________________
૪૦૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા જૈન :- અનુમાન પણ તેમ જ હો. એટલે કે અનુમાન પણ સર્વથા વસ્તુની સાથે અસંબંધિત (પરાભુખ) હોવાથી તેમજ હો એટલે કે અપ્રમાણ જ હો. તત્ત્વથી તો તમે અપ્રમાણ માન્યુ જ છે પરંતુ વ્યવહારથી પાણ તર્કની જેમ અનુમાન અપ્રમાણ જ હો. કારણ કે તર્ક જેમ સામાન્યનું બોધક છે તેમ અનુમાન પણ સામાન્યનું જ બોધક ધમકીર્તિના વચનથી છે. અને તમારા મતે સામાન્ય એ તો અસત્ છે. તો જેમ તર્કજ્ઞાન અસત્ એવા સામાન્યને જણાવનાર હોવાથી વિષયપરાડમુખતાના કારણે વ્યવહારથી પણ અપ્રમાણ માનો છો તેમ અનુમાનજ્ઞાન પણ અસત્ એવા સામાન્યને જ જણાવનાર હોવાથી વિષયપરાડભુખતાના કારણે વ્યવહારથી પણ અપ્રમાણ જ માનોને ?
બૌધ્ધ :- વસ્તુનિસિપિ - અનુમાન એ જો કે અવાસ્તુરૂપ (અસત્ રૂ૫) એવા સામાન્ય નિર્માસ (બોધ) કરાવતું હોવા છતાં પણ પરંપરાએ (પણ) પદાર્થની સાથે સંબંધવાળુ હોવાથી તેને વ્યવહારથી પ્રમાણ માની શકાય છે. પરંતુ તર્કને તો વ્યવહારથી પણ પ્રમાણ માની શકાતું નથી.
જૈન - કિં ન તift = તર્ક પણ તેવી જ રીતે પ્રમાણરૂપ કેમ ન માની શકાય ? અર્થાત્ અનુમાનની જેમ તર્ક પણ પરંપરાએ પણ સામાન્યાત્મક પદાર્થની સાથે સંબંધવાળો જ હોવાથી પ્રમાણ માનવો જોઈએ. વળી તર્ક અને અનુમાન આ બન્ને પ્રમાણો સામાન્યને જ વિષય કરે છે. પછી એક પદાર્થ પરાક્ષુખ છે અને એક પદાર્થ સન્મુખ છે ઈત્યાદિ કલ્પના તર્કરહિત છે.
તથા વળી “સામાન્યને”તમે સર્વથા અસત્ કહીને અવસ્તુ રૂપ જે કહો છો. તે પણ હજુ વિચારવાનું બાકી છે. કારણ કે સામાન્ય સર્વથા અસતું નથી. સ્વરૂપે સત્પદાર્થ છે. તેની ચર્ચા અદ્યાપિ = હજુ કેશરીસિંહના બચ્ચાના મુખ્ય ભાગમાં રહેલી દાઢાના અંકુરાઓને ખેંચવા તુલ્ય છે. જેમ સિંહના મુખ ભાગમાં રહેલી દાઢીનો મૂલભાગ ખેંચવો દુષ્કર છે તેમ સામાન્યને અવસ્તુરૂપ સિધ્ધ કરવી દુષ્કર છે. સામાન્ય વિના વિશેષ એકલું કદાપિ સંભવતું નથી. ધ્રુવપદાર્થ વિના પ્રતિક્ષણ વિનાશિત્વ સદા અસંભવિત જ છે. માટે “આ આની સાથે સદશ છે” આવા પ્રકારના સદશપરિણામ રૂપ આ સામાન્ય પ્રત્યક્ષાદિપ્રમાણોથી પરિચ્છેદ્ય જ છે. અર્થાત્ જણાય જ છે. તેથી પ્રત્યક્ષપ્રમાણની જેમ તર્ક અને અનુમાન આ બન્ને તાત્વિકપણે જ પમાણ છે. આ વાત પત્થરમાં કોતરેલી રેખા બરાબર છે. તેને કોઈ ઈશ્વર પાણી ફેરવી શકે તેમ નથી. ૩-થા अत्रोदाहरन्ति -
यथा यावान् कश्चिद् धूमः, स सर्वो वह्नौ सत्येव
भवतीति तस्मिन्नसति असौ न भवत्येव ॥३-८॥ અહીં હવે તર્કને યથાર્થ સમજાવવા તર્કનું ઉદાહરણ આપે છે કે - જેમ - જે કોઈ ધૂમ છે તે સર્વ ધૂમ વહ્નિ હોતે છતે જ હોય છે અને તે વ િન હોતે છતે આ ધૂમ ન જ હોય. ૩-૮
ટીકા :- મત્રાવમુરાદ્દામન્વયાતી, દ્વિતીયં તુ તિરંગાતી રૂ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org