________________
૩૬૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા અર્થજન્ય ન હોવાથી અર્થાત અનર્થજન્ય હોવાથી તે સ્મૃતિજ્ઞાન પણ અપ્રમાણ છે એમ યોગદર્શનકારો માને છે.
મર્થનવીન્ એ હેતુવાચી પદ છે. મસ્યા: = આ સ્મૃતિની, તત્ = તે અપ્રમાણતાને, વિદ્ = કેટલાક દર્શનકારો, મામ્નાસિપુ: = માને છે. • કહે છે. આ પંક્તિથી તૈયાયિકો સ્મૃતિને અપ્રમાણ જે માને છે તે પૂર્વપક્ષ સિદ્ધ કર્યો. હવે તેમાં શું દોષ છે તે ટીકાકારશ્રી જણાવે છે કે -
તત્ર હેતુ સમવાર = તે તૈયાયિકોએ બતાવેલા અનુમાનમાં કહેલો અનર્થનત્વનું એવો જે હેતુ છે તે વ્યભિચારી છે - અનૈકાન્તિક છે, - સાધ્યાભાવમાં વર્તનારો છે. તે આ પ્રમાણે -
(૨) મત્ર, મૂત્ વૃષ્ટિ, તથાવિયવિશિષ્ટનવીપૂરના , (૨) મધુના, ઉત્તેતિ રામુ, તિજોરયત્,
(૧) અહીં હમણાં જ વરસાદ વરસેલો છે. કારણ કે તેવા પ્રકારનું અતિશય વધારે નદીમાં આવેલું પૂર દેખાય છે. આ ભૂતકાળમાં વરસેલા વરસાદને જગાવનારું અનુમાન છે. હાલ વર્તમાનકાળમાં વરસાદ વરસતો નથી. એટલે વર્તમાનકાળમાં અર્થ નથી. ભૂતકાળમાં “વરસાદ' રૂપ અર્થ હતો. છતાં આ અનુમાનને તૈયાયિકો પ્રમાણ માને છે. તથા (૨) હમણાં થોડા સમય પછી શકટનક્ષત્ર (રોહિણી નક્ષત્ર) ઉગશે. કારણ કે હાલ કૃતિકા નક્ષત્રનો ઉદય ચાલતો હોવાથી, આ ભાવિકાલમાં થનારા રોહિાગીના ઉદયને જગાવનારું અનુમાન છે. કારણ કે કૃતિકાના ઉદય પછી રોહિણીનો જ ઉદય થાય છે. આ અનુમાનને પણ તૈયાયિકો પ્રમાણ માને છે. અને રોહિણીનો ઉદય હાલ વર્તમાનકાળે ન હોવાથી આ અનુમાન અર્થજન્ય નથી.
પ્રથમ ભૂતકાળવિષયક અને બીજું ભાવિકાલવિષયક જે અનુમાન કહ્યું - આવા આવા પ્રકારનાં અતીત-અનાગતના વિષયને જણાવનારાં અનુમાનોની સાથે “૩નર્ધનત્વ” આ હેતુ વ્યભિચારી બને છે. કારણ કે “સ્મૃતિ , સપ્રમાT, ૩નર્થનત્વ, આ અનુમાનમાં જે ૩પ્રમાણતા સાધ્ય છે. તેનો અભાવ તે પ્રમાણતા, તે પ્રમાણતાવાળાં ઉપરોકત બન્ને અનુમાનોમાં વર્તમાનકાળે અર્થ ન હોવાથી મનનત્વીત્ હેતુ વર્તે છે. માટે સાધ્યાભાવવવૃત્તિ હોવાથી તૈયાયિકોએ સ્મૃતિને અપ્રમાણ સાબિત કરવા મુકેલો આ હેતુ વ્યભિચારી છે.
રૂત્યનુતિઃ વોચારયિતુમ્ = રૂતિ = આ કારણથી એટલે કે હેતુ દોષવાળો હોવાથી તૈયાયિકોએ કહેલો આ અનર્થજત્વહેતુ પંડિતોની સભામાં ઉચ્ચારણ કરવા માટે અનુચિત જ છે. જો પંડિતોની સભામાં આ હેતુ મુકીને સ્મૃતિને અપ્રમાણ સાબિત કરવા પ્રયત્ન કરશે તો પંડિતો તેઓના હેતુને ઉપરોકત બન્ને અનુમાનોની સાથે આ હેતુ વ્યભિચારી બનાવશે. માટે આવા દોષવાળા હેતુઓ પંડિતોની સભામાં બોલવા માટે યોગ્ય નથી.
परे तु मेनिरे “न स्मृतिः प्रमाणम्' पूर्वानुभवविषयोपदर्शनेनार्थं निश्चिन्वत्या: अर्थपरिच्छेदे पूर्वानुभवपारतन्त्र्यात् । अनुमानज्ञानं तूत्पत्तौ परापेक्षं, स्वविषये तु स्वतन्त्रमेव । स्मृतेरिव तस्मात् पूर्वानुभवानुसन्धानेनार्थप्रतीत्यभावात् । तदुक्तम् -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org