________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદોનું કથન
વ્યાપ્તિબાદ સાધ્યધર્મીમાં હેતુનું જે પુનઃકથન તે ઉપનય.
અને સાધ્યધર્મયુક્ત હેતુ હોવાથી સાધ્યધર્મીમાં (પર્વતમાં) સાધ્યધર્મનું (વહ્નિનું) જે પુનઃ કથન તે નિગમન કહેવાય છે ।।૩-૫૧-૫૨॥
पक्षवचनादीनां पूर्वाचार्यप्रवर्तितां संज्ञां कथयन्ति
·
एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥ ३ - ५३॥
ટીકા :
अपिशब्दात् तच्छुद्धीनामप्यवयवसंज्ञा विज्ञेया ॥ ३-५३॥
પક્ષવચન વિગેરેને પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલી સંજ્ઞા સમજાવે છે કે આ પક્ષપ્રયોગ વિગેરે પાંચેને પણ અવયવ સંજ્ઞા દ્વારા કથન કરાય છે, અહીં મૂળસૂત્રમાં કહેલા વિ શબ્દથી તે પક્ષવચનાદિની જેમ પક્ષાદિની શુદ્ધિને પણ અવયવસંશા જ સમજી લેવી. ૫૩-૫૩૫
સારાંશ કે પક્ષવચન, હેતુવચન, દૃષ્ટાન્તવચન, ઉપનયવચન અને નિગમનવચન, આ પાંચ અનુમાનવાક્યનાં અંગો હોવાથી પૂર્વાચાર્યો વડે તેને ‘‘અવયવ’’ કહેવાય છે. તથા અતિમંદબુદ્ધિવાળાને આશ્રયી ક્વચિત્ પ્રયોગ કરાતી પક્ષશુદ્ધિ - હેતુશુદ્ધિ-દૃષ્ટાન્તશુદ્ધિ આદિ પંચવિધ શુદ્ધિ પણ પરાક્ષનુમાનનું એકેક અંગ હોવાથી અવયવ જ કહેવાય છે.
""
શરીર” જેમ અખંડ એક દ્રવ્ય વિચારીએ ત્યારે તે ‘અવયવી' કહેવાય છે અને હાથપગ-મુખ-ઉદર-પીઠ ઈત્યાદિ તેનાં અંગો હોવાથી ‘‘અવયવ’’ કહેવાય છે. તેમ પાંચવાક્યોનું (અથવા દશેવાક્યોનું) બનેલું અખંડ એક જે અનુમાનવાક્ય તે પરની પ્રતિપત્તિમાં કારણ હોવાથી ‘અવયવી’ રૂપ પરાર્થાનુમાન કહેવાય છે. અને તેમાં પક્ષવચન, હેતુવચન, દ્રષ્ટાન્તવચન ઈત્યાદિ એકેક અંગરૂપ હોવાથી અવયવ'' કહેવાય છે.
Jain Education International
૪૫૪
તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રોમાં આ પાંચ અવયવવાળા અનુમાન વાક્યને ન્યાય કહેવામાં આવે છે. આવા પ્રકારના પાંચ અવયવરૂપ ન્યાયનો જ્યાં પ્રયોગ હોય તે પરાર્થાનુમાન અને પાંચ અવયવ રૂપ ન્યાયનો પ્રયોગ જ્યાં ન હોય સ્વાર્થનુમાન કહેવાય છે. ચાયાપ્રયોખ્યમનુમાન સ્વાર્થાનુમાનમ્, न्यायप्रयोज्यमनुमानं परार्थानुमानम् इति वचनात् ॥३-५३॥
प्रागुक्तमेव हेतुं प्रकारतो दर्शयन्ति -
उक्त लक्षणो हेतुर्द्विप्रकारः - उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥ ३-५४॥ પૂર્વે કહેલા હેતુને જ હવે ભેદ-પ્રભેદથી સમજાવે છે ઉપર કહેલા લક્ષણવાળો હેતુ બે પ્રકારે છે. ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વડે ભિન્ન ભિન્ન હોવાથી. (બે પ્રકાર છે).૩-૫૪૫ જેમ સાધર્મ્સ અને વૈધર્મ એમ દૃષ્ટાન્તના બે પ્રકાર જણાવ્યા તેમ હવે આ સૂત્રથી હેતુના પ્રકાર (ભેદો) સમજાવે છે. કોઈ પણ સાધ્યના અસ્તિત્વને સાધવા કે નાસ્તિત્વને સાધવા માટે મુકાતો હેતુ બે પ્રકારનો હોય છે. એક તો ઉપલબ્ધિરૂપ- એટલે હોવા રૂપ, વિદ્યમાન રૂપ, અસ્તિરૂપ,
For Private & Personal Use Only
www.jainelibrary.org