________________
3७६
રત્નાકરાવતારિકા
પ્રત્યભિજ્ઞાનની વ્યાખ્યા અસંભવ જ થશે. સારાંશ કે જે સ્મૃતિજ્ઞાન અપ્રમાણ હોય તો ઝાંઝવાના જલજ્ઞાનની જેમ અપ્રમાણભૂત એવું આ સ્મૃતિજ્ઞાન પૂર્વાનુભૂત સહચારનું ઉપસ્થાપન કરવામાં પણ સામર્થ્ય વિનાનું જ રહેશે.
તથા વળી “અર્થનો બોધ કરાવવામાં જે કારણ હોય તે પ્રમાણ કહેવાય છે' આવા પ્રકારનું પ્રમાણનું લક્ષણ તમે કર્યું છે. તે લક્ષણ જેમ પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ સમયવર્તી ધારાવાહી પણ ઉત્પન્ન થતા પ્રત્યક્ષ પ્રમાણમાં બરાબર ઘટે છે અને તેથી તે જ્ઞાનને તમે જેમ પ્રમાણ માનો છો. તેવી જ રીતે સ્થાપિ = આ સ્મરણમાં પણ આ લક્ષણ અગમ્ = સંપૂર્ણપણે દેખાય જ છે. માટે સ્મૃતિને અવશ્ય પ્રમાણ માનવું જ જોઈએ, બીજા જુદા પ્રલાપ કરવા વડે હવે સર્યું. ૩-૪ अथ कारणादिभिः प्रत्यभिज्ञानं ज्ञापयन्ति - अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्खतासामान्यादिगोचरं, संकलनात्मकं
___ ज्ञानं प्रत्यभिज्ञानम् ॥३-५॥ સ્કૃતિનું સ્વરૂપ સમજાવીને હવે કારણ આદિ (કારણ-વિષય અને સ્વરૂપ એમ) ત્રણ પ્રકારે પ્રત્યભિજ્ઞાન નામના પરોક્ષ પ્રમાણના બીજા ભેદને સમજાવે છે.
(૧) અનુભવ અને સ્મૃતિ એમ બે છે કારણ જેમાં એવું, (૨) તિર્યગ સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય છે વિષય જેમાં એવું, અને (૩) પૂર્વાપરની સંકલનાત્મક છે સ્વરૂપ જેમાં એવું જે જ્ઞાન તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. ૩-પા
ટીકા - મનુમ પ્રમાણfઉતા પ્રતીતિ, મૃતિયાનન્તરોરૈવ, તે હેતુર્વતિ રોપા તિર્થक्सामान्यं च गवादिषु गोत्वादिस्वरूपसदृशपरिणामात्मकम् । उर्ध्वतासामान्यं च परापरविवर्त्तव्यापि मृत्स्नादिद्रव्यम्, एतदुभयमादिर्यस्य विसदृशपरिणामादेर्धर्मस्तोमस्य स तिर्यगूर्ध्वतासामान्यादिर्गोचरो यस्येति विषयाऽऽख्यानम् । संकलनं विवक्षितधर्मयुक्तत्वेन वस्तुनः प्रत्यवमर्शनमात्मा स्वभावो यस्येति स्वरूपनिरूपणम् રૂ-જા
ટીકાનુવાદ - પ્રત્યભિજ્ઞાનનું કારણ - વિષય અને સ્વરૂપ શું? એમ ત્રણ પ્રકારે પ્રત્યભિજ્ઞાનનો બોધ કરાવે છે. ત્યાં સૌથી પ્રથમ પ્રત્યભિજ્ઞાનનું કારણ સમજાવે છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રકારના પ્રમાણોથી ઉત્પન્ન થનારી જે પ્રતીતિ, બન્ને પ્રમાણોથી થનારો જે બોધ તે અનુભવ કહેવાય છે. અને સ્મૃતિ તો હમણાં જ અનન્તર પૂર્વના (ત્રીજાચોથા) સૂત્રમાં જ કહેલી છે. “તે હેતુ ઈતિ” તે અનુભવ અને સ્મૃતિ એમ બન્ને છે કારણ જેનાં તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. (અહીં તે શબ્દ તત્ સર્વનામનું સ્ત્રીલિંગ (અથવા નપુંસકલિંગ) પ્રથમા દ્વિવચન છે. વિશેષણ અને વિશેષ્ય સમાનલિંગ અને સમાન વચનવાળાં જે હોય એવો નિયમ નથી. ખાસ વિશિષ્ટવિધાન હોય ત્યાં ભિન્નલિંગ અને ભિન્નવચન પણ હોય છે તેથી તે સ્ત્રીલિંગ (અથવા નપુંસકલિંગ) અને દ્વિવચન છે અને દેતુઃ શબ્દ પુલિંગ અને એકવચન છે.) આ પદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org