________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્માસ્કંધ પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી, કાર્મણરૂંધાત્મકકર્મને “દ્રવ્યકર્મ” કહેવાય છે. દ્રવ્યકર્મનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે.
જેને શાસ્ત્રીય પરિભાષામાં “ભાવકર્મ” કહેવાય છે. તેમાંથી મિથ્યાત્વ અને અવિરતિનો સમાવેશ “કષાયમાં થઈ જાય છે. જેથી સંક્ષેપમાં કહીએ તો દ્રવ્યકર્મબંધનું કારણ મુખ્યતયા “કષાય” છે. કષાયનાં કારણે જીવમાં અનેક પ્રકારનાં વિકારો ઉત્પન્ન થાય છે. મહાપુરુષોએ આ સર્વે વિકારોનું વર્ગીકરણ કરીને તેને રાગ અને દ્વેષ એમ બે વિભાગમાં વહેંચી દીધા છે. કારણ કે જીવનો કોઇપણ જાતનો માનસિક વિકાર રાગમૂલક અથવા વૈષમૂલક હોય છે. તેથી જીવના વિવિધ વિકારોનો સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. એટલે દ્રવ્યકર્મબંધનું કારણ રાગ-દ્વેષ છે.
જેમ કરોળિયો પોતાની જ પ્રવૃતિથી પોતે જ બનાવેલી જાળમાં ફસાય છે. તેમ જીવ પણ પોતાની અજ્ઞાનતાના કારણે રાગ-દ્વેષાત્મકપરિણામથી પોદ્ગલિકકર્મની જાળ બનાવી તેમાં ફસાય છે.
પૌગલિક (દ્રવ્ય) કર્મની જાળનું કારણ રાગદ્વેષાત્મક ભાવકર્મ છે. અને ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે. જ્યારે બાંધેલું દ્રવ્યકર્મ પરિપકવ થઈને જીવને સુખ-દુઃખાદિ આપતું હોય છે. ત્યારે તેને શાસ્ત્રીય પરિભાષામાં “કર્મોદય” કહેવાય છે. જીવને દ્રવ્યકર્મનો ઉદય થતા જ રાગ-દ્વેષાત્મક પરિણામ ઉત્પન્ન થઇ જાય છે. માટે દ્રવ્યકર્મોદય એ ભાવકર્મનું કારણ બને છે.
આમ દ્રવ્યકર્મોદયથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મની પરસ્પર કાર્યકારણભાવની પરંપરા અનાદિકાળથી ચાલુ છે માટે કર્મ બે પ્રકારે કહ્યું છે. (૧) દ્રવ્યકર્મ, (૨) ભાવકર્મ
૧૦
For Private and Personal Use Only