________________
૪૧૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા . “તે ત્રણ-પાંચ લક્ષણો હોવા છતાં પાગ હેત્વાભાસ હોય છે. ૩-૧૩
ટીકા :- મને અતિવ્યાપ્તિ પ્રભુતક્ષણssઘરભુ ! “. રામ: તત્વત્રત્વત્ પ્રેક્ષ્યમાतरतत्पुत्रवदित्यत्र समग्रतल्लक्षणवीक्षणेऽपि हेतुत्वाभावात् ।
अत्र विपक्षे असत्त्वं निश्चितं नास्ति, न हि श्यामत्वासत्त्वे तत्पुत्रत्वेन अवश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । स एवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरोपदेशेन शठः शरणीकरोतीति सैव भगवती लक्षणत्वेनास्तु ।
ટીકાનુવાદ :- બૌદ્ધ અને તૈયાયિકનાં કહેલાં ત્રણ અથવા પાંચ લક્ષણો હોવા છતાં પણ સહેતુ હોવાને બદલે હેત્વાભાસ હોય છે. આમ કહેતા સૂત્રકાર વડે બૌદ્ધ અને યોગદર્શનકારોએ પૂર્વે કહેલા સહેતુના લક્ષાણની અતિવ્યાપ્તિ જગાવી. અર્થાત્ તમે લક્ષણ સહેતુનું કરો છો પરંતુ તે લક્ષાણ હેત્વાભાસ (ખોટો હેતુ) હોય તેમાં પાગ જાય છે તેથી તમોને અતિવ્યાપ્તિ દોષ આવે છે. તે આ પ્રમાણે - સઃ, શ્યામઃ, તત્યુત્વા, પ્રેક્ષ્યમાળેતરતપુત્રવત્'' અન્યદર્શનોના શાસ્ત્રોમાં આ અનુમાન પ્રસિદ્ધ છે. “મિત્રા” નામની એક સ્ત્રી છે. તેને કુલ આઠ પુત્રો છે. જેમાંના સાતપુત્રો શ્યામ છે અને આઠમો પુત્ર હકીકતથી ગૌર છે. છતાં આઠમા પુત્રને ઉદ્દેશીને જ ઉપરનું અનુમાન કરેલ છે કે “તે અષ્ટમ પુત્ર, શ્યામ છે. કારણ કે મિત્રાનો પુત્ર હોવાથી, નજર સામે દેખાતા બીજા તેના સાત પુત્રોની જેમ” આ અનુમાનમાં તૈયાયિક અને બૌદ્ધનાં કહેલાં હેતુનાં સમગ્ર લક્ષણો છે છતાં આ હેતુ રહેતુ નથી.
(૧) તપુત્રત્વ (મિત્રાના પુત્રપણું) તે આઠમા પુત્રમાં છે. આ પક્ષધમતા.
(૨) પ્રથમના સાત પુત્રોમાં શ્યામત્વ હોવાથી તે સાત પુત્રો સાધ્યવિશિષ્ટ છે માટે તે સપક્ષ કહેવાય, તેમાં તપુત્રત્વ હેતુ છે. માટે સપક્ષસર્વ.
(૩) જ્યાં જ્યાં શ્યામત્વ ન હોય તે સાધ્યાભાવવિશિષ્ટ જે રકતઘટ શ્વેતપટ ઈત્યાદિ તે વિપક્ષ, ત્યાં તપુત્રત્વ નથી, માટે વિપક્ષાસત્વ.
(૪) ઉપરોક્ત અનુમાનમાં કોઈ બાધા ન હોવાથી અબાધિતવિષયત્વ. (૫) અને શ્યામાભાવ સાધનાર અન્ય હેતુ સ્કુરાયમાણ ન હોવાથી અસત્પતિપક્ષ.
એમ પાંચે લક્ષણો સંભવે છે. છતાં સહેતુ નથી માટે બૌદ્ધ અને તૈયાયિકનું કરેલું આ લક્ષણ દોષયુકત છે.
પ્રશ્ન :- અહીં બૌદ્ધ એવી દલીલ કરે છે કે “વિપક્ષ અસત્ત્વ” આ નામનું જે ત્રીજું લક્ષણ છે. તે આ અનુમાનમાં નિશ્ચિત નથી. કારણ કે શ્યામાભાવ વાળો રક્તઘટ અને જેતપટાદિ લઈએ તો જરૂર “તપુત્રત્વ” હેતુનો અભાવ આવે છે. એટલે વિપક્ષાસત્ત્વ ઘટે છે પરંતુ જ્યાં જ્યાં શ્યામત્વ ન હોય, ત્યાં ત્યાં સર્વત્ર તપુત્રત્વ પણ અવશ્ય નિવર્તનીય જ હોય (એટલે કે ન જ હોય) એના માટે કોઈ પ્રમાણ જણાતું નથી. અર્થાત્ શ્યામત્વ ભલે ન હોય, પરંતુ તપુત્રત્વ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org