________________
રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ
૪૦૨ ક્ષશિલમ્' માનતા હોવાથી પ્રતિસમયે ઘટ-પટાદિ શેયો વિશેષ-વિશેષ જ છે. સામાન્ય છે જ નહીં એમ માને છે. તેથી ઉપરોક્ત દલીલ કરે છે.)
જૈન - તો પછી “અનુમાન” પણ પ્રમાણ કેમ બનશે, કારણ કે તે અનુમાન પણ સામાન્યને જણાવવામાં” અવ્યભિચારી જ છે અર્થાત્ તે અનુમાન પણ સામાન્યને જ જણાવે છે. તમારા જ ન્યાયબિન્દુ શાસ્ત્રમાં તમારા જ ધર્મકીર્તિ મુનિ વડે કહેવાયું છે કે “સ્વલક્ષણથી જે અન્ય છે તે સામાન્ય છે અને તે સામાન્ય અનુમાનનો વિષય છે” વસ્તુ બે પ્રકારની છે. (૧) સ્વલક્ષણ રૂપ, અને (૨) સામાન્ય લક્ષણ રૂપ, જે “સ્વ-લક્ષણ” રૂપ પદાર્થ છે તે પ્રત્યક્ષપ્રમાણનો વિષય છે અને જે તેનાથી અન્ય છે અર્થાત્ “સામાન્ય લક્ષણ” રૂપ છે તે અનુમાનનો વિષય છે. ચક્ષુથી સામે રહેલ “ઘટ” પદાર્થ પોતે જાણાય તે સ્વલક્ષણ હોવાથી પ્રત્યક્ષ છે અને વૈકાલિક તથા સાર્વત્રિક ઘટમાં રહેલું ઘટવ જે જણાય છે તે સ્વલક્ષણથી અન્ય હોવાથી સામાન્ય લક્ષણ છે અને તે અનુમાન છે.
तत्त्वतोऽप्रमाणमेवैतद्, व्यवहारेणेवास्य प्रामाण्यात्, “सर्व एवायं अनुमानानुमेयव्यवहारो बुद्धयारूढेन धर्मधर्मिन्यायेन" इति वचनादिति चेत् ? तर्कोऽपि तथास्तु । अथ नायं व्यवहारेणापि प्रमाणम्, सर्वथा . वस्तुसंस्पर्शपराङ्मुखत्वात्, इति चेत् ! अनुमानमपि तथाऽस्तु । अवस्तुनिर्भासमपि परम्परया पदार्थप्रतिबन्धात् प्रमाणमनुमानमिति चेत्, किं न तर्कोऽपि । अवस्तुत्वं च सामान्यस्याद्यापि केसरिकिशोरवक्त्रक्रोडदंष्ट्राकुराकायमाणमस्ति । सदृशपरिणामरूपस्यास्य प्रत्यक्षादिपरिच्छेद्यत्वात् । इति तत्त्वत एवानुमानम् तर्कश्च प्रमाणम् प्रत्यक्षवदिति पापाणरेखा ॥३-७॥
બૌધ્ધ - અનુમાનને પણ અમે તો તત્ત્વથી (તાત્ત્વિક રીતે તો) અપ્રમાણ જ છે એમ માનીએ છીએ, વ્યવહાર (ઉપચાર) માત્રથી જ આ અનુમાન પ્રમાણ છે. શાસ્ત્રજ્ઞ પુરૂષોનું આવું વચન છે કે “સર્વે પણ આ અનુમાન અને અનુમેયનો વ્યવહાર બુદ્ધિમાં માત્ર કલ્પના કરાયેલા ધર્મધર્મીના ન્યાયથી જ છે.” સારાંશ કે અનુમેય એ ધર્મી અને અનુમાન એ ધર્મ એ માત્ર ઉપચારથી બુદ્ધિદ્વારા કરાતી કલ્પના જ છે, તાત્ત્વિક નથી, જેમ ઝાંઝવાના જળમાં જળ નથી અને જળબુદ્ધિ થાય છે. ત્યાં દૂર દૂર દેખાતું જલ તે ધર્મો અને તેમાં જલબુદ્ધિ તે ધર્મ આ માત્ર બુદ્ધિ દ્વારા કરાતી કલ્પના જ છે વાસ્તવિક પદાર્થ નથી. તેમ જ અનુમાન-અનુમેય વ્યવહાર પણ કાલ્પનિક છે. તાત્વિક નથી. માટે અમે અનુમાનને પણ વ્યવહારમાત્રથી જ પ્રમાણ માનીએ છીએ. તાવિક નહીં. તો અનુમાનની જેમ તકને પ્રમાણે માનવાની તમારી (જૈનોની) વાત કેમ સંગત થાય ?
જૈન - તડપ તથાગતું = તર્ક પણ તાત્વિક પ્રમાણ નહી, પરંતુ વ્યવહારમાત્રથી તો તે અનુમાનની જેમ જ પ્રમાણ હો. સર્વથા અપ્રમાણ માનવાની શું જરૂર ? - બી - ૩ ના - પરંતુ આ તર્ક તો વ્યવહારમાત્રથી પણ પ્રમાણ નથી. કારણ કે સર્વથા વસ્તુથી પરાભુખ છે. તર્કમાં જણાતું સામાન્ય તો વ્યવહારથી પણ અસત્ છે. તેથી તર્ક સર્વથા વસ્તુથી દૂર છે માટે વ્યવહારથી પણ અપ્રમાણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org