________________
૪૫૨
રત્નાકરાવતારિકા
દષ્ટાન્તના સાધર્મ વૈધર્મ પ્રકારો यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः ॥३-४६॥ સાધર્મ અને વૈધર્મએમ બે પ્રકારના દષ્ટાન્તમાંથી હવે પ્રથમ પ્રકારને સમજાવે છે કે -
જ્યાં સાધનધર્મની સત્તા (હેતુનું અસ્તિત્વ) હોતે છતે અવશ્ય સાધ્યધર્મની સત્તા (વહ્નિનું અસ્તિત્વ) પ્રકાશિત કરાય તે સાધર્મ દષ્ટાન્ત કહેવાય છે. જેમ કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ અવશ્ય હોય જ છે, આ પ્રમાણે હેતુના અસ્તિત્વ વડે સાધ્યનું અવશ્ય અસ્તિત્વ જણાવાય, એમ અસ્તિત્વને જણાવનાર જે ઉદાહરણ તે સાધર્મેદષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૫-૪૬
द्वितीयभेदं दर्शयन्ति - यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदश्यते स वैधर्म्यदृष्टान्तः ॥३-४७॥
यथा - अग्यभावे न भवत्येव धूमः, यथा जलाशये ॥३-४८॥ દૃષ્ટાન્તનો બીજો ભેદ જે વૈધર્મદષ્ટાન્ત, તે જણાવે છે.
જ્યાં વળી સાધ્ય ન હોય ત્યાં સાધનનો અવશ્ય અભાવ જ દેખાડાય, તે વૈધર્મેદાન્ત કહેવાય છે. જેમ કે જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમ ન જ હોય જેમ કે જળાશય ૩-૪૭-૪૮
સારાંશ કે સાધ્યના નાસ્તિત્વની સાથે હેતુનું અવશ્ય નાસ્તિપણું જ હોવું તે વૈધર્મદષ્ટાન્ત જાણવું. જેમ કે વહ્નિના અભાવવાળા સર્વ સ્થાનોમાં ધૂમ ન જ હોય. માટે જલાશય તે વૈધર્મ દષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૭-૪૮ उपनयं वर्णयन्ति -
हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ॥३-४९॥
યથી ધૂમાત્ર પ્રલેશે રૂ-૧ પક્ષ-હેતુ અને દષ્ટાન્ત આ ત્રણ સમજાવી હવે ઉપનય સમજાવે છે. કે હેતુનું સાધ્યધર્મીમાં (સાધ્યથી વિશિષ્ટ એવા પક્ષમાં) ઉપસંહાર કરવો- કથન કરવું તે ઉપનય કહેવાય છે. જેમ કે “આ પ્રદેશમાં ધૂમ દેખાય છે.”
ભાવાર્થ એમ છે કે - જ્યારે પર્વત પાસે પુરૂષ જાય છે. અને આ પર્વતમાં વહ્નિ છે કે કેમ? એવી શંકા કરે છે. અને ચારે બાજુ નજર નાખે છે. તેવામાં કોઈક પ્રદેશમાં ધૂમ દેખાય છે. ત્યારે ધૂમ દેખાયા પછી જે આવું વાક્ય બોલી ઉઠે છે કે “ધૂમવીનઈ પર્વતઃ' આ વાક્યમાં પણ હેતુનું પક્ષભૂત પર્વતમાં પ્રતિપાદન છે. પરંતુ આ પર્વત સાધ્યધર્મ (વહ્નિ) વાળો છે કે નહીં ? તેનો હજુ બોધ થયો નથી તેથી તેને માત્ર પક્ષધર્મતા જ કહેવાય છે પરંતુ ઉપનય ન કહેવાય. .
તથા વળી આ પ્રતિપાદન પક્ષમાં હેતુના અસ્તિત્વનું કથન માત્ર જ કરે છે. બીજાની સાથે તુલના કરવા રૂપ ઉપસંહાર નથી. ઉપસંહાર તો ત્યારે કહેવાય કે અન્ય સ્થાને જાણીને તેની જેમ અહીં છે એવી ઘટના કરવામાં આવે તો, તેથી ઉપસંહારાત્મક ન હોવાથી પણ તે પ્રથમવાક્ય ધૂમવાનાં પર્વતઃ” આ ઉપનય નથી પરંતુ પક્ષધર્મતા માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org