________________
૩૭૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા જૈન - જે એમ છે તો અહીં અનુભવકાલે ઘાણા વિશેષોથી વિશિષ્ટ એવા દેવદત્તાદિનો બોધ છે. તેના કરતાં સ્મરણકાલે તો માત્ર કેટલાક જ વિશેષોથી વિશિષ્ટ દેવદત્તાદિ વસ્તુનો બોધ હોવાથી બસ્થાપિ = આ સ્મરણની પણ તો તત્ ન થાત્ = તે સ્વાતંત્ર્ય અર્થાત્ સ્વતંત્રપણું કેમ ન કહેવાય ? ચાક્ષુષાદિ અનુભવકાલે દેવદત્તાદિ પદાર્થો અતિશય સ્પષ્ટ જણાતા હોવાથી ઘણા-ઘણા ધમાં (એટલે કે પર્યાયો)થી વિશિષ્ટ અને અત્યન્ત સ્પષ્ટ જણાય છે જ્યારે સ્મરણકાલે તો તેમાંના માત્ર કેટલાક જ ધમોંથી યુક્ત અને તે પણ અસ્પષ્ટપણે દેવદત્તાદિ જણાય છે માટે સ્મરણ પણ અનુભવ કરતાં ભિન્નવિષયક હોવાથી તેની પણ સ્વતંત્રતા કેમ ન કહેવાય ?
ननु तेऽपि विशेषास्तावदनुभूती प्रत्यभुरेव, अन्यथा स्मरणमेव तन्न स्यात् इति चेत् ? नियत देशोऽपि पावको व्याप्तिग्राहिणि प्रत्यभादेव, अन्यथाऽनुमानमेव तन्न स्यात् • इति किं न चेतयसे ? ।
હવે સ્મૃતિને અપ્રમાણ માનનારા અન્યદર્શનકારો ટીકાકારની સામે આવો પ્રશ્ન કરે છે કે “સ્મૃતિમાં જે કેટલાક પર્યાયવિશેષો જણાય છે તે સર્વે પણ પર્યાય વિશેષ તો પૂર્વકાળમાં થયેલા અનુભવમાં જણાયા જ છે. જો પૂર્વકાલીન અનુભવમાં તે સ્મૃતિવિષયક પર્યાયો ન જણાયા હોય તો પછીના કાલે થનારું તે સ્મરણ જ ન સંભવી શકે, માટે સ્મૃતિમાં જણાતા કતિપયપર્યાયો અનુભવમાં જણાયેલા બહુપર્યાયોની અંતર્ગત જ હોવાથી સ્મૃતિ ગૃહીતગ્રાહી જ છે માટે અપ્રમાણ છે.
જૈનાચાર્ય :- જો આ પ્રમાણે તમે કહેતા હો તો અનુમાનમાં પર્વતાદિ નિયતક્ષેત્રના વિષયવાળો જણાતો પાવે = અગ્નિ પાંગ વ્યામિને જણાવનારા તર્કજ્ઞાનકાલે પાર જણાયેલો જ છે. કારણ કે સર્વક્ષેત્ર અને સર્વકાલના વહિને જણાવનારા તર્કશાનમાં પ્રતિનિયત એવું પર્વતાદિક્ષેત્ર આવી જ જાય છે. અન્યથા = જો એમ ન હોત તો એટલે કે તર્કજ્ઞાનકાલે જો પર્વતાદિ પ્રતિનિયત ક્ષેત્રનો વહ્નિ ન જણાયો હોય તો તે અનુમાન જ ન થાય આ વિચાર તને કેમ સૂઝતો નથી ?
સારાંશ કે સ્મૃતિમાં જણાતા પર્યાયો અનુભવજ્ઞાનમાં આવી ગયા છે માટે ગૃહીતગ્રાહી હોવાથી સ્મૃતિ અપ્રમાણ છે એવો તર્ક તને યોગ્ય લાગતો હોય તો આ જ તર્ક અનુમાનમાં તને કેમ સૂઝતો નથી ? અનુમાનમાં જણાતો વિષય પણ જે પ્રતિનિયત એવા પર્વતાદિ છે તે સર્વક્ષેત્રને જણાવનારા પૂર્વે થયેલા તર્કજ્ઞાનમાં આવી જ જાય છે તો અનુમાનને પણ ગૃહીતગ્રાહી હોવાથી તે અનુમાનને પણ અપ્રમાણ કેમ નથી માનતો ?
(અહીં પ્રત્યમુ રૂપ પ્રતિ ઉપસર્ગપૂર્વક મા ધાતુનું અઘતન ભૂતકાળનું બહુવચન છે. અને પ્રત્યમાત્ એ હ્યસ્તનનું એકવચનનું રૂપ છે.)
अथ तत्र सर्वे सार्वदिकाः सार्वत्रिकाच पावका: पुस्फुरुः, अनुमाने तु स एवैकश्यकास्तीत्युक्तमिति चेत् ? ननूत्तरमपि तत्रोक्तमेव मा विस्माीः ।
પ્રશ્ન :- હવે કદાચ તમે (અન્યદર્શનકારો) જે એમ કહેશો કે ત્યાં (વ્યાપ્તિને જણાવનારા તે) તર્કજ્ઞાનકાલ સર્વે = તૃણનો, પર્ણનો કે કાષ્ટનો, છાણાંનો કે ગેસનો બનેલો એમ સર્વપ્રકારના અગ્નિ, સાર્વત્રિા : = ત્રણેકાળના અગ્નિ, અને સાર્વત્રિક = સર્વ ક્ષેત્રના અગ્નિ - (પર્વત-ચત્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org