________________
રત્નાકરાવતારિકા અનુમાનમાં પક્ષપ્રયોગની આવશ્યકતા
૪૩૬ પણ પ્રયોગ કરવા લાયક છે. અર્થાત્ પક્ષ-હેતુ-દષ્ટાન્ત-ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જોઈએ. તે પાંચ અવયવવાળું પરાર્થોનમાન છે.
આ ત્રણમાંથી વધારે પ્રચલિત અને સર્વસાધારણ વચ્ચેનો માર્ગ ગ્રંથકારશ્રીએ સૂત્રમાં લખ્યું છે. જેમ ત્રાજવાની દાંડીના મધ્યભાગના ગ્રહણથી શેષ ભાગી ગૃહીત થાય છે. તેમ અહી શેષ બે ભાગો ઉપલક્ષણથી તે તે જીવોને આશ્રયી સમજી લેવા.
પ્રશ્ન :- “પક્ષ અને હેતુ” જણાવનારૂં જે વચન તે પરાથનુમાન કહેવાય. એમ તમે ઉપર લક્ષણ કહ્યું છે. પરંતુ પક્ષ અને હેતુને જણાવનારૂં જે વચન છે તે ભાષાવર્ગણાનાં પુદ્ગલો હોવાથી જડસ્વરૂપ છે. અચેતન છે. પુદ્ગલાત્મક છે. અને જે સ્વ-પરવ્યવસાયી જ્ઞાન હોય તેને જ પ્રમાણ કહેવાય છે. જે જ્ઞાન ન હોય તેને પ્રમાણ કેમ કહેવાય ? તેથી આ વચન જડરૂપ હોવાના કારણે પ્રમાણતાનો અભાવ થવાથી પરાથનુમાન કેમ કહેવાય ?
ઉત્તર :- ઉપચારથી પ્રમાણ કહેવાય છે. જો કે પક્ષ અને હેતુને જણાવનારૂં જે વચન છે તે સ્વયં જડરૂપ જ છે તો પણ શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન છે તે કાર્યાત્મક છે અને તે જ્ઞાન હોવાથી પ્રમાણ છે. તેનું આ પક્ષ-હેતુરૂપ વચન એ કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વચનને પણ પ્રમાણ કહેવાય છે.
તથા જે પ્રતિપાદક છે. (વક્તા છે) તેમના હૈયામાં રહેલું જે સ્વાર્થનુમાન રૂપ જ્ઞાન છે. તે જ્ઞાન હોવાથી પ્રમાણ છે. તેમાંથી આ પક્ષહેતુવચનાત્મક શબ્દ જન્મે છે તેથી ત્યાં આ શબ્દો એ જ્ઞાનનું કાર્ય છે. તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરાય છે. આ રીતે પ્રતિપાદ્ય (શ્રોતા) અને પ્રતિપાદક (વક્તા) ના હૈયામાં રહેલું જે સ્વાર્થનુમાનાત્મક જ્ઞાન છે તે વાસ્તવિક પ્રમાણ છે. અને તે જ્ઞાનનું આ વચન અનુક્રમે શ્રોતાને આશ્રયી કારણ છે. અને વક્તાને આશ્રયી કાર્ય છે. તેથી શ્રોતાને આશ્રયી “કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે.” અને વક્તાને આશ્રયી “કાર્યમાં કારણનો ઉપચાર કરાય છે.” એમ બન્ને રીતે ઉપચાર માત્રથી જ જડાત્મક શબ્દને પાણ પરાર્થાનુમાન રૂપ પ્રમાણ કહેવાય છે. ૩-૨૩ संप्रति व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं तत्पूर्विकां वा व्याप्तिमाचक्षाणान् भिक्षून् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुःसाध्यस्य प्रतिनियतधर्मिसम्बन्धिताप्रसिद्धये हेतोरुपसंहारवचनवत्
पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्यः ॥३-२४॥ હવે વ્યાપ્તિ કરવા પૂર્વક પક્ષધર્મતાનો ઉપસંહાર કરતા અથવા પક્ષધર્મતાના ઉપસંહારને કરવા પૂર્વક વ્યાપ્તિને જણાવતા ભિક્ષુઓને (બૌદ્ધોને) પક્ષપ્રયોગ અંગીકાર કરાવવા માટે કહે છે કે –
નિશ્ચિતધર્મીની સાથે સાધ્યના સંબંધની પ્રતીતિ કરાવવા માટે હેતુના ઉપસંહારવાળા વચનની જેમ (બૌદ્ધોએ) પક્ષનો પ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જ જોઈએ. ૩-૨૪
ટીકા - યથા યત્ર પૂમાત્ર ધૂમધ્યન ત તો સામાન્યનાયાપ્રતિપારિ પર્વતારિવિશિષ્ટર્મિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org