________________
રત્નાકરાવતારિકા પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન
૪૩૨ વિકલ્પમાત્રથી જ છે. કારણ કે હેતુના પ્રયોગ વડે “અસ્તિત્વ” હજુ હવે સિદ્ધ કરવાનું છે. સિદ્ધ થયેલ નથી. તેથી હેતુના પ્રયોગની પૂર્વે મનની કલ્પનામાત્ર રૂપ વિકલ્પને છોડીને બીજા કોઈ પ્રમાણોથી “વિશ્વવિ” ની સિદ્ધિ થતી નથી.
ધૂમ હેતુનો પ્રયોગ કરતી વખતે વહ્નિ સાધ્યમાન હોવાથી ભલે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી તે વદ્ધિ સિદ્ધ ન હો પરંતુ જેમાં વહ્નિ સાધવો છે અને જેમાં ધૂમ જોયો છે તે પર્વત-ધમ તો પ્રત્યક્ષ સિદ્ધ છે જ. પરંતુ ઉપરના પ્રથમ અનુમાનમાં તો તે પણ નથી. કારણ કે સર્વજ્ઞનું અસ્તિત્વ જ આ અનુમાનથી સધાય છે. હવે જો પ્રથમથી જ પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણ વડે “સર્વજ્ઞ” પ્રસિદ્ધ માની લઈએ તો તેના અસ્તિત્વની સિદ્ધિ કરવી કે હેતુનો પ્રયોગ કરવો એ સઘળું વ્યર્થ જ થાય. માટે અહીં અનુમાન કરતી વખતે સર્વજ્ઞ” એવો જે પક્ષ મુકવામાં આવ્યો છે તે પ્રત્યક્ષ કે આગમાદિ કોઈ પણ પ્રમાણોથી પ્રસિદ્ધ નથી. પરંતુ માત્ર મનની કલ્પના કરવા રૂપ વિકલ્પથી જ મુકવામાં આવ્યો છે. આવાં બીજાં પણ ઘણાં અનુમાનો હોઈ શકે છે કે જ્યાં મનની કલ્પના માત્રથી જ પક્ષ મુકાય છે. જેમ કે “મારાપુખે નાસ્તિ મારો મારોમાવાન્ ! વાપુત્રો નાસ્તિ, તાઃ પ્રસવાયો થવા ઈત્યાદિ અનુમાનો સ્વયં જાણવાં.
(૨) “ ક્ષિતિબ્બા ધૂમધ્યનવત' આ પર્વતની ટોચ અગ્નિવાળી છે.” આવા પ્રકારના બીજા અનુમાનમાં “પર્વત” નામનો જે ધર્મા પક્ષ છે તે ચાક્ષુષ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. અહી પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ એવો ધમીં છે. મનની કલ્પના કરવી પડતી નથી. માટે વિકલ્પની જરૂર નથી. આવાં બીજાં અનુમાનો પણ સ્વયં સમજવાં. જેમ કે રાર નિત્ય ઉત્પત્તિ વ્યવેત્તાત, રૂ ગૌઃ સાવવાનું ત્યાદ્રિ અનુમાનો સ્વયં સમજી લેવાં.
(૩) ધ્વનિઃ રિતિમાનું = અહીં ત્રીજા અનુમાનમાં પ્રમાણ અને વિકલ્પ એમ ઉભય વડે “ધમી'ની પ્રસિદ્ધિ છે. વકતા જે શબ્દ બોલે છે અને શ્રોતા જે શબ્દ વર્તમાનકાલે સાંભળે છે. તે શબ્દ શોત્રગ્રાહ્ય હોવાથી શ્રોત્ર સંબંધી પ્રત્યક્ષપ્રમાણ વડે પ્રસિદ્ધ છે. પરંતુ જે શબ્દો ભૂતકાળમાં બોલાઈ ચુક્યા છે. અને ભાવિકાળમાં બોલાવાના છે. એવા વિનષ્ટ અને અનુત્પન્ન શબ્દો હાલ વિદ્યમાન ન હોવાથી શ્રોત્ર ગ્રાહ્ય નથી. તથા દેશાન્તરોમાં બોલાતા વર્તમાનકાલના પણ શબ્દો, તથા વ્યવધાનવાળા હાલ બોલાતા શબ્દો શ્રોત્રગ્રાહ્ય નથી. છતાં આ અનુમાનથી સર્વે શબ્દોને પક્ષ કરીને પરિણતિવાળા સમજાવાય છે. માટે યૂયમાણ એવા શબ્દોથી અન્ય એવા, દેશ અને કાળથી વ્યવહિત જે શેષ શબ્દો છે. તેઓનું ગ્રાહક (તેઓને જણાવનારૂં) હાલ કોઈ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ પ્રવર્તતું નથી. તેથી તેઓની ધર્મી તરીકે જે અંદર પ્રસિદ્ધિ છે તે વિકલ્પમાત્રથી જ છે. અન્યથા સંભવતી નથી.
આ પ્રમાણે શ્યમાણ શબ્દો પ્રત્યક્ષપ્રમાણથી અને શેષશબ્દો વિકલ્પથી પક્ષરૂપે મુકવામાં આવ્યા છે. તેથી શબ્દરૂપ ધમ અંશતઃ વિકલ્પથી અને અંશતઃ પ્રત્યક્ષાદિ પ્રમાણથી એમ ઉભયથી સિદ્ધ થયો. આ રીતે ધર્મીની પ્રસિદ્ધિ (૧) વિકલ્પમાત્રથી, (૨) પ્રમાણમાત્રથી, અને (૩) ઉભયથી એમ ત્રણ રીતે થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org