________________
રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો
૩૮૪ તે અભાવ પ્રમાણથી જ પરિચ્છેદ હોય એમ કેમ ન બને ? તેના માટે પણ ઉપમાન માનવાની શી જરૂર છે? જેમ વિસદશતા એ સદશતાના અભાવાત્મક જ હોવાથી અભાવપ્રમાણથી જ પરિચ્છેદ્ય છે. તેવી જ રીતે ગવયની સદશતા પણ વિસદશતાના અભાવાત્મક જ હોવાથી અભાવપ્રમાણતાથી જ પરિચ્છેદ થઈ જશે, તો પછી ઉપમાન પ્રમાણ માનવાની તમારે શું જરૂર?
મીમાંસક = જો ગાયમાં જણાતી ગવયની સદશતાને “વૈસીમાવઃ સારાં યાત્' વિસદશતાના અભાવરૂપ માનીએ તો “તે ગાય ગવય સદશ” છે એવો વિધિ મુખે (વિધાનાત્મક સ્વરૂપે) જે બોધ થાય છે તેવો ઉલ્લેખ ન થાય. એટલે કે આ સદશતા જો વિસદશતાના અભાવાત્મક હોત તો આ ગાય ગવયની સાથે વિસદશ નથી એમ નિષેધાત્મકપણે બોધ થાત, પરંતુ ગવયની સાથે સદશ છે એમ વિધાનાત્મકપણે બોધ ન થાત. અને બોધ વિધાનાત્મકપણે જ થાય છે. માટે સદશતાને વિસદશતાના અભાવ રૂપે કહી ન શકાય. તેથી અભાવ પ્રમાણમાં સમાવતાર ન થાય અને ભિન્ન એવું ઉપમાન પ્રમાણ માનવું જ જોઈએ.
જૈન :- તે આ ન્યાય રૂતરત્રા = મહિષની વિસદશામાં પણ તુલ્ય જ છે. જેમ ગવયની સદશતા વિધિમુખે જણાતી હોવાથી વિસદશતાના અભાવરૂપ નથી. તેવી જ રીતે ગાયમાં જણાતી મહિષની વિસદશતાપણ વિધિમુખે જ જણાતી હોવાથી સદશતાના અભાવરૂપ નથી કારણ કે “આ ગાય મહિષથી વિસદશ છે” એમ વિધિમુખે જ બોધ થાય છે તેથી તેને જણાવવા પ્રમાણાન્તર માનવું જ પડશે, અભાવ પ્રમાણમાં તેનો સમાવેશ નહી થાય. અને પ્રમાણાન્તર માનતાં પ્રમાણોની સંખ્યા અનિયત થશે. માટે મીમાંસકની વાત બરાબર નથી.
"स एवायं जिनदत्तः" इति तूर्ध्वतासामान्योदाहरणम्, आदिशब्दात् “स एवायं वहिरनुमीयते मया" “स एवानेनाप्यर्थ कथ्यते" इत्यादि स्मरणसचिवानुमानाऽऽगमादिजन्यम्, तस्माद् दीर्घम् हस्वम् अणु महद् नेदीयो दवीयो वेदम्, दूरादयं तिग्मस्तनूनपात्सुरभीदं चन्दनमित्यादि च सङ्कलनमात्रोदाहरणं मन्तव्यम् ।
“તે જ આ જિનદત્ત છે” આ સૂત્રમાં આપેલું દષ્ટાન્ત ઉર્ધ્વતા સામાન્યનું છે. કારણ કે જે પહેલાં જોયેલો જિનદત્ત હતો તે જ આ દેખાય છે. અહીં એક જ દ્રવ્યના કાલભેદે થયેલા પર્યાયભેદમાં દ્રવ્યના એકત્વની બુદ્ધિ છે. આ જ્ઞાન પણ સંકલનાત્મક હોવાથી પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. આવી રીતે જ્યાં જ્યાં પૂર્વાપર બે જાતના ભાવોની સંકલના કરાતી હોય તે સર્વે જ્ઞાનો પણ પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. તેના ઉપર વધારે અધિક દષ્ટાન્તો જણાવવા માટે આ છઠ્ઠા મૂલસૂત્રમાં છે. ત્યાર પદમાં જ્ઞાતિ શબ્દ લખેલો છે. તેથી આ મારિ શબ્દથી નીચેનાં દષ્ટાનો પણ પ્રત્યભિજ્ઞાનનાં જ જાણવાં.
(૧) “ વાવે વહ્નિનુમતે મા'' તે જ આ વહ્નિ હવે મારા વડે અનુમાન કરાય છે. આ દષ્ટાન્ત સ્મરણની પ્રધાનતાવાળૉ અનુમાનથી જન્ય છે. પૂર્વે કરેલા અનુભવથી થયેલું સ્મરણ અને અનુમાન એમ ઉભયજન્ય છે.
(૨) “ ઇવાનેના વર્ષે તે” આ પુરૂષ વડે પણ તે જ આ અર્થ કહેવાય છે” આ દષ્ટાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org