________________ રાજહૃદય ભાગ-૧૧ મુકાય છે. જેટલું આર્તધ્યાન વધે છે એટલું પોતે જે માર્ગે જવું છે, જ્ઞાનીના માર્ગે જવું છે, આત્માના માર્ગે જવું છે, એનાથી વિરુદ્ધ જાય છે. ઊલટી દિશામાં પોતે પરિણામ કરે છે. એવું આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મૂકાય છે. તે વાત સ્મરણ રાખી” એ વાતને લક્ષમાં રાખી કાંઈક “જ્ઞાનકથા લખશો.” પત્રની અંદર કોઈ સંયોગોની વાત લખવાને બદલે, તમારા સંયોગની વાત અમારી સાથે ચર્ચવાને બદલે, અમને એમાં રસ નથી એમ કહે છે, અમને જ્ઞાનકથામાં, જ્ઞાનની વાતોમાં રસ છે, આત્માની વાતોમાં રસ છે. આ ધંધા-વેપારની વાતથી અમે કંટાળેલા છીએ. અમને એમાં રસ નથી. મુમુક્ષુ - કોઈપણ પ્રતિકૂળ સંયોગોમાં મુંઝાવાથી કોઈ કર્મની નિવૃત્તિ થતી નથી. પૂજ્ય ભાઈશ્રી - મુંઝાવાથી કર્મની નિવૃત્તિ ન થાય, ઊલટાનું મુંઝવણ વખતે નવા કર્મ જોરદાર બંધાય છે, બળવાન કર્મ બંધાય છે. મુંઝાય એટલે આર્તધ્યાન કરે એટલે કાંઈ કર્મ છૂટી ન જાય, ઊલટાના એ વખતે આર્તધ્યાનને લીધે, મુંઝવણને લીધે બળવાનપણે નવા બંધાય છે. વિશેષ આપનું પત્ર આવ્યથી. આ વિષયમાં તમારો પત્ર આવ્યા પછી વધારે લખવું હશે તો લખશું. “આ અમારું લખવું તમને સહજ કારણથી છે. કોઈ ખાસ કારણથી નથી પણ સહજ કારણથી છે. એ જ વિનંતી.' વ્યવહારિક વિષયનો પત્ર છે તોપણ એમને આત્માના લાભ-નુકસાન ઉપર “સોભાગભાઈનું લક્ષ ખેંચ્યું છે. ઉદય સંબંધિત પત્રનો વિષય હોવા છતાં આત્માને લાભ-નુકસાન કેવી રીતે છે એ વિષય ઉપર ધ્યાન દોર્યું છે. પત્રાંક-૫૪૫ મુંબઈ, માગશર વદ 1, ગુરુ, 1951 કઈ જ્ઞાનવાત લખશો. હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે. આ. સ્વ. પ્રણામ. ૫૪૫મો પત્ર પણ સોભાગ્યભાઈ ઉપરનો છે. ચાર દિવસ પછી બીજો પત્ર લખેલો છે કે કાંઈ જ્ઞાનવાર્તા લખશો.