________________
પત્રાંક-૫૪૪
3
પૂજ્ય ભાઈશ્રી :– અઘરું પોતે કર્યું છે માટે અઘરું થયું છે. અરુચિએ કરીને અઘરું છે. એ કાર્યની પોતાને રુચિ નથી માટે અઘરું છે. જરૂરત નથી લાગી માટે અઘરું છે. કરવા બેસે તો એટલું અઘરું નથી. એને સ્વાધીન કાર્ય છે, કોઈ પરાધીન કાર્ય નથી.
એ અનંત જ્ઞાનીપુરુષો કહી ગયા છે એટલું જ નહિ પણ એમ કહીને એ સ્વરૂપમાં શમાયા પણ છે. પછી એને અન્યપદાર્થમાં તાદાત્મ્યપણું છોડીને પોતાના સ્વરૂપને વિષે પરિણામને એકાગ્ર કર્યાં છે. સર્વ પરિણામને સ્વરૂપમાં એકાગ્ર કર્યા છે, વ્યાપ્યવ્યાપકપણે કર્યાં છે. એવું એમનું કથન પણ છે અને એવું એમનું એ રીતે પરિણમન પણ થયું છે.
એ બે લીટીનું એક પોસ્ટકાર્ડ કોઈને લખેલું છે. ઘણા પોસ્ટકાર્ડમાં માત્ર એ સ૨નામા લખતા. જેને ઉદ્દેશીને પત્ર લખ્યો હોય એને સંબોધન ન લખે. માત્ર પોસ્ટકાર્ડ મળેલું છે. એ પોસ્ટકાર્ડ ઉપરથી સંબોધન ટાંકવાની પદ્ધતિ ગ્રંથમાં બહુ ઓછી છે એટલે એ રીતે ત્યાં લખાણ નથી આવ્યું કે કોને પત્ર લખ્યો છે.
પત્રાંક-૫૪૪
મુંબઈ, કારતક વદ ૧૩, રિત, ૧૯૫૧
આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી ક૨વી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો; તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશો. વિશેષ આપનું પત્ર આવ્યેથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જવિનંતી.