________________
રત્નાકરાવતારિકા
હેતનું સાચું લક્ષણ
૪૨૬
પ્રશ્ન :- નૈયાયિક અને બૌદ્ધ આ બન્ને વાદીઓ હવે જો એમ કહે કે તત્ત્વથી તો હેતુનું આ ‘‘નિશ્ચિતાન્યથાનુપત્તિ’” એ એક જ લક્ષણ સાચું અને બરાબર છે. પરંતુ અમે કહેલાં ત્રણ લક્ષણ અને પાંચલક્ષણ એ તો આ સાચા એક લક્ષણનો વિસ્તારમાત્ર જ છે.
ઉત્તર ઃજો તત્ત્વથી એક જ લક્ષણ સાચું છે એમ માનતા હો, અને ત્રણ કે પાંચ લક્ષણો એ તો વિસ્તારમાત્ર જ છે. વાસ્તવિક આવશ્યક નથી એમ જો માનતા હો તો બૌદ્ધે ત્રણ જ અને નૈયાયિકે પાંચ જ લક્ષણો કહેવાની જરૂર શું ? વિસ્તાર રૂપે તો તમારા અન્ય શાસ્ત્રોમાં હેતુનાં જે જે લક્ષણો બતાવ્યાં છે તેમાંથી બૌદ્ધે પોતાને અમાન્ય એવાં બાકીનાં ત્રણ અને નૈયાયિકે પોતાને અમાન્ય એવું એક લક્ષણ ત્યજી દેવાની શું જરૂર ? તે પણ સ્વીકારવાં જોઈએ.
તેથી અબાધિતવિષયત્વ, અસત્પ્રતિપક્ષત્વ અને જ્ઞાતત્વ, આ ત્રણ લક્ષણો બોદ્ધે સ્વીકારવાં જોઈએ. અને નૈયાયિકે જ્ઞાતત્વ એવું છઠ્ઠું લક્ષણ વિસ્તારરૂપે સ્વીકારવું જોઈએ. કારણ કે જ્યારે અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ કે અસંભવાદિ કોઈ દોષ દૂર કરવા પૂર્વક શુદ્ધ લક્ષણમાત્ર સ્વીકારવું હોય તો વધારાનું પદ ન સ્વીકારાય, પરંતુ જ્યારે સમજવા-સમજાવવા માટે જ વિસ્તાર રૂપે જ જો લક્ષણ કરાતું હોય તો શેષ ૩ અને ૧ લક્ષણ પણ અનુક્રમે બૌદ્ધે અને નૈયાયિકે સ્વીકારવું જોઈએ.
(૧) પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોથી બાધા ન આવે તેવા જ સાધ્યને સાધનારો હેતુ હોય તો જ તે સહેતુ કહેવાય છે. તે અબાધિતવિષયત્વ.
(૨) અનુમાનમાં મુકાયેલા સાધ્યના અભાવને સાધનારો બીજો કોઈ પણ પ્રતિપક્ષી હેતુ ન જ મળે તો પ્રથમહેતુ ‘“અસત્પ્રતિપક્ષ'' કહેવાય છે.
(૩) જે હેતુ સાધ્યને જણાવનાર (શાપક) હોય છે તે હેતુ પોતે જણાયેલો (જ્ઞાત) હોવો જોઈએ, અન્યથા હેતુ જ જો અજ્ઞાત (ન જણાયેલો) હોય તો તે સાધ્યનો જ્ઞાપક કેમ બને ? માટે હેતુ જણાયેલો (જ્ઞાત) હોવો જોઈએ આ હેતુનું છઠ્ઠું લક્ષણ છે.
જો વિસ્તાર જ માત્ર કરવો હોય તો બૌદ્ધે આ ત્રણ અને નૈયાયિકે છેલ્લું છઠ્ઠું કેમ ન સ્વીકાર્યું ? અને મન ફાવે તેમ ત્રણ તથા પાંચનો જ સ્વીકાર શા માટે કર્યો ?
બૌદ્ધ - નૈયાયિક બન્ને હવે કદાચ એમ કહે કે વિપક્ષમાંથી નિશ્ચિતાન્યથાવ્યાવૃત્તિ એટલે કે વિપક્ષમાં નક્કી હેતુનું ન હોવું એ જ માત્ર સાચા એક લક્ષણથી જ અબાધિતવિષયત્વ અને અસંપ્રતિપક્ષત્વ સમજાઈ જ જાય છે એમ બૌદ્ધ કહે અને જ્ઞાપકહેતુનો (સાધ્યને જણાવનારા જ હેતુનો) અધિકાર હોવાથી હેતુ તો જ્ઞાત (જણાયેલો) જ હોય એ વાત તેમાં આવી જાય છે એમ બૌદ્ધ અને નૈયાયિક બન્ને જો કહે તો અમે જૈનો તેઓને કહીએ છીએ કે “ગમકત્વના અધિકાર માત્રથી’' જ હેતુ વિપક્ષમાંથી સર્વથા નિવૃત્ત છે. અન્યથા અનુપપત્તિવાળો છે. માટે સાધ્યનો ગમક જ છે. એમ જાણવા માત્રથી જ બધું જ આવી જાય છે. માટે પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પ્રતિપક્ષત્વ અને જ્ઞાતવ્ય એમ બધું જ એકમાં આવી જ જાય છે. તો બૌદ્ધે વધારાનાં બે અને નૈયાયિકે વધારાનાં ચાર લક્ષણો સ્વીકારવા રૂપ વિસ્તાર કરવાની શી જરૂર ? માટે જો સમજાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org