________________
રત્નાકરાવતારિકા વિધિ-નિષેધનું વર્ણન
૪૫૬ આ પ્રમાણે હેતુના બે પ્રકાર ઉપલબ્ધિરૂપ અને અનુપલબ્ધિ રૂપ અને તે બન્ને વિરૂદ્ધ - અવિરૂદ્ધના કારણે વિધિ-નિષેધ સાધવામાં બે બે પ્રકારવાળા હોવાથી કુલ ૪ પ્રકાર થાય છે. આ હેતુઓનું વધારે સ્પષ્ટવર્ણન આ જ પરિચ્છેદમાં સૂત્ર ૬૭ થી આવશે. (દેખો પૂર્ણ ૪૬૩) ૩-૫પા विधिमभिदधति -
વિધિ સવંશ રૂદ્દા સૂત્ર ૫૫ માં એમ કહેવામાં આવ્યું છે કે હેતુ સાધ્યની વિધિ અથવા નિષેધને જણાવે છે. ત્યાં વિધિ કોને કહેવાય ? તે સમજાવે છે -
વિધિ એટલે વસ્તુમાં રહેલો જે સદંશ - વિદ્યમાન અંશ, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે રહેલું જે અસ્તિત્વ તે સદંશ છે અને તેને જ વિધિ કહેવાય છે. ૩-૫૬.
ટીકા :- સ સર્વાત્મિનો વસ્તુનો યોä સર્વર માવ૫:, સ વિધિરિત્યમથી તે રૂ-૧દ્દા
ટીકાનુવાદ :- સંસારમાં વર્તતા ઘટ-પટાદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિ રૂપે અસ્તિસ્વરૂપ છે તેને સદંશ કહેવાય છે અને તે જ ઘટપટાદિ સર્વ પદાર્થો પરવ્યાદિ રૂપે નાસ્તિસ્વરૂપ છે તેને અસદંશ કહેવાય છે. એમ પ્રત્યેક વસ્તુઓ સદંશ તથા અસદંશ એમ ઉભયાત્મક જ છે. કેવલ એકલા સંદેશાત્મક કે કેવલ એકલા અસંદશાત્મક નથી જ. જો કેવલ સદંશાત્મક જ હોય તો એકેક વસ્તુ સર્વમય અને જગવ્યાપી બને, અને જો કેવલ અસદંશાત્મક હોય તો શશશ્ચંગની જેમ સર્વ વ્યવહારનો અવિષય બને માટે ઉભયાત્મક છે.
આ પ્રમાણે સદંશ અને અસદંશાત્મક એમ ઉભયાત્મક વસ્તુમાંથી જે સદંશાત્મક = ભાવાત્મક અંશ છે તેને જ વિધિ કહેવાય છે. અવિરૂદ્ધ એવો ઉપલબ્ધિરૂપ હેતુ અને વિરૂદ્ધ એવો અનુપલબ્ધિ રૂપ હેતુ સદા વસ્તુના સદંશની સિદ્ધિ કરે છે. ૩-પદા प्रतिषेधं प्रकटयन्ति -
प्रतिषेधोऽसदंशः ॥३-५७॥ હવે નિષેધ કોને કહેવાય ? તે સમજાવે છે કે વસ્તુમાં જે અસદંશ છે (અભાવાત્મક અંશ છે) તે પ્રતિષેધ કહેવાય છે. ૩-પા
ટીકા - તાદરાર્થવ વસ્તુનો વોચમરોડમાવા , સ “તિલા” તિ ની રૂ-૧ળા
ટીકાનુવાદ :- તાદ્વૈરાગૈવ = સદંશ અને અસદંશ એમ ઉભય ધર્મવાળી તેવા પ્રકારની તે વસ્તુનો જે આ અસદંશ છે અર્થાત્ અભાવાત્મક જે સ્વભાવ છે તે “પ્રતિષેધ” અર્થાત નિષેધ કહેવાય છે. આ પ્રમાણે સદંશ અને અસદંશ એમ ઉભયાત્મક વસ્તુમાં જે અસદંશાત્મક = અભાવાત્મક જે અંશ છે તેને જ નિષેધ કહેવાય છે વિરૂદ્ધ એવો ઉપલબ્ધિરૂપ હેતુ જો હોય તો અને અવિરૂદ્ધ એવો અનુપલબ્ધિરૂપ હેતુ જો હોય તો તે સદા વસ્તુના અસદંશની જ સિદ્ધિ કરે છે. ૩-પા.
अस्यैव प्रकारानाहुः -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org