________________
૩૯૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭
રત્નાકરાવતારિકા ૩, વહ્નિ બુઝાવાથી વદ્ધિની અધી ૪, અને સાથે જ ધૂમ બુઝાવાથી ધૂમાધી એમ ક્રમશઃ થયેલા પાંચમાં બીજું અને ત્રીજું એમ બે ઉપલંભરૂપ અને શેષ ત્રણ અનુપલંભરૂપ એમ કુલ પાંચ જ્ઞાનોથી જ વ્યાપ્તિ થઈ જાય છે. તર્કની જરૂર નથી.
આ પાંચ જ્ઞાનોમાં બીજુ અને ત્રીજુ જ્ઞાન ચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી ઉપલંભરૂપ છે અર્થાત્ પ્રત્યક્ષ રૂપ છે. અને પહેલું ચોથું અને પાંચમું આ ત્રાણજ્ઞાનો અનુપલંભરૂપ છે. અને અનુપલંભ પાણી આધારના પ્રત્યક્ષરૂપ છે. ધડા વિનાનું ભૂતલમાત્ર જ દેખાય તે જ અનુપલંભ છે અને તે જ ભૂતલનું પ્રત્યક્ષ છે. માટે શેષ ૩ અનુપલંભ પણ રસોડાના ભૂતલના પ્રત્યક્ષરૂપ છે. એમ પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જ વહ્નિ હોય ત્યારે ધૂમ થાય છે. અને વહ્નિ સમાપ્ત થાય ત્યારે ધૂમસમાપ્ત થાય છે આ વાત જણાય જ છે. તેથી તે પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જ વ્યાતિજ્ઞાન થઈ જશે, અને વ્યાતિજ્ઞાન વડે અનુમાન થઈ જશે, માટે તર્કપ્રમાણનો ઉપક્રમ કરવાની(માનવાની) જરૂર શું ?
સારાંશ કે ઉપલંભ તો પ્રત્યક્ષ છે જ, અને અનુપલંભ પણ આધારના પ્રત્યક્ષવિશેષ રૂપ જ છે. માટે પ્રત્યક્ષ જ વ્યાતિજ્ઞાનના તાત્પર્યને સમજાવવામાં ચતુરાઈથી શ્રેષ્ઠ બની જશે, તર્કપ્રમાણને રજુ કરવા વડે સર્યું.
જૈન :- ઉપલંભ અને અનુપલંભ સ્વરૂપ જે પ્રત્યક્ષ પ્રથમ પ્રવર્યું છે તે નિયતક્ષેત્ર-કાળના વિષયપણે (રસોડા માત્રમાં જ, અને તે પણ વર્તમાન કાલ માત્ર વિષયક જ) ધૂમ અને અગ્નિ જણાવવા રૂપે છે. પરંતુ સાર્વત્રિક અને સાર્વદિક ધૂમવદ્વિનું ગ્રહણ આ જ્ઞાન કરતું નથી તેથી ધૂમવદ્ધિની આ વ્યાપ્તિ પણ તાવના પ્રવ યાત્ = તે જ રસોડા પુરતી, અને તે જ વર્તમાનકાળ પુરતી જ આ પ્રત્યક્ષથી થાય છે તેથી અનુમાન પણ ત્યાં જ (રસોડામાં જ, વર્તમાનકાળમાં જ) થશે, આ કારણે પર્વતમાં ધૂમ દેખવાથી મહીધરની (પર્વતની) કંધરા (ગુફા) રૂપ અધિકરણમાં આશુશુક્ષણિ (અગ્નિ)ના વિષયવાળું અનુમાન કેમ થશે ?
પ્રત્યક્ષપ્રમાણ નિયતક્ષેત્રકાળ વિષયક છે. તેનાથી વ્યક્તિ પાણી નિયત ક્ષેત્ર-કાળ વિષયક જ થવાની, તેનાથી અનુમાન પણ નિયત ક્ષેત્ર-કાળવિષયક થશે, તે કારણથી પર્વતની ગુફામાં વહ્નિનું અનુમાન ધૂમ દેખવાથી નહી થાય. ___ तबलाद् बभूवान् विकल्प: सार्वत्रिकी व्याप्तिं पर्याप्नोति निर्णेतुमिति चेत् ? को नाम एवं नामस्त, तर्कविकल्पस्योपलम्भानुपलम्भसम्भवत्वेन स्वीकारात् । किन्तु व्याप्तिप्रतिपत्तावयमेव प्रमाणं कक्षीकरणीयः।
अथ तथाप्रवर्तमानोऽयं प्राक्प्रवृत्तप्रत्यक्षव्यापारमेवाभिमुखयतीति तदेव तत्र प्रमाणम् इति चेत् ? तर्हि अनुमानमपि लिङ्गग्राप्रित्यक्षस्यैव व्यापारमामुखयतीति तदेव वैश्वानरवेदने प्रमाणम्, नानुमानम् इति किं ન ચર્િ ?
બૌધ્ધ - તત્ત્ = તે નિયતક્ષેત્ર અને કાલના વિષયવાળા પ્રત્યક્ષપ્રમાણના બળથી (નમૂવાનું =) ઉત્પન્ન થનારો માનસિક વિકલ્પ એ સાર્વત્રિ સ્થાપ્તિ = સર્વ ક્ષેત્ર અને સર્વકાળના વિષય વાળી વ્યાપ્તિનો નિર્ણય કરાવવા માટે સમર્થ બનશે. સારાંશ કે - નિયતક્ષેત્રકાલના વિષયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org