________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ પૌદ્ગલિક ચીજને કર્મ કહે છે. અને જૈન સિવાયના સર્વ દર્શનકારોનું એવું માનવું છે કે જીવ જે કાંઈ સારી કે ખોટી પ્રવૃતિ કરે છે તેનાં સંસ્કાર આત્મામાં મૂકતો જાય છે. આ સંસ્કાર એ જ કર્મ છે. એટલે જૈનમતમાં “પુગલ દ્રવ્યાત્મક કર્મ” છે. અન્ય દાર્શનિકોના મતે “સંસ્કારાત્મકકર્મ” છે.
આ પ્રમાણે કર્મના સ્વરૂપમાં મતભેદો છે. તેમજ અન્યદાર્શનિકો સંસ્કારાત્મક કર્મને વાસના, અવિજ્ઞપ્તિ, કર્ભાશય, પ્રકૃતિ, ધર્માધર્મ, અષ્ટ, અપૂર્વ વિગેરે અલગ અલગ નામથી ઓળખાવે છે.'
કેટલાક પાશ્ચાત્ય ફિલોસોફર કર્મને ગુડલક, બેડલક, દૈવ, ભાગ્ય, નસીબ વિગેરે કહે છે.
ભારતીય દર્શનોમાં કર્મબંધના હેતુ અંગેની માન્યતા
• જૈનદર્શનમાં કર્મબંધનું કારણ “મિથ્યાત્વાદિ” કહ્યું છે.
બૌદ્ધદર્શનમાં કર્મબંધનું કારણ “રાગ-દ્વેષ-મોહાદિ” કહ્યું છે. યોગદર્શનમાં કર્મબંધનું કારણ પ્રકૃતિ પુરુષનું “અભેદજ્ઞાન” કહ્યું છે.
નૈયાયિક વૈશેષિકદર્શનમાં કર્મબંધનું કારણ “મિથ્યાજ્ઞાન” કહ્યું છે. • વેદાન્તાદિમાં કર્મબંધનું કારણ “અવિદ્યા” કહ્યું છે.
For Private and Personal Use Only