________________
રાજહૃદય ભાગ-૧૧
તાદાત્મ્યપણું કહે છે. આત્મા એટલે પોતે. તેને આત્મા માન્યો. તદ્ન એટલે તે. તેને આત્મા માન્યો, તેને જ આત્મા જાણ્યો અથવા અન્ય પદાર્થમાં પોતાપણું ભાસ્યું એને તાદાત્મ્યપણું કહે છે. શાસ્ત્ર પરિભાષામાં એને અધ્યાસ પણ કહેવામાં આવે છે. અધ્યાસ કહે છે, કોઈવાર અધ્યવસાન કહે છે, એકત્વ પરિણામ કહે છે, તાદાત્મ્યપણું કહે છે, તલ્લીનપણું કહે છે. એવું જે બીજા પદાર્થમાં પોતાપણું ભાસ્યું છે. બીજો પદાર્થ તે દેહ છે કે બીજો કોઈ સંયોગ છે કે જેમાં પોતાપણું ભાસ્યું છે તે પોતાપણું નિવૃત્ત થાય. પદાર્થ તો પદાર્થ છે, પદાર્થના સ્વરૂપમાં. પોતે પોતાના સ્વરૂપમાં છે, અન્યપદાર્થ અન્યપદાર્થના સ્વરૂપમાં છે. ભ્રાંતિએ કરીને તાદાત્મ્યપણું ભાસ્યું છે, તે ભાસવું નિવૃત્ત થાય એવી ભ્રાંતિ મટે તો આત્મા સહજ સ્વભાવે મુક્ત જ છે. આત્માને મુક્ત કરવા માટે બીજું કાંઈ કરવું પડે એમ નથી. નાસ્તિથી (કહ્યું). બીજું કાંઈ કરવું નહિ પડે.
એક આ તાદાત્મ્યપણું છે એનો અભાવ ક૨, અનો નાશ કર. એટલે આત્મા તો આત્મા છે. પોતાના સ્વરૂપે જેવો તે છે તેવો છે. આ ભ્રાંતિએ કરીને જે સત્ય સ્વરૂપ છે તે સત્ય સ્વરૂપ તને દેખાતું નથી, જણાતું નથી. એમ ઋષભદેવ ભગવાનથી જેટલા અત્યાર સુધીના જ્ઞાનીઓ થયા તે બધા અનંત જ્ઞાનીઓએ આ વાત કરી છે. છ મહિનામાં ૬૦૮ જાય છે ને ? એક ક્રોડાક્રોડી સાગર તો ચોથા આરાનો ગયો. એટલે કેટલા જ્ઞાનીઓ થઈ ગયા ? કે જેટલા થયા એ બધા. અનંત કહેતા જેટલા થયા તેટલા બધાનો એક જ અભિપ્રાય છે, કે આ જીવને ૫૨૫દાર્થમાં પોતાપણાની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છૂટે, એ ભ્રાંતિ મટે તો આત્મા જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને અનુભવગોચર થાય. સ્વરૂપે કરીને આત્માને બંધન નથી, સ્વરૂપે કરીને આત્માને સંસાર નથી, સ્વરૂપે કરીને આત્માને કોઈ વિભાવભાવ નથી. એ વિભાવ પર્યાય આત્માને નથી. મૂળ સ્વરૂપે તો અનાદિઅનંત છે.
મુમુક્ષુ :– કામ તો આટલું નાનું છે.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– આટલું નાનુ ગણો, મોટું ગણો, જેવડું ગણો તેવડું ગણો, અપેક્ષા છે એ બધી નાના-મોટાની. કામ આટલું છે, કે પોતાની ભ્રાંતિ પોતાને છૂટે તો આત્મા જેવો છે એવો અનુભવગોચર થાય. પછી એને હું બંધાયો છું એવો અનુભવ નહિ થાય. મારે સ્વરૂપમાં મુક્તિ કરવી છે, એવો વિકલ્પ પણ એનો શાંત થઈ જશે. મારે મુક્ત થવું છે, મોક્ષ પામવું છે, એ ઇચ્છા એને શાંત થઈ જશે. કેમ કે પોતે સ્વરૂપે કરીને અબંધ છે, બંધાયો જ નથી પછી મુક્ત કરવાનો પ્રશ્ન રહેતો નથી.
મુમુક્ષુ :– અઘરું કેમ થઈ પડ્યું છે ?