________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જેમ વૃક્ષની ઉત્પત્તિનું કારણ માત્ર બીજ નથી પણ બીજ ઉપરાંત હવા-પાણી-પ્રકાશાદિ છે તેમ કર્મફળનું કારણ માત્ર કર્મ નથી પણ કર્મ ઉપરાંત ઈશ્વર પણ છે. તે તટસ્થ ન્યાયાધીશ તરીકે સર્વે જીવોના કર્મોનો હિસાબ-કિતાબ કરી સ્વ-સ્વ કર્માનુસારે જીવોને સુખદુ:ખ આપવાનું કામ પોતે જ કરે છે. આમ, ઈશ્વર પોતે જ કોઇને સુખી, તો કોઇને દુઃખી, કોઇને રાજા, તો કોઇને રંક કરતો હોવાથી, જગતની વિચિત્રતાનું કારણ ઈશ્વર છે. જગતનો સંચાલક ઈશ્વર છે. જગતનો વિનાશક પણ ઈશ્વર
છે. આવું માનનારા લોકોને ઈશ્વરકર્તૃત્વવાદી કહેવાય છે.
આ વાત જૈનો તેમજ કેટલાક અન્યદાર્શનિકોને માન્ય નથી. કારણ કે જૈનમતાનુસાર ઈશ્વર તો વીતરાગ છે. માટે કોઇ જીવને સુખી કરવો કે કોઇ જીવને દુઃખી કરવો તે ઈશ્વરનું કામ નથી. સુખ કે દુઃખ જે કાંઇ જીવ ભોગવી રહ્યો છે. તેનો નિર્માતા જીવ પોતે જ છે. પૂર્વકૃત અધર્મ=પાપથી જીવ દુઃખી થાય છે. અને પૂર્વકૃત ધર્મપુણ્યથી જીવ સુખી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ શુભાશુભ વૃત્તિ કે પ્રવૃતિને અનુરૂપ કર્મબંધ કરે છે. તે વખતે જીવના પ્રયત્નથી કર્મપુદ્ગલો સુખદુઃખ આપવા સમર્થ બનતા હોવાથી કાર્મિક પ્રક્રિયાનાં સ્વાભાવિક નિયમાનુસાર યોગ્યક્ષેત્રે યોગ્યકાળે ફળપ્રાપ્તિ થાય જ છે. માટે કર્મ અને કર્મના ફળની વચ્ચે કર્મફલદાતા તરીકે ઈશ્વરને લાવવાની જરૂર નથી.
યદ્યપિ આપણે (જૈનો) ઇશ્વર-પરમાત્માને માનીએ છીએ પણ તેમાં દૃષ્ટિ જુદી જ છે. જિનેશ્વરદેવોએ આપણને દુઃખમય સંસારથી મુક્ત થવા માટે સરળ, સાચો રાજમાર્ગ બતાવ્યો છે. મોહ નિદ્રામાંથી જાગૃત કરી મોક્ષમાર્ગે સ્થિર થવા માટે પ્રેરક ઉપદેશ આપ્યો છે, માટે ૫૨માત્મા પરમ ઉપકારક, તારક, દુઃખોથી ઉગારનારા, બોધિલાભ પ્રદાન કરનાર છે. તેમની ભક્તિ ન કરીએ તો કૃતઘ્નતાનો મહાદોષ લાગે વળી આપણા કર્તાપણાનું અભિમાન ટાળવા માટે જે કાંઇ છે તે ભગવાનના પસાયથી મળ્યું છે.” એમ વ્યવહાર ઉચિત કહીએ પણ છીએ એટલે ઈશ્વર -પરમાત્માને આપણે વ્યવહારથી કર્તા માનીએ છીએ. પણ
""
ઈશ્વરકર્તૃત્વવાદી નથી.
દ
For Private and Personal Use Only