________________
૩૭૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા ગ્રંથકારશ્રીએ પ્રત્યભિજ્ઞાનનું કારણ સમજાવ્યું છે. જેમ સ્મૃતિમાં માત્ર એકલો અનુભવ કારણ હતો તેવી રીતે આ પ્રત્યભિજ્ઞાનમાં અનુભવ અને સ્મૃતિ એમ બન્ને કારણો હોય છે. કારણ કે મેં જે પહેલાં દેવદત્ત જોયેલો હતો “તે આ છે” આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં “” પદ સ્મૃતિસૂચક છે અને “આ” પદ અનુભવસૂચક છે. એમ બન્ને કારણો પ્રત્યભિજ્ઞાનમાં સાથે જ હોય છે. આ કારણનો નિર્દેશ સમજાવ્યો. એટલે જ તે પદમાં બે પ્રકારનાં જ્ઞાનો સમજવાનાં છે.
સામાન્ય એટલે સદશતા- તે બે પ્રકારનું છે (૧) તિર્યસામાન્ય અને (૨) ઉર્ધ્વતા સામાન્ય, ભિન્ન-ભિન્ન દ્રવ્યમાં એક જ કાળે પ્રગટ થયેલા સરખા પર્યાયની જે પ્રતીતિ તે તિર્યસામાન્ય. જેમ કે ભિન્ન ભિન્ન રંગવાળી ૧૦૦ ગાયો છે. આ સર્વે ગાયોમાં આત્મદ્રવ્ય સૌનું ભિન્ન-ભિન્ન છે. પરંતુ અત્યારે વર્તમાનકાળે “ગાયપણાના” સરખા પર્યાયને તેઓ પામેલી છે. તેથી રંગબેરંગી અને ભિન્ન ભિન્ન છે આત્મદ્રવ્ય જેનું એવી તે ગાયોમાં ગોવાદિ સ્વરૂપ (ગાયપણું-ચારપગાપણું-પૂંછડાવાળાપણુંસાસ્નાવાળાપણું ઈત્યાદિ સ્વરૂપ) જે જે સદશપર્યાયપાણું છે તે તિગ્સામાન્ય કહેવાય છે. એવી જ રીતે સોનાના-રૂપાના-માટીના અને તાંબાના ઈત્યાદિ ભિન્ન-ભિન્ન દ્રવ્યોના બનેલા ઘડામાં જે ઘટપણાની એકાકારતા છે અર્થાત્ ઘટત્વસ્વરૂપ સદશપરિણામ છે તે તિર્યગ્સામાન્ય કહેવાય છે. તિર્યક એટલે તિર્જી- જેમાં લાઈનસર પડેલા ઘડામાં એક જ કાલે તિર્થો અંગુલીનિર્દેશ કરવા દ્વારા ઘટની સમાનતા બતાવાય છે. તે તિર્યગ્સામાન્ય કહેવાય છે. આ તિર્યકસામાન્યમાં દ્રવ્ય ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ કાલ વર્તમાન જ હોય છે અને પર્યાયની સમાનતા હોય છે. જ્યારે ઉર્ધ્વતાસામાન્યમાં દ્રવ્ય એક જ હોય છે કાળ ત્રણે હોય છે અને પર્યાયો વિવિધ-અનેક હોય છે. તે આ પ્રમાણે
એક જ દ્રવ્યના ભૂત-વર્તમાન અને ભાવિકાળમાં આવતા ભિન્ન-ભિન્ન પર્યાયોમાં જે દ્રવ્યની એકતા તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. જેમ કે એક જ ઘટનો ભૂતકાળવિષયક પિંડપર્યાય, વર્તમાનકાળવિષયક ઘટપર્યાય અને ભાવિકાલવિષયક કપાલપર્યાય આ ત્રણે પર્યાયોમાં “માટીદ્રવ્ય” તેનું તે જ છે, એમ દ્રવ્યની, જે એકતા તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. દેવદત્તની કાલક્રમે આવતી બાલ્યયુવા અને વૃધ્ધાવસ્થામાં દેવદત્ત તેનો તે જ છે એમ જે માનવું તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે.
(૧) ભિન્ન-ભિન્ન દ્રવ્યના એક જ કાલે બનેલા સરખે સરખા પર્યાયમાં પર્યાયના એકત્વની જે બુદ્ધિ તે તિર્યકત્સામાન્ય કહેવાય છે. અને (૨) એક જ દ્રવ્યના ભિન્ન-ભિન્ન કાળે બનતા ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યના એકત્વની જે બુદ્ધિ તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. ઉર્ધ્વતા એટલે ઉપરાઉપરી, આગળ-આગળ, એક જ દ્રવ્યના કાળક્રમે આગળ-આગળ આવતા નવા નવા પર્યાયોમાં જે તેનું તે જ આ દ્રવ્ય છે એવી દ્રવ્યના એકત્વની જે બુદ્ધિ તે ઉર્ધ્વતા સામાન્ય.
મારિ શબ્દથી વિસદશપરિણામ પણ અહીં સમજી લેવો. જેમ સદશપરિણામ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ વિસદશપરિણામ પણ પ્રત્યભિજ્ઞાનનો જ વિષય છે. “આ પણ ગાય છે આ પણ ગાય છે” “આ ગાય અને આ ગવય એમ બન્ને સમાન છે.” “તે જ આ દેવદત્ત છે” ઈત્યાદિ સદશા બતાવનારાં વાક્યોમાં જેમ પૂર્વાપર સંકલનાત્મક જ્ઞાન છે તેવી જ રીતે “ગાયથી વિસદશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org