________________
૪૪૫
તૃતીય પરિચ્છેદ સૂત્ર-૩૪/૩૫/૩૬
રત્નાકરાવતારિકા (શ્રોતાના) બોધ માટે સ્વીકારાય છે ? કે (૨) હેતુની અન્યથાનુપપત્તિ જ છે તેના નિર્ણય માટે સ્વીકારાય છે ? કે (૩) અવિનાભાવની સ્મૃતિ માટે સ્વીકારાય છે ?
આ ત્રણ પક્ષોમાંથી જે પ્રથમ પક્ષ વાદીઓને માન્ય હોય તો તે પ્રથમપક્ષને દૂષિત કરતાં જણાવે છે કે -
દટાન્તવચન પરની પ્રતિપત્તિ માટે સમર્થ નથી. કારણ કે પક્ષ અને હેતુવાળાં બે વચનોનો જ તયાં = તે પરની પ્રતિપત્તિમાં વ્યાપાર દેખાય છે. સારાંશ કે પક્ષવચન અને હેતુવચન આ બે જ વાકયપ્રયોગ માત્રથી શ્રોતાને સાધ્યસિદ્ધિ થઈ જ જાય છે દષ્ટાન્તની અપેક્ષા રહેતી નથી ||૩-૩૩ાા.
ટીકા :- પ્રતિભાવમૃતસરૂન્યસ્ય ફ્રિ પ્રમાતુરરિમાનર્થ રે ઘૂમવાનુvપરિચેતાવર્તવ મરત્યેવ સીધ્યપ્રતિતિનિતિ -૩રા
ટીકાનુવાદ :- પ્રતિ = જે શ્રોતાએ હેતુ અને સાધ્યનો પરસ્પર અવિનાભાવ સંબંધ જાણેલો છે. મનમાં સ્વીકારેલો છે. અર્થાત્ બેસાડેલો છે. તથા વિમૃત = હાલ વર્તમાન કાળે પણ ભુલી ગયો નથી એવા પ્રતિપન્ન અને અવિસ્મૃત સંબંધવાળો પ્રમાતા “આ દેશ અગ્રિમાનું છે કારણ કે અન્યથા અહીં જે ધૂમવત્ત્વ દેખાય છે તે સંભવી શકે નહીં' આટલા જ પ્રયોગ માત્ર વડે જ શ્રોતાને સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. દષ્ટાન્ત વચનની કોઈ રાહ જોતું નથી. કોઈપણ વક્તા આબાલગોપાલ શ્રોતાની સામે જો આટલું વાકય માત્ર બોલે કે “દેખો, પેલા ઘરમાં આગ લાગી હોય એમ લાગે છે બહુ જ ધૂમાડા દેખાય છે.” તો શ્રોતાઓ તે ઘરમાં આપોઆપ આગનો નિર્ણય કરી લે છે અને ચાક્ષુષપ્રત્યક્ષ કરવા દોડી જાય છે. કોઈપણ શ્રોતા આવો પ્રશ્ન વકતા સામે કરતો નથી કે ધૂમ દેખાય એટલે આગ હશે જ એવી ખાત્રી કેમ કરાય ? એવો કયાં કોઈ દાખલો છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં આગ હોય જ ? આવો પ્રશ્ન કોઈ કરતું નથી માટે પરની પ્રતિપત્તિ સારું દષ્ટાન્તની કંઈ જરૂર નથી. તેથી દષ્ટાન્ત વચન આવશ્યક નથી. ૩-૩૩
द्वितीयं विकल्पं परास्यन्ति - न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये, यथोक्ततर्कप्रमाणादेव तदुपपत्तेः ॥३-३४॥ टीका :- दृष्टान्तवचनं प्रभवतीति योगः ॥३-३४॥
હવે બીજાપક્ષનું ખંડન કરતાં ગ્રંથકારથી જણાવે છે કે - આ દષ્ટાન્ત જણાવનારૂં માનવત્ આવા પ્રકારનું વચન “હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે પણ જરૂરી નથી જ... કારણ કે યથોક્ત પૂર્વે કહેલા તર્કપ્રમાણથી જ “અન્યથાનુપપત્તિ” તો આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે.
- સૂત્ર સાતમામાં જણાવેલા તર્કપ્રમાણથી જ “જો અંદર વહ્નિ હોય તો જ આ ધૂમ હોઈ શકે છે” અન્યથા નહીં એવા તર્કપ્રમાણથી જ અન્યથાનુપપત્તિ પરને થઈ જાય છે. માટે અધિકની જરૂર નથી.
આ સૂત્ર ૩૪માં “કૃષ્ટીન્તવન અને પ્રમવતિ'' આ બન્ને શબ્દોની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org