________________
૪૪૦
રત્નાકરાવતારિકા પરાર્થનુમાનની જેમ પરાર્થપ્રત્યક્ષનું વિધાન હતુ કહ્યા વિના “આ હેતુ સમર્થ છે” એમ કેમ કહેવાય ?
જેન :- તો જો અહીં પક્ષ ન કહેવાય તો પણ (આ હેતુ માં વર્તે છે ? અથવા જ્યાં સાધ્ય સાધવું છે ત્યાં છે કે નહીં ? તે કહ્યા વિના) તે સમર્થતાની વિધિ ક્યાં કરશો ? પક્ષ કહ્યા વિના પક્ષમાં હેતુની વૃત્તિ કે અવૃત્તિ કેમ જણાશે ? અને તે જણાયા વિના સમર્થતા વિધિ કેમ થશે ?
બૌદ્ધ :- અરે જૈન ? આ પક્ષ તો વિવાદથી જ સ્પષ્ટ સમજાઈ જશે, તેને કહેવા વડે શું? અર્થાત્ તેને કહેવાની જરૂર નથી. પક્ષપ્રયોગ કર્યા વિના પણ વિવાદથી (ચર્ચાના પ્રસંગથી) જ પક્ષ સમજાઈ જશે.
જૈન - જો વિવાદથી જ પક્ષ સમજાઈ જતો હોય તો હેતુ પણ વિવાદથી જ સમજાઈ જશે. તો હેતુ ન કહ્યો હોય તો પણ સમર્થતા આપોઆપ સિદ્ધ થાઓ. (પક્ષની જેમ જ)
બૌદ્ધ - હેતુ પણ વિવાદથી જણાઈ જાય છે માટે કહેવાની જરૂર નથી, પરંતુ મંદમતિ વાળા જીવોની પ્રતિપત્તિના નિમિત્તે અમે કહીએ છીએ.
જૈન :- હે બૌદ્ધ ! જો તું એમ કહે છે તો તેવી જ રીતે મંદ બુદ્ધિવાળાની પ્રતિપત્તિ નિમિત્તે પણ પક્ષ કહેવો જ જોઈએ એમ તું કેમ બોલતો નથી ? સારાંશ કે હેતુની જેમ પક્ષપ્રયોગ તારે પણ સ્વીકારવો અત્યંત આવશ્યક છે. ૩-૨પા.
अथ प्रत्यक्षस्यापि पारार्थ्यं समर्थयन्ते . प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि वचनं परार्थं प्रत्यक्षम् परप्रत्यक्षहेतुत्वात् ॥३-२६॥
હવે પ્રત્યક્ષ પ્રમાણ પણ પર માટે હોય છે. તે સમજાવે છે. અર્થાત્ જેમ હૃદયમાં સ્વયં અનુમાન કર્યા પછી પરને સમજાવવા માટે બોલાતું પક્ષ-હેતુ રૂપ “વચન” પરના બોધનો હેતુ હોવાથી પરાથનુમાન કહેવાય છે. તેમ પદાર્થને પ્રત્યક્ષ પ્રમાણથી જાણીને પરને સમજાવનારું વચન “પરપ્રત્યક્ષ” પણ હોઈ શકે છે તે હવેના સૂત્રમાં સમજાવે છે.
પ્રત્યક્ષપ્રમાણથી જાણેલા અર્થને કહેનારૂં જે વચન તે પરાર્થ પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. પરના પ્રત્યક્ષનો હેતુ હોવાથી. એ૩-૨૬
ટીકા :- યથSનુમાનyતી તોર્થ પર પ્રતિપાચમીનો વાનરૂપાપર (TRયાત્રાનું મને कार्योपचारात्) परार्थमनुमानमुच्यते, तथा प्रत्यक्षप्रतीतोऽपि तथैव परार्थं प्रत्यक्षमित्युच्यताम्, પપ્રત્યાયન માત્રાથવિશિષ્ટત્રવિતિ રૂ-૨દ્દા
ટીકાનુવાદ - જેમ અનુમાનથી સ્વયં પોતે જાણેલો અર્થ જ્યારે પરને સમજાવવા માટે કથન કરાતો હોય ત્યારે બોલાતું “વચનરૂપ” વાક્ય પરના બોધનો હેતુ હોવાથી શ્રોતાની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર કરીને અને વક્તાની અપેક્ષાએ કાર્યમાં કારણનો ઉપચાર કરીને પરાથનુમાન કહેવાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષપ્રમાણથી જાણેલો અર્થ પણ પરને પ્રત્યક્ષ કરાવવા માટે બોલાતો હોય તો તે બોલાતું વાક્ય ઉપચારથી પરાર્થપ્રત્યક્ષ પણ કહેવાય છે. કારણ કે પરને સમજાવવા પણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org