________________
રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણિતાની ચર્ચા
૩૭૪ મહાન સાદિના અગ્નિ) જણાયેલા છે. અને અનુમાનમાં તો માત્ર સ વ પ = તે પર્વતસંબંધી જ એક વહ્નિ જણાય છે. ઈત્યાદિ તર્કજ્ઞાનમાં અને અનુમાનજ્ઞાનમાં તફાવત છે. માટે અનુમાનને પ્રમાણ માનવું જોઈએ. આ વાત અમે પૂર્વે ““થે વ્યાતિશાહનૈવેચેન પ્રતિપત્રી'' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહી ગયા જ છીએ.
ઉત્તર :- આવો પ્રશ્ન જો તુ કરે તો ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે ખરેખર અમે ઉત્તર પણ ત્યાં “તfé મનુમવે મૂયોવિરોષરાત્રિનઃ' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહેલો જ છે કે અનુભવમાં ઘણા પર્યાયથી વિશિષ્ટ અને સ્પષ્ટ પદાર્થ જણાય છે અને સ્મૃતિ કાલે કેટલાક જ પર્યાયોથી વિશિષ્ટ અને અસ્પષ્ટ પદાર્થ દેખાય છે. આવો ઉત્તર અને પૂર્વે આપેલો જ છે. અમે આપેલો તે ઉત્તર તું ભુલી
ननु न सर्वत्रैव कतिपयविशेषावसायव्याकुलं स्मरणम्, कचिद् यावदनुभूतरूपादिविशेषमपि तस्योत्पत्तेस्ततस्तत्र का गतिरिति चेत् ? नैवम्, न हि रूपादय एव विशेषा वस्तुनः, किन्तु अनुभूयमानतापि । न चासौ स्मरणे क्वापि चकास्ति, तस्यापि प्राचीनानुभवस्वभावतापत्तेः । किन्त्वनुभूततैव भावस्य तत्र भाति, इति सिद्धमनुमानस्येव स्मरणस्यापि प्रामाण्यम् ।
પ્રશ્ન :- હવે કદાચ સ્મૃતિને અપ્રમાણ માનનારા અન્યદર્શનકારો આવો પ્રશ્ન કરે કે અનુભવમાં બહુધર્મવિશિષ્ટવસ્તુનો બોધ છે અને સ્મરણમાં કેટલાક જ ધર્મવિશિષ્ટવસ્તુનો બોધ છે તેથી ભિન્નવિષય હોવાથી સ્મૃતિ પ્રમાણ છે. એમ તમે (જૈનો) કહો છો પરંતુ સર્વ ઠેકાણે (સર્વ સ્મૃતિઓમાં) કેટલાક જ ધર્મવિશેષોના નિર્ણયને કરાવવામાં વ્યાકુલ એવું સ્મરણ થાય એવો નિયમ નથી. (જેમ ક્યારેક અનુભવેલા ધર્મોમાંથી માત્ર કેટલાક જ ધર્મવિશિષ્ટ વસ્તુનું સ્મરણ થાય છે તેમ) ક્યારેક જેટલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ધમોંધી વિશિષ્ટ (આમ્રફલાદિ દેખવા-ખાવા-સુંઘવા રૂપ) અનુભવો કર્યા હોય તેટલા બધા અનુભવેલા સર્વ રૂપાદિ ધર્મોથી વિશિષ્ટ વસ્તુવાળા પણ તસ્ય = તે સ્મરણની ઉત્પત્તિ થાય છે. જ્યારે અનુભવમાં અને સ્મરણમાં સમાન એવા સર્વે ધમોંનો બોધ થશે ત્યારે તો સ્મરણ સમાનધર્મગ્રાહક હોવાથી અપ્રમાણ જ થશે. ત્યાં તમે (જેનો) શું જવાબ આપશો?
ઉત્તર :- રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ અનેક ધર્મો અનુભવકાલે પણ જણાય છે અને તે જ સર્વે ધમોં ક્યારેક સ્મરણકાલે પણ અવશ્ય જણાય છે. પરંતુ તે રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ જે ધમ છે તે જ વસ્તુના વિશેષધમ છે એમ નથી. પરંતુ એકધર્મ એવો પણ છે કે જે અનુભવકાલે જ જણાય છે સ્મરણકાલે કદાપિ જણાતો નથી. તે એક ધર્મ અનુભૂયમાનતા છે. સાક્ષાત્ વસ્તુનો અનુભવ કરવો તે અનુભૂયમાનતા, સાક્ષાત્ આમ્રફલને દેખવું, ચાખવું, સુંઘવું ઈત્યાદિ પાંચે ઈન્દ્રિયોથી જે અનુભવ કરવો તે અનુભૂયમાનતા, એ પણ વસ્તુનો વિશેષ ધર્મ છે. આ અનુભૂયમાનતા નામનો વિશેષધર્મ સ્મરણકાલે કયારેય પણ જણાતો નથી. જો જણાય તો તથાપિ = તે સ્મરણને પ્રાચીનકાળમાં થયેલા અનુભવ રૂપે માનવાની આપત્તિ આવે. અર્થાત્ પ્રાચીન અનુભવ રૂપ જ માનવું પડે. માટે સ્મરણકાલે કદાપિ અનુભૂયમાનતા ધર્મ જણાતો નથી. પરંતુ પદાર્થનો અનુભૂતતા ધર્મ જ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org