________________
૩૯૩
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬
રત્નાકરાવતારિકા
તેને તમે પ્રમાણ માનો છે. કારણ કે બૌધ્ધોનો આશય એવો છે કે “પદાર્થ વિના તેની સાથે તાદાત્મ્ય અને તદુત્પત્તિ રૂપ સંબંધથી બંધાયેલ લિંગ હોતું નથી, અત્ર વહ્રિસ્તિ વાહાત્ અહીં વહ્નિની સાથે તાદાત્મ્યસંબંધથી દાહ છે. અને અત્ર રિસ્તિ ધૂમાત્ અહીં વહ્નિની સાથે તદુત્પત્તિ સંબંધથી ધૂમ છે. તે બે પ્રકારના સંબંધથી બંધાયેલું લિંગ અર્થ વિના સંભવતું નથી, લિંગ વિના લિંગના વિષયનું જ્ઞાન થતું નથી, લિંગના જ્ઞાન વિના પૂર્વે ધારણ કરેલ (પૂર્વે જાણેલા) સાધ્ય-સાધનના સંબંધનું સ્મરણ થતું નથી અને પૂર્વસંબંધના સ્મરણ વિના અનુમાન થતું નથી.' એટલે (૧) અર્થ વડે લિંગનો સંભવ, (૨) લિંગ દ્વારા લિંગનું જ્ઞાન, (૩) લિંગજ્ઞાન દ્વારા પૂર્વનું સ્મરણ, અને (૪) પૂર્વસ્મરણ દ્વારા અનુમાન. આ પ્રમાણેના ‘‘પ્રાજ્મિા ='' પ્રવાહ વડે અંતે થનારૂં અનુમાન ‘‘અર્થ’’ની સાથે અવ્યભિચારી હોવાથી તત્ત્તિત્વસ્થ = સાર્વત્રિક અને સાર્વદિક વહ્નિ-ધૂમમાં રહેનારા વહ્નિત્વ અને ધૂમત્વાદિ રૂપ સામાન્યનો વિકલ્પ, ગન્યાવિસ્વક્ષને અગ્નિ આદિ રૂપ (અગ્નિ અને ધૂમરૂપ) સ્વલક્ષણમાં (અગ્નિ અને ધૂમરૂપ પોત પોતાના જ્ઞેયપદાર્થમાં), પ્રતિવન્ધાત્ સંબંધવાળો હોવાથી જેમ તે અનુમાન પ્રમાણ છે. એ જ પ્રમાણે સાદશ્યાદિ વિષય ન માનો તો પણ તદ્વિલ્પસ્થ
–
=
=
તે સાદશ્યાદિનો વિકલ્પ, સદશાદિ જ્ઞેય રૂપ સ્વલક્ષણમાં પ્રતિબંધ (સંબંધ) વાળો હોવાથી વપ = આ બિચારી પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ કેમ ન બને ?
સારાંશ કે સાર્વત્રિક અને સાર્વદિક વહ્નિ-ધૂમ રૂપ વિષય ત્યાં (વિવક્ષિત ક્ષેત્ર કાળમાં ન હોવા છતાં તેને જ વિષયરૂપે કરતો અગ્નિ-ધૂમ સંબંધી મનનો વિકલ્પ અગ્નિ-ધૂમાત્મક સ્વલક્ષણમાં (સ્વવિષયમાં) સંબંધવાળો છે માટે પ્રમાણ માનો છો તેવી જ રીતે સાદશ્યાદિને અસત્ માનો તો પણ તે સાદશ્યાદિને જ વિષય કરતો મનનો તે વિકલ્પ, સાદશ્યાદિ સ્વલક્ષણની સાથે પ્રતિબંધવાળો હોવાથી તેને જણાવતી આ પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ બનશે જ.
अथ “अयमनेन सदृश : " इति प्रत्यभिज्ञा प्रत्यक्षं वा ? क्वचित् किञ्चिदिति बूमः । अनुभूततया परोक्षमप्येकं साक्षादिवाध्यवस्यतः पश्यतश्चापरं प्रत्यभिज्ञैवेयम् । भवति च परोक्षस्यापि साक्षादिवाध्यवसाये प्रत्यक्षसर्वनाम्ना परामर्शः "एषोऽग्निरनुमीयते” “अयमस्य वाक्यस्यार्थः " इति । उभयं तु प्रत्यक्षेण लक्षयतः प्रत्यक्षमेवैतदिति ।।३-६॥
બૌધ્ધ :- આ આની સાથે સમાન છે” આવા પ્રકારનું ઉત્પન્ન થતું જ્ઞાન શું પ્રત્યભિજ્ઞા કહેવાય ? કે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય ?
જૈન :- કાંક કયાંક કંઈક કંઈક કહેવાય છે. અર્થાત્ કયાંક પ્રત્યભિજ્ઞા પણ કહેવાય અને કયાંક પ્રત્યક્ષ પણ કહેવાય છે. એવો અમારો ઉત્તર છે, એમ અમે જૈનો કહીએ છીએ. બૌધ્ધ :- તે જુદી જુદી રીતે બન્ને કહેવાય છે તે કેવી રીતે સમજવું ?
જૈન :- અવમૂ = આ સામે દેખાતો ગવયાદિ પદાર્થ, અનેન પૂર્વે અનુભવેલા અને હાલ અહીં હાજર નથી એવા પરોક્ષ ગવાદિપદાર્થની સાથે મનથી સરખાપણાનો વિકલ્પ કરતાં આ પ્રત્યભિજ્ઞા જ કહેવાય છે ગાય અનુભવેલી હોવાના કારણે પરોક્ષ હોવા છતાં પણ તે ગાય આદિ
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org