________________
૪૦૯ તૃતીય પરિચ્છેદ સૂ-૯
રત્નાકરાવતારિકા માટે (ધર્મ એવા વહ્નિમાં) તત્ તે પક્ષત્વનો અમારે આરોપ (ઉપચાર) કરવો પડે. જો અમે એમ કહેતા હોઈએ કે વ્યાપ્તિમાં હેતુનો સહચાર પક્ષની સાથે પાગ હોવો જોઈએ, તો પક્ષત્વ લાવવા સાધ્યધર્મ એવા વહ્નિમાં અમારે પક્ષત્વનો ઉપચાર કરવો પડે અને ઉપચરિત પક્ષત્વ થાય. પરંતુ એમ છે જ નહી. માત્ર સાધ્યધર્મ (એવા વહ્નિ) ની સાથે જ હેતુના સહચાર રૂપ વ્યાપ્તિનું અમે કથન કરીએ છીએ. માટે અહીં પાગ ઉપચરિત પક્ષત્વ નથી.
અને ત્રીજા સાધ્યસિદ્ધિ વાળા સ્થાનમાં તો સાધ્યધર્મવિશિષ્ટ ધર્મી પક્ષ હોવાથી સમુદાય જ છે. એટલે એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવાની આવશ્યકતા જ નથી. માટે વાસ્તવિક પક્ષત્વ છે જ. તેથી ચકની વાત મિથ્યા હોવાથી અનુમાન પ્રમાણ બરાબર છે.
ननु आनुमानिकप्रतीतो धर्मविशिष्टो धर्मी, व्याप्तौ तु धर्मः साध्यमित्यभिधास्यत इत्येकत्र गौणमेव साध्यत्वमिति चेत् । मैवम्, उभयत्र मुख्यतल्लक्षणभावेन साध्यत्वस्य मुख्यत्वात् । तत्किमिह द्वयं साधनीयम् ? सत्यम्, न हि व्याप्तिरपि परस्य प्रतीता, ततस्तत्प्रतिपादनेन धर्मविशिष्टं धर्मिणमयं प्रत्यायनीय इत्यसिद्धं गौणत्वम् ।
अथ नोपादीयत एव तत्सिद्धौ कोऽपि हेतुस्तहिं कथं अप्रमाणिका प्रामाणिकस्येष्टसिद्धिः स्यादिति नानुमानप्रामाण्यप्रतिषेधः साधीयस्तां दधाति ।
नानुमानं प्रमेत्यत्र हेतुः स चेत् । क्वानुमानतावाधनं स्यात् तदा ॥ नानुमानं प्रमेत्यत्र हेतुर्न चेत् ।
क्वानुमानताबाधनं स्यात् तदा ॥ इति संग्रहश्लोकः ॥ ચાર્વાક - પક્ષધર્મતાકાલે અને વ્યાપ્તિકાલે ઉપચરિતપક્ષત્વ અને સાધ્યસિદ્ધિકાલે વાસ્તવિકપક્ષ છે ઈત્યાદિ અમારી વાતનું તમે ભલે ખંડન કર્યું અને તેથી ઉપચરિતપક્ષત્વ ન હોવાથી અનુમાનને પ્રમાણ તરીકે ભલે સિદ્ધ કર્યું પરંતુ ઉપચરિતસાધ્યત્વ હોવાથી અનુમાનને પ્રમાણ કહેવાશે નહીં એમ હવે અમારું કહેવું છે. અર્થાત્ પક્ષનું ઉપચરિતપણું ભલે નથી પરંતુ સાધ્યનું ઉપચરિતપણું તો છે જ. તેથી પણ અનુમાન અપ્રમાણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે -
પક્ષધર્મતાકાળ, વ્યાપ્તિકાળ અને સાધ્યસિદ્ધિકાળ એમ ત્રણ અવસર ક્રમશઃ અનુમાનના હોય છે. તેમાં પ્રથમ પક્ષધર્મતા કાળે તો સાધ્ય સંભવતું જ નથી. તેથી તેને છોડીને બાકીના બેની વાત કરીએ - વ્યાપ્તિકાળે ધર્મ (વહ્નિ) એ જ સાધ્ય છે અને સાધ્યસિદ્ધિકાળે એટલે કે આનુમાનિકપ્રતીતિકાળે ધર્મવિશિષ્ટ એવો ધર્મી (દ્ધિમાનાં પર્વત:) એ સાધ્ય છે. આ પ્રમાણે-આનુમાનિકપ્રતીતિ અવસરે ધર્મધર્મી ઉભય સાધ્ય છે. અને વ્યાપ્તિકાળે માત્ર ધર્મ જ સાધ્ય છે. તમે પોતે પણ આ જ પરિચ્છેદના સૂત્ર ૧૮ અને ૨૦ માં આ જ વાત કહેવાના છો. એટલે એક જગ્યાએ (વ્યાપ્તિકાલે ધર્મમાત્ર સાધ્ય હોવાથી તે ધર્મમાત્ર રૂ૫) એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવો જ પડશે. એટલે ઉપચાર થવાથી સાધ્ય ગૌણ થયું છે. માટે પણ અનુમાનને પ્રમાણ ગણાશે નહીં. અર્થાત્ વ્યામિકાલે સાધ્યરૂપ “ધર્મ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org