________________
૪૧૫
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૨
રત્નાકરાવતારિકા તેના (હેતુના) લક્ષણ તરીકે કહેવાયેલાં છે.
બૌદ્ધોનું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય છે કે જેમાં પક્ષધર્મત્વ આદિ ત્રણ લક્ષણો સંભવતાં હોય, અને યોગદર્શનકારોનું એવું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય કે જેમાં પક્ષધર્મવ આદિ પાંચ લક્ષણો સંભવતાં હોય. ત્યાં પક્ષધર્મત્વ આદિ પાંચે લક્ષણોનું સ્વરૂપ આ પ્રમાણે -
(૧) પક્ષધર્મત્વ = હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મત્વ, અનુમાનમાં મુકાયેલો હેતુ પક્ષમાં અવશ્ય હોવો જ જોઈએ, પક્ષમાં વિદ્યમાન હોવાથી તે પક્ષનો ધર્મ કહેવાય છે. જેમ કે પર્વતો વીમાનું ધૂમાત્ અહીં વહિં જ્યાં સાધ્ય છે ત્યાં ધૂમવત્વ એ પક્ષ એવા પર્વતનો ધર્મ છે. જે હેતુ પક્ષમાં વિદ્યમાન ન હોય તે પક્ષનો ધર્મ કહેવાતો નથી. જેમ કે ““રાઃ નિત્ય: ચાક્ષુષત્વત્િ'' અહીં શબ્દ નામના પક્ષમાં ચક્ષુહ્યત્વ હેતુ વિદ્યમાન નથી કારણ કે શબ્દ એ શ્રોત્રગ્રાહ્ય છે તેથી ચાક્ષુષત્વ એ પક્ષનો ધર્મ કહેવાતો નથી. જે સાચો હેતુ હોય છે તે પક્ષનો ધર્મ હોય છે પરંતુ શબ્દમાં ચાક્ષુષત્વની જેમ “ ધર્મઃ” પક્ષનો અધર્મ હોતો નથી. અર્થાત “હેતુ પક્ષમાં અવશ્ય હોય” એ હેતુનું પહેલું લક્ષણ છે.
(૨) સાક્ષસર્વ :- પર્વતમાં વદ્ધિ સાધ્ય હોય ત્યારે પાકિસ્થાન એટલે રસોઈની જગ્યા અર્થાત્ રસોડુ એ સપક્ષ છે. કારણ કે નિશ્ચિત સાધ્યવાનું જે હોય તે સપક્ષ કહેવાય છે. અને ત્યાં સદા ધૂમ “સન્'' વિદ્યમાન જ છે. માટે સપક્ષસત્ત્વ છે. પરંતુ “રીન્દ્રઃ નિત્ય: શ્રવત્રિીનું રીન્દ્રર્વવત્' આવું પ્રાભાકરો જે અનુમાન આપે છે. ત્યાં શ્રાવણ વહેતુ નિત્યત્વ ધર્મ વાળા આકાશમાંથી જેમ વ્યાવૃત્ત છે. તેમ સાચો હેતુ અપક્ષમાંથી કદાપિ વ્યાવૃત્ત હોવો જોઈએ નહીં. સપક્ષમાં હેતુ વિદ્યમાન જ જોઈએ આ હેતુનું બીજુ લક્ષણ છે.
(૩) વિપક્ષી :- પર્વતમાં વદ્ધિ સાધ્ય છે ત્યારે વહ્નિના અભાવવાળું જે સ્થાન તે વિપક્ષ. જેમ કે પયસ્વતિ - પાણીવાળું સ્થાન તળાવ-હદ અથવા સમુદ્રાદિ, ત્યાં હેતુ એવા ધૂમનું “સન' ન હોવું. અર્થાત્ સાધ્યના અભાવવાળા સ્થાનમાં હેતુનું ન હોવું એ વિપક્ષાસત્ત્વ એમ ત્રીજું લક્ષણ છે. પરંતુ “પર્વતો વહિમાનું પ્રમેયતાતુ” આ પ્રમાણે ત્યાં જ એટલે કે પર્વતપક્ષમાં વહ્નિ સાધવાનો હોય ત્યાં જ ધૂમને બદલે જો પ્રમેયત્વ હેતુ કહેવામાં આવે તો તે પ્રમેયત્વહેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) વિદ્યમાન છે. તેથી તે સાચો હેતુ કહેવાતો નથી. માટે તે પ્રમેયત્વની જેમ સાધ્યભાવમાં (વિપક્ષમાં) હેતુ ન જ હોવો જોઈએ. સારાંશ કે જેમ પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવવાળાં સરોવરાદિ સ્થાનોમાં વર્તમાન છે તેમ સાચો હેતુ વિપક્ષમાં કદાપિ વર્તમાન ન હોવો જોઈએ, આ હેતુનું ત્રીજું લક્ષણ છે.
(૪) વાષિવિપત્તિ :- અનુમાનમાં મુકાયેલું જે સાધ્ય હોય તે પ્રત્યક્ષ પ્રમાણ વડે અને આગમાદિ પ્રમાાગ વડે અબાધિત (બાધા-વિરોધ ન આવે તેવું) હોવું જોઈએ. જો અબાધિત સાધ્ય હોય તો તે અનુમાનના હેતુને અબાધિત વિષય કહેવાય છે. જેમકે પર્વતો વર્તમાન્ ધૂમાત્ અહીં વહ્નિ સાધ્ય અબાધિત છે માટે ધૂમ હેતુને અબાધિતવિષય કહેવાય છે. પરંતુ તેનોયવી અગ્નિ એ મનુષ્ક: = શીતળ છે કારણ કે દ્રવ્યવાન્ = દ્રવ્ય હોવાથી, નવત્ = જળની જેમ આ અનુમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org