________________
૪૨૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા સર્વત્, આ અનુમાનમાં “સર્વ” પક્ષ હોવાથી પક્ષોતિરિક્ત એવો સપક્ષ કોઈ નહી હોવાથી તમારો કહેલો સહેતુ એવો પણ “સત્વ” હેતુ અગમક થશે એવી આપત્તિ તમને આવશે. આવા પ્રકારના સત્ત્વાદિ હેતુને અગમક માનવાની આપત્તિ આવશે.
વસ્તુ પક્ષાત્ = જે બૌદ્ધો સર્વ એવા પક્ષમાંથી કુટાદિ કોઈક પદાર્થને બહાર કાઢીને દષ્ટાન્ત રૂપે આપે છે અને “સર્વ ક્ષમ્િ સર્વાત્ દ્વિવત્'' તે રીતે કહીને પોતાની પંડિતાઈ બતાવે છે તેઓની આ પંડિતાઈનો પ્રકાર કોઈ અપૂર્વ-અભૂત લાગે છે. કારણ કે સર્વ પક્ષ હોવાથી પટાદિ પદાર્થો ક્ષણિક છે કે નહીં તે સાધ્યમાન દશાવાળા હોવાથી જેમ વિવાદાસ્પદીભૂત છે. તેમ સર્વની અંતર્ગત આવેલા કુટાદિ પદાર્થો પણ પટાદિની જેમ જ વિવાદાસ્પદીભૂત હોવાથી હજુ ક્ષણિકત્વનો નિર્ણય થયેલ ન હોવાથી પક્ષમાંથી બહાર કાઢવા તે વ્યાજબી નથી. તથા ર = તેથી ૩ = આ કુટાદિ ઉદાહરણ રૂપે કેમ કહી શકાય ? કારણ કે તેઓનું ક્ષણિકપણું હજું સિદ્ધ થયું નથી. અને દષ્ટાન્ત તો સિદ્ધનું આપી શકાય, સાધ્યમાનનું ન આપી શકાય.
હવે કદાચ બૌદ્ધ જો એમ કહે કે બીજા (અનુમાનાદિ) પ્રમાણો વડે કુટાદિનું ક્ષણિકપણું પહેલાં સાધીને પછી અમે આ અનુમાન પ્રમાણમાં તેને ઉદાહરણ રૂપે મુકીશું તો સાધ્યસિદ્ધ થયેલ હોવાથી હવે અમને કોઈ દોષ આવશે નહી. આવું જો તે કહે તો. તત્રા : સાક્ષીવરિષ્યતે = અમે તેને પુછીએ છીએ કે તે કુટાદિનું ક્ષણિકપણું સિદ્ધ કરવા માટે પ્રથમ કરેલા તે અન્ય અનુમાનમાં તું કોને સપક્ષ કરીશ ? તે અનુમાનમાં પણ તારે સપક્ષસત્ત્વ સમજાવવા માટે કોઈને કોઈ અપક્ષ તો કલ્પવો જ પડશે. જે કલ્પીશ તેમાં ક્ષણિકત્વ ક્યાંથી સિદ્ધ થયું? અને જો તે કુટાદિના ક્ષણિકત્વને સાધવા માટે જેનું ક્ષણિકત્વ તેની પણ પૂર્વે સિદ્ધ થયું છે એવો કોઈ પદાર્થોત્તર મુકીશ તો તે મુકેલા પદાર્થાન્તરની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે તેની પૂર્વના અનુમાનમાં દષ્ટાન્ત શું મુકીશ ? જે જે મુકીશ તેમાં પૂર્વ-પૂર્વ અનુમાન કરવું જ પડશે અને એમ કરતાં અનવસ્થા દોષની પીડા તને દુર્વાર થશે. અર્થાત્ અનવસ્થા દોષ તને આવશે જ. તેને તું નહી રોકી શકે !
હવે આ અનવસ્થાદોષના ભયથી કદાચ તમે એમ કહો કે પટાદિની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે અમે પૂર્વે સિદ્ધ એવા કુટાદિનું દૃષ્ટાન્ત આપીશું. તેથી તે પટાદિની ક્ષણિકતાની સિદ્ધિમાં કુટાદિને સપક્ષ બનાવીશું - અને સપક્ષસ લાવીશું. પરંતુ દષ્ટાન્તભૂત એવા તે કુટાદિની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે કરાતા પૂર્વાનુમાનમાં કોઈ સપક્ષ લઈશું નહીં. ત્યાં વિના સપક્ષે અમે સાધ્યસિદ્ધિ કરીશું. એટલે અમારે અનવસ્થા દોષ આવશે નહીં. આમ જો કહો તો જે પ્રથમ અનુમાનથી સપક્ષસત્ત્વ વિના જ કુટાદિમાં ક્ષણિકત્વની સિદ્ધિ પ્રગટ કરાય છે. તે જ અનુમાન પ્રમાણથી પટાદિ ઈતર સર્વ પદાર્થોમાં પણ સપક્ષસત્ત્વ (નું દષ્ટાન્ત આપ્યા) વિના પણ ક્ષણિકત્વની સિદ્ધિ કુટની જેમ જ કરાઓને ? શા માટે બીનજરૂરી એવા “સપક્ષસત્વ” ને સાચવવા અપરપ્રમાણ (બીજા અનુમાન પ્રમાણ)ની રચના કરવા રૂપ ખોટી ખોટી કલ્પના કરવા સ્વરૂપ અભિમાન બતાવો છો ? આવી ખોટી બડાઈ વડે શું ફાયદો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org