________________
૩૭૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા અનુમાનજ્ઞાન તૂતત્તૌ વાપેક્ષ, વિષયે તુ વતનમેવ ઈત્યાદિ અનુમાન દ્વારા જે જ્ઞાન થાય છે તે ઉત્પન્ન થવામાં પરને આધીન છે એટલે કે વ્યાપ્તિજ્ઞાનને આધીન છે. કારણ કે વ્યાતિજ્ઞાન થવા વડે જ અનુમાનજ્ઞાન થાય છે. પરંતુ નિયત એવા પર્વતાદિમાં વહિની કલ્પના કરાવવા રૂપ સ્વવિષયમાં સ્વતન્ત્ર જ છે. માટે અનુમાનજ્ઞાન તો પ્રમાણ જ છે. ઋરિવ તમાતું = જેમ સ્મૃતિ પૂર્વ અનુભવ દ્વારા જે જાણેલું છે. તેનું જ તત્ શબ્દ વડે અનુસંધાન કરાવવા દ્વારા અર્થપ્રતીતિ કરાવે છે. તેની જેમ તે (આ) અનુમાનમાં પૂર્વે અનુભવેલાનું અનુસંધાન (સંબંધ) કરાવવા દ્વારા અર્થપ્રતીતિ થવાનો અભાવ છે. માટે સ્મૃતિ અપ્રમાણ છે અને અનુમાન પ્રમાણ છે. સારાંશ કે અનુભવમાં જે દેવદત્ત જોયો છે તેનું જ સ્મૃતિજ્ઞાનમાં તત્ શબ્દ વડે સ્મરણ થાય છે. બન્નેનો વિષય એક જ છે. અને વ્યાતિજ્ઞાનમાં સર્વ કાલ અને સર્વક્ષેત્રનો સહચાર જણાય છે. પરંતુ અનુમાનમાં તો નિયત એવા પર્વતાદિ ક્ષેત્રમાં જ વર્તમાનકાલીન જ સહચાર જણાય છે. માટે અનુમાનમાં વ્યાતિજ્ઞાનની સાથે અનુસંધાન કરાવવા દ્વારા અર્થપ્રતીતિનો અભાવ છે. તેથી અનુમાનજ્ઞાનને અપ્રમાણ મનાતું નથી.
અન્યદર્શનકારો પોતાની આ માન્યતાને વધુ મજબુત કરવા માટે જણાવે છે કે શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણે -
(૧) પૂર્વકાલીન અનુભવાત્મક વિજ્ઞાનમાં જોયેલા વિષયની જે કાલાન્તરે યાદ તાજી થવા રૂપ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને જ સ્મૃતિ કહેવાય છે. પૂર્વજ્ઞાનને પ્રમાણ માન્યું તે જ બરાબર છે. પૂર્વજ્ઞાન વિના તે સ્મૃતિની જુદી પ્રમાણતા અલ્પ પણ જણાતી નથી. જેના
(૨) ત્યાં જે પૂર્વકાલમાં ચાક્ષુષાદિ અનુભવાત્મક વિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેની પ્રમાણતા મનાય છે. પરંતુ સ્મૃતિની પ્રમાણતા મનાતી નથી. કારણ કે તે પૂર્વે કરેલા અનુભવને ઉપસ્થાપન (આત્માની પાસે યાદ તાજી કરાવવા રૂપ નજીક લાવવા) માત્ર વડે સ્મૃતિ તો ચરિતાર્થ થઈ જાય છે. સ્મૃતિમાં બીજું કંઈ અધિક કાર્ય છે જ નહીં કે જેથી તેને સ્વતંત્ર ભિન્ન પ્રમાણ માનવાની આવશ્યકતા રહે. તેરા
तदपि न पेशलम् । स्मृतेरप्युत्पत्तिमात्रेऽनुभवसव्यपेक्षत्वात्, तदाहितसंस्कारात् तदुत्पत्तेः। स्वविषयपरिच्छेदे त्वस्याः स्वातन्त्र्यमेव । ननु नात्र स्वातन्त्र्यम्, अस्याः पूर्वानुभवभावितभावभासनायामेवाभ्युद्यतत्वात्। एवं तर्हि व्याप्तिप्रतिपादि(तर्क)प्रमाणप्रतिपन्नपदार्थोपस्थापनमात्रे प्रवृत्तेरनुमानस्यापि कुतस्याः स्वातन्त्र्यसङ्गतिः ?
ઉપર સમજાવ્યા મુજબ કેટલાક દર્શનકારોએ સ્મૃતિની જે અપ્રમાણતા કહી તે પણ મનોહર નથી. (યુક્તિસંગત નથી). અર્થાત્ સ્મૃતિની અપ્રમાણતાનું કથન મિથ્યા છે. (ફાસ્ત્ર = મનોહર). કારણ કે જેમ અનુમાનજ્ઞાન ઉત્પત્તિમાત્રમાં જ વ્યાપ્તિજ્ઞાનને પરવશ છે પરંતુ પોતાનો નિયતવિષય જણાવવામાં સ્વતંત્ર જ છે. તેવી જ રીતે સ્મૃતિ પણ ઉત્પત્તિમાત્રમાં જ પૂર્વે થયેલા ચાક્ષુષ પ્રત્યક્ષાદિ અનુભવની અપેક્ષા વાળી છે. અર્થાત્ ઉત્પત્તિ પુરતી જ અનુભવને પરવશ છે. કારણ કે પૂર્વે પ્રાપ્ત કરેલા તત્ = તે અનુભવથી ગાદિત = મેળવેલા-ગાઢ-કઢીભૂત કરેલા. એવા સંસ્કારથી તે સ્મૃતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org