________________
સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા पूर्वविज्ञानविषयं, विज्ञानं स्मृतिरिष्यते । पूर्वज्ञानाद् विना तस्याः, प्रामाण्यं नावगम्यते ॥ १॥ तत्र यत् पूर्वविज्ञानं, तस्य प्रामाण्यमिष्यते । તનુપમ્યાનમાત્રા, સ્મૃતે: સ્થારિતાર્થતા ઘરા
તથા વળી બીજા કેટલાક દર્શનકારો પણ સ્મૃતિને પ્રમાણ માનતા નથી. આ વાક્યરચનામાં સ્મૃતિઃ સ્ત્રીલિંગ છે અને વિશેષ્ય છે તથા પ્રમાળમ્ એ નપુંસકલિંગ છે અને વિશેષણ છે. જો કે વિશેષણ-વિશેષ્યને સમાનલિંગ હોવું જોઈએ એવો સંસ્કૃતમાં સામાન્ય નિયમ છે તો પણ ખાસ વિધાનવિશેષ કરવું હોય તો આ નિયમ એકાન્તિક નથી. લિંગ કે વચન સમાન ન હોય એમ પણ ક્ષમા વીરસ્ય મૂળમ્, અથવા વેવાઃ પ્રમાળમ્, અથવા આમાનિ પ્રમાળમ્રૂત્યાવિ. સ્મૃતિને અપ્રમાણ માનવામાં નીચે મુજબ યુક્તિ તેઓ જણાવે છે.
બને છે જેમ કે
રત્નાકરાવતારિકા
-
Jain Education International
=
પૂર્વે ચાક્ષુષાદિ પ્રત્યક્ષપ્રમાણ વિગેરે દ્વારા જે અનુભવેલો વિષય છે તેનું જ ઉપદર્શન (યાદ તાજી) કરાવવા દ્વારા પદાર્થનો નિશ્ચય કરાવતી હોવાથી અર્થબોધ કરાવવામાં આ સ્મૃતિ પૂર્વે કરેલા અનુભવને પરવશ હોવાથી પ્રમાણ નથી.
ભાવાર્થ એવો છે કે પ્રથમ ચાક્ષુષાદિથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમ કે “આ દેવદત્ત છે.’’ ત્યારબાદ તેના જ ગાઢ સંસ્કાર થવા રૂપ વાસના થાય છે. ત્યારબાદ કાળાન્તરે ‘“મેં આવા પ્રકારના દેવદત્તને જોયો હતો'એવી યાદ તાજી થાય છે. આ ક્રમે થતી સ્મૃતિમાં પૂર્વકાલમાં થયેલા અનુભવની અંદર જોયેલો જ વિષય યાદ આવે છે. ન અનુભવેલો નવો અપૂર્વ કોઈ વિષય યાદ આવતો નથી. તે કારણથી સ્મૃતિ અપ્રમાણ છે. વળી પૂર્વે અનુભવ થયો હોય તો જ સ્મૃતિ થાય છે. વિના અનુભવે સ્મૃતિ થતી નથી. તે માટે સ્મૃતિ પૂર્વકાલીન અનુભવને આધીન (પરવશપરતંત્ર) હોવાથી પણ અપ્રમાણ છે. જે જ્ઞાન સ્વતંત્ર હોય અને અપૂર્વ અર્થબોધક હોય તે જ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. જ્યારે સ્મૃતિ તો અનુભવને આધીન અને અનુભવમાં જાણેલા જ વિષયને જણાવનાર હોવાથી અપ્રમાણ છે. આ પ્રમાણે કેટલાક દર્શનકારો માને છે.
આવી માન્યતા ધરાવનાર અન્યદર્શનકારોને કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે તો તમે અનુમાનને પ્રમાણ કેમ માનો છો ? કારણ કે અનુમાનજ્ઞાન પણ આવું જ છે. પર્વતાદિમાં થતું વહ્નિનું અનુમાન તેની પૂર્વકાલમાં થયેલા વ્યાપ્તિજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. અને વ્યાપ્તિજ્ઞાનકાળે જે વિષય જાણ્યો તે જ વિષય અનુમાનજ્ઞાનમાં પણ જણાય છે. એટલે જો તમે સ્મૃતિને અનુભવપરતંત્ર અને અનુભૂત અર્થબોધક હોવાથી અપ્રમાણ માનશો તો અનુમાનજ્ઞાન પણ પૂર્વકાલીન વ્યાપ્તિજ્ઞાનને પરતંત્ર અને વ્યાપ્તિજ્ઞાનથી અનુભૂત અર્થનું જ બોધક હોવાથી અનુમાનજ્ઞાન પણ અપ્રમાણ જ બનશે, પ્રમાણ મનાશે નહીં. (૧) પરતંત્રતા, અને (૨) અનુભૂત અર્થબોધકતા, એમ બન્ને હેતુઓ બન્નેમાં સમાન છે.
આવા પ્રકારનો પ્રશ્ન જો કોઈ આ અન્યદર્શનકારોને કરે તો તેઓ પહેલેથી જ તેનો ઉત્તર આપી દે છે કે
૩૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org