ભલે ઘટપટના જ્ઞાનમાં એમ હો અર્થાત્ અંધકારની નિવૃત્તિ-અનિવૃત્ત બન્ને કારણ હો તો પણ રૂપજ્ઞાન તો તે અંધકારની નિવૃત્તિથી જ થાય છે તેથી તે રૂપજ્ઞાનમાં તો તે અંધકારને રૂપજ્ઞાનના પ્રાગભાવ સ્વરૂપ જ માનવું પડશે.
ઉત્તર :- એમ જે તમે કહેતા હો તો આવું ન કહેશો - કારણ કે “રૂપજ્ઞાન પાગ અંધકારની નિવૃત્તિથી જ થાય છે.” આવો નિયમ નથી. જે અતીન્દ્રિયજ્ઞાની પુરૂષો છે અવધિ-મન:પર્યવ અને કેવલજ્ઞાનવાળા જે પુરૂષો છે તેઓમાં, તથા રાત્રે જ દેખવાવાળા ઘુવડ-સર્પ, બીલાડી આદિ નકલંચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org