________________
૪
રાજહૃદય ભાગ-૧૧
૫૪૪મો પત્ર ‘સોભાગ્યભાઈ’ ઉપરનો છે.
આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે.' તમારો પત્ર મળ્યો છે. અહીંયાં સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિકારણમાં નિર્બળ હોય...' કોઈપણ જીવને માટે આ એક સિદ્ધાંત છે, કે જ્યારે પ્રારબ્ધના ઉદયે કમાણી ઓછી હોય અથવા ધંધામાં નફો ન થતો હોય, નુકસાન જતું હોય, અથવા ઓછા પ્રમાણમાં કામકાજ ચાલતું હોય એટલે એને નિર્બળ પ્રારબ્ધ કહેવામાં આવે છે કે અત્યારે નસીબ છે. કેમ કે કોઈ ગ્રાહકને બોલાવો તો કોઈ દુકાને ચડે એવું તો હોતું નથી. બોલાવવા જાવ તો કાંઈ કામ થાય નહિ. સામેથી આવે. સહેજે કામ થાય. થવું હોય તો થાય. એટલે પ્રારબ્ધના ઉદય પ્રમાણે વ્યવસાય ચાલે છે. એ વ્યવસાયમાં સરખાય ન હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે...' આ લોકો સામાન્ય રીતે જે વલણ અપનાવે એનાથી વિરુદ્ધ વાત છે. ઓછો ધંધો ચાલતો હોય ત્યારે વધારે ધંધો મેળવવા માટે, ગ્રહણ કરવા માટે, વધારે ને વધારે માણસ પ્રયત્ન કરી લે. અત્યારે ઓછું કામ ચાલે છે તો બીજું કામ ગોતો, ત્રીજું કામ ગોતો. આ ધંધો ગોતો, નવું કામ કાંઈક વિચારો એમ કરીને ઘણા ઉધામા શરૂ કરે. કેમકે માણસ નવરો હોય. ઓછો વ્યવસાય ચાલે એટલે ધંધામાંવ્યવસાયમાં નિવૃત્તિ હોય. બે કામ કરવાનો વધારે વિચાર કરે. ત્યારે એમણે બીજી રીતે શિખામણ આપી છે. જ્યારે પ્રારબ્ધની અંદર એ વ્યવસાય ઘટ્યો છે, તો પ્રવૃત્તિ વધારે ન કરવી. અથવા વધારે પ્રવૃત્તિ કરવાના વિચાર ન કરવા, પરિણામ ન કરવા, પ્રયત્ન ન કરવો.
‘અથવા ધીરજ રાખી....' તો શું કરવું ? જરા શાંતિ રાખવી. ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે;...' અને જેટલી કરવાની હોય, જેટલી પ્રારબ્ધ ઉદયે પ્રવૃત્તિ હોય એ પણ શાંતિથી બીજા બે પડખા વધારે વિચારીને કરવું. એટલે વધારે નુકસાન જાતું હોય વધારે નુકસાન જવાની અંદર ગફલતમાં પોતે ન રહે. આમ તો જે થવાનું હોય તે થાય છે. પણ પોતે ગફલતમાં રહ્યો એ એને પોતાને વસવસો રહે છે. એટલે બે બાજુ વધારે સંભાળીને જેટલી પ્રવૃત્તિ કરવી એટલી શાંતિથી કરવી, ઉતાવળું કોઈ પગલું ભરવું નહિ.
મુમુક્ષુ :–.. લૌકિકમાં તો ...
પૂજ્ય ભાઈશ્રી :– હા, ઉલજીને પડે. નવો હોય તો એમ થાય કે મારી કમાણી ઘટી ગઈ, મારી આવક ઘટી ગઈ. કેટલાકને Seasonal ધંધા હોય છે, Seasonal business હોય છે. તો જે Season માં એ નિવૃત્ત હોય એ Seasonમાં એ કાંઈકને