________________
૩૭૫
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા
(સ્મરણમાં) જણાય છે. અનુભૂયમાનતા એટલે અનુભવ કરવાપણું અને અનુભૂતતા એટલે અનુભવકરેલાપણું એમ બન્ને ધર્મો કાલભેદે ભિન્ન ભિન્ન છે. અનુભવકાલે અનુભૂયમાનતા જે ધર્મ જણાય છે તે સ્મરણકાલે જણાતો નથી અને સ્મરણકાલે જે અનુભૂતતા ધર્મ જણાય છે તે અનુભવકાલે જણાતો નથી. માટે બન્નેનો ભિન્ન-ભિન્ન વિષય હોવાથી અનુમાનની જેમ સ્મરણની પણ પ્રમાણતા અવશ્ય સિદ્ધ થાય જ છે.
न च तस्याप्रामाण्येऽनुमानस्यापि प्रामाण्यमुपापादि, सम्बन्धस्याप्रमाणस्मरणसंदर्शितस्यानुमानानङ्गत्वात्, संशयितलिङ्गवत् ।
न च “प्राक् प्रवृत्तसम्बन्धग्राहिप्रमाणव्यापारोपस्थापनमात्रचरितार्थत्वान्नास्य तत्र प्रामाण्येन प्रयोजनम्" इति वाच्यम् । अप्रमाणस्य तदुपस्थापनेऽपि सामर्थ्यासम्भवात् ।
किश्व, अर्थोपलब्धिहेतुत्वं प्रमाणलक्षणं लक्षयाङचकृद्वे । तच्च धारावाहिप्रत्यक्षस्येवास्याप्यक्षूणमीक्ष्यत एवेति किमन्यैरसत्प्रलापैरिति ? ॥३-४॥
વળી તે સ્મરણની જે અપ્રમાણતા માનશો તો અનુમાનની પણ પ્રમાણતા જે તમારા વડે કહેવાઈ છે તે ઘટશે નહીં. જેમ વરાળમાં, સૈન્ય વડે ઉડાડાયેલી રજમાં, ગોવાળ વડે લઈ જવાતાં પશુઓથી ઉડતી ધૂળમાં, અને ધુમસમાં થયેલું સંશયાત્મક લિંગજ્ઞાન (મજ્ઞાન) અપ્રમાણ હોવાથી અનુમાનનું અંગ બનતું નથી. તેવી જ રીતે અપ્રમાણભૂત માનેલા સ્મરણથી બતાવાયેલું સંબંધજ્ઞાન (વ્યાપ્તિજ્ઞાન) પણ અનુમાનનું અંગ બની શકશે નહીં, જેમ સંશયાત્મક લિંગજ્ઞાન અપ્રમાણ હોવાથી તેનાથી અનુમાન ઉત્પન્ન થતું નથી. તેવી જ રીતે સ્મરણ જો અપ્રમાણ માનશો તો તેનાથી થનારૂં સંબંધજ્ઞાન (વ્યાપ્તિજ્ઞાન) પણ અનુમાનની ઉત્પત્તિનું અંગ (કારણ) બનશે નહીં.
પ્રશ્ન :- હવે કદાચ તમે એમ કહો કે સ્મૃતિને પ્રમાણ માનવાની જરૂર નથી, તે તો અપ્રમાણ હોય તો પણ ચાલે, કારણ કે પૂર્વકાળમાં પ્રવર્તેલા (રસોડા આદિમાં ધૂમ અને વહ્નિના) સહચારસંબંધને જણાવનારા એવા ચાક્ષુષપ્રત્યક્ષાદિ પ્રમાણના વ્યાપારને રજુ કરવા (યાદ કરાવવા) પુરતી જ આ સ્મરણની જરૂરીયાત છે. તેટલું કાર્ય કરવા માત્રમાં જ આ સ્મરણ ચરિતાર્થ થઈ જાય છે. તેથી ત્યાં તે સ્મરણની પ્રમાણતા માનવાનું કોઈ પ્રયોજન દેખાતું નથી.
સ્મરણનું કાર્ય માત્ર એટલું જ છે કે પૂર્વે રસોડા આદિમાં થયેલા સહચારને યાદ કરાવવો, તેટલું કાર્ય કરી સ્મરણ વિદાય લે છે ત્યારબાદ થયેલા વ્યાપ્તિજ્ઞાનથી અનુમાન ઉત્પન્ન થાય છે. અને વ્યાપ્તિજ્ઞાનને અમે પ્રમાણ માન્યુ જ છે. માટે સ્મરણને પ્રમાણ માનવાનું કંઈ પ્રયોજન નથી. ઉત્તર :- એમ ન કહેવું, અર્થાત્ ઉપરોક્ત કથન બરાબર નથી કારણ કે જેમ ઝાંઝવાના જલનું જ્ઞાન અપ્રમાણ છે તો તે જ્ઞાન સ્નાન-પાન-આદિ કંઈ પણ કાર્ય કરી શકતું નથી તેની જેમ જ આ સ્મરણજ્ઞાન પણ જો અપ્રમાણ માનશો તો તે સ્મરણજ્ઞાન અપ્રમાણભૂત હોવાથી તર્કજ્ઞાનને (વ્યાપ્તિજ્ઞાનને) રજુ કરવામાં પણ સામર્થ્ય વિનાનું જ થશે, અપ્રમાણભૂત એવા સ્મરણજ્ઞાનમાં પ્રત્યક્ષપ્રમાણદ્વારા જણાયેલા સહચારને યાદ કરાવવા દ્વારા તર્કજ્ઞાનને ઉપસ્થિત કરવાના સામર્થ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org