________________
રત્નાકરાવતારિકા
તર્કપ્રમાણનું નિરૂપણ
૪૦૦
પ્રત્યક્ષજ્ઞાનથી સર્વક્ષેત્રકાળના વિષયવાળો વિકલ્પ ઉઠશે, અને તે વિકલ્પ સાર્વત્રિકવ્યાપ્તિને જણાવશે. જેથી અનુમાન પણ સાર્વત્રિક થઈ શકશે. પર્વતાદિમાં પણ ધૂમ દેખવાથી વહ્નિનું અનુમાન હવે થઈ શકશે. તમે (જૈનોએ) આપેલો દોષ હવે અમને આવશે નહી.
જૈન (છેલ્લે છેલ્લે ઘણું જ સાચું બોલ્યા). અમે પણ એમ જ કહીએ છીએ કે હમણાં તમે જે કહ્યું. તેને એ પ્રમાણે કોણ ન માને ? અર્થાત્ બધા જ માને. કારણ કે સર્વક્ષેત્ર અને સર્વકાલના વિષયવાળો તર્કવિકલ્પ, પૂર્વે અનુભવેલા ઉપલંભ અને અનુપલંભ વડે જ ઉત્પન્ન થયેલો છે. અમે પણ એમ જ સ્વીકારીએ છીએ. પરંતુ વ્યાપ્તિની પ્રાપ્તિમાં આ તર્ક રૂપ વિકલ્પ જ પ્રમાણ તરીકે માનવો જોઈએ. “હ્ન હોતે છતે જ ધૂમ હોય છે'' અને વહ્નિ ન હોતે છતે ધૂમ હોતો નથી એમ પ્રથમ થયેલા ઉપલંભ અને અનુપલંભ રૂપ પ્રત્યક્ષાનુભવથી સર્વક્ષેત્રે અને સર્વકાલે આમ જ હોય છે આવા પ્રકારનો મનમાં જે વિકલ્પ ઉત્પન્ન થયો છે તે જ તર્કશાન છે. અને તેના વડે જ સર્વક્ષેત્ર અને સર્વકાલની વ્યાપ્તિ થાય છે. માટે વ્યાપ્તિની પ્રાપ્તિમાં તર્કરૂપ વિકલ્પને પ્રમાણ માનવું જ જોઈએ, પરંતુ નિયતક્ષેત્ર અને કાલના વિષયવાળા પ્રત્યક્ષપ્રમાણને ત્યાં જોડવું જોઈએ નહીં.
:
બૌધ્ધ :- તથાપ્રવર્તમાનોપં (તર્ક:) તે રીતે પ્રવર્તતો એવો આ તર્કરૂપ વિકલ્પ પૂર્વે પ્રવર્તી ચૂકેલા પ્રત્યક્ષપ્રમાણના વ્યાપારને જ (પૂર્વે પ્રત્યક્ષમાં જે જણાયું તેને જ) અભિમુખ કરે છે. પૂર્વે પ્રત્યક્ષ વડે જે જાણ્યું તેને જ જણાવે છે અધિક કંઈ જણાવતો નથી તેથી તહેવ તે પૂર્વના થયેલા પ્રત્યક્ષપ્રમાણને જ તંત્ર = તે વ્યાપ્તિ જ્ઞાનમાં પ્રમાણ માનવું જોઈએ, તર્કને પ્રમાણ માનવાની જરૂર નથી.
જૈન :- જો એમ છે તો વ્યાપ્તિજ્ઞાન પછી પ્રગટ થનારૂં અનુમાન જ્ઞાન પણ લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાનના વ્યાપારને જ અભિમુખ કરતું હોવાથી તે લિંગગ્રાહી પ્રત્યક્ષ જ વહ્નિના સંવેદનમાં પ્રમાણ હો.. અને અનુમાન પ્રમાણ પણ પ્રમાણ ન હો, એમ કેમ નથી માનતા ? સારાંશ કે
જો પૂર્વે પ્રવર્તેલા પ્રત્યક્ષના જ વિષયને તર્કજ્ઞાન જણાવે છે પરંતુ અધિક કંઈ જણાવતું નથી તેથી પ્રત્યક્ષજ્ઞાન જ વ્યાપ્તિમાં કારણ છે તર્કને પ્રમાણ માનવાની જરૂર નથી. આવી દલીલ જો તમે કરો છો તો વ્યાપ્તિજ્ઞાન થયા પછી તેના વડે પ્રગટ થતું જે તસ્માત્ પર્વતો વૃદ્ધિમાÀવ’' ઇત્યાદિ રૂપ અનુમાનજ્ઞાન પણ પૂર્વે મહાનસાદિમાં પ્રવર્તેલા ધૂમગ્રાહી પ્રત્યક્ષજ્ઞાનના વિષયને જ જણાવે છે. અધિક કંઈ પણ જણાવતું નથી માટે ત્યાં પણ પ્રત્યક્ષને જ પ્રમાણ માનોને ? અનુમાનને અધિક પ્રમાણ માનવાની શી જરૂર ?
अथ कथमेवं वक्तुं शक्यम् ? लिङ्गप्रत्यक्षं हि लिङ्गगोचरमेव, अनुमानं तु साध्यगोचरम् इति कथं तत् तद्व्यापारमामुखयेत् ? ( इति चेत्) तर्हि प्रत्यक्षं पुरोवर्ति स्वलक्षणेक्षणक्षुण्णमेव, तर्कविकल्पस्तु साध्यसाधनसामान्यावमर्षमनीषीति कथं सोऽपि तद् व्यापारमुद्दीपयेत् ? ।
બૌધ્ધ :- હે જૈન ! તમારી ઉપરોક્ત વાત સત્ય નથી. કારણ કે “અનુમાન પણ લિંગગ્રાહી
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org