________________
૪૦૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭
રત્નાકરાવતારિકા પ્રત્યક્ષના જ વિષયને જણાવે છે.” એમ કહેવું કેમ યોગ્ય કહેવાય ? આ કથન કોઈ પણ રીતે યોગ્ય નથી કારણ કે લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાન તો માત્ર લિંગને (ધૂમને) જ વિષય કરે છે. ધૂમને જ જણાવે છે. અને અનુમાન તો વળી સાધ્ય એવા વહ્નિને જણાવવાના વિષયવાળું છે. બન્નેનો વિષય ભિન્ન છે. તો તત્ = તે અનુમાન પણ તત્વ્યાપારમ્ = તે લિંગગ્રાહી પ્રત્યક્ષના વ્યાપારને જ જણાવે છે એમ તે જૈન ! તમે કેમ કહો છો ?
જૈન - જો આમ સમજો છો તો પૂર્વે પ્રવર્તેલું જે પ્રત્યક્ષજ્ઞાન છે તે તો પુરોવર્સ = સામે રહેલા નિયતક્ષેત્ર મહાન સાદિમાં અને નિયતકાલ (વર્તમાન) માં રહેલા વસ્ત્રક્ષUT = પોતાના વિષયભૂત માત્ર મહાન સંબંધી જ ધૂમ-વહિને રૂંક્ષા = જણાવવામાં તત્પર છે. અને તર્ક રૂપ વિકલ્પજ્ઞાન તો સાધ્ય અને સાધનના સામાન્યનો વિચાર જગાવવામાં બુદ્ધિવાળું છે તેથી સોft = તે તર્ક રૂપ વિકલ્પ પણ તડ્યાપારમ્ = તે પ્રત્યક્ષના જ વ્યાપારને જણાવે છે એમ હું બૌધ્ધ ! તમે કેમ કહો છો ?
ભાવાર્થ એવો છે કે – જેમ લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાન માત્ર લિંગને જ જણાવે છે અને અનુમાનજ્ઞાન સાધ્ય એવા વહ્નિને જણાવે છે માટે ભિન્નવિષય હોવાથી અનુમાનને તમે સ્વતંત્ર પ્રમાણ માનો છો. તે જ રીતે પૂર્વે પ્રવર્તેલું મહાન સાદિમાં જે ધૂમ-વહ્નિનું- પ્રત્યક્ષ જ્ઞાન તે નિયતક્ષેત્ર-કાલ વિષયક એક જ ધૂમવદ્ધિને જણાવનાર છે અને ત્યારબાદ થયેલો તકરૂપ વિકલ્પ તો સર્વક્ષેત્ર-સર્વકાલવિષયક ધૂમ-વહ્નિને (એટલે ધૂમસામાન્ય અને વહ્નિસામાન્યને) જણાવવામાં મનીષી = બુધ્ધિશાળી છે. ધૂમતીછિનધૂમજ્ઞાન અને દ્વિતીવવિદ્વિજ્ઞાન કરાવે છે. આ પ્રમાણે ધૂમત્વ અને વહ્નિત્વ રૂપ જે સર્વધૂમ-વહ્નિમાં વર્તતો સામાન્યધર્મ તેનો અવમર્ષ કરાવનાર છે માટે તર્કવિકલ્પ પણ અનુમાનની જેમ સ્વતંત્ર પ્રમાણ છે. ___ अथ "सामान्यममान्यमेव, असत्त्वात्" इति कथं तत्र प्रवर्तमानस्तर्कः प्रमाणं स्याद् इति चेत् ! अनुमानमपि कथं (प्रमाणं) स्यात् ? तस्यापि सामान्यगोचरत्वाव्यभिचारात् “अन्यत् सामान्यलक्षणं सोऽનુમાનચ વિષય:’ (ચાયવિ -૨૬-૨૭) તિ ધર્મવર્તિના વજીર્તનાત્ |
બૌધ્ધ :- હવે બૌધ્ધદર્શનકાર કદાચ એમ કહે છે - સાર્વત્રિક અને સાર્વદિક વસ્તુતત્ત્વને એટલે “સામાન્યને” જણાવતા જ્ઞાનને તમે તર્ક નામનું પ્રમાણ કહો છો. પરંતુ સામાન્ય” જ અમને તો અમાન્ય જ છે. કારણ કે આકાશપુષ્પ અને વધ્યાપુત્રાદિની જેમ તે સામાન્ય અસત્ છે. તેથી તત્ર = ત્યાં અસત્ એવા સામાન્યમાં પ્રવર્તતો તર્ક કેવી રીતે પ્રમાણ બને ? (બૌધ્ધોના સૌત્રાન્તિક આદિ ચાર ભેદો છે. તેમાં ત્રીજા પ્રકારના યોગાચારવાદી બૌધ્ધો જ્ઞાનને જ કેવળ માને છે, શેયને માનતા નથી અને માધ્યમિક નામના ચોથા પ્રકારના બૌધ્ધો સર્વશૂન્ય છે એમ માને છે. એટલે આ બન્ને બૌધ્ધવર્ગ શેય એવા ઘટ-પટાદિ પદાર્થરાશિને ન માનતા હોવાથી સર્વ ધૂમ અને સર્વવલિમાં રહેલા ધૂમત્વ અને વહ્નિત્વ નામના સામાન્યને પણ અમાન્ય કરે છે. તથા સૌત્રાન્તિક અને વૈભાષિક નામના પ્રથમ બે પ્રકારના બૌદ્ધો ઘટ-પટાદિ શેય પદાર્થોને માને છે. પરંતુ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org