________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પરંપરા તે “વાસના” કહેવાય. એટલે યોગદર્શનમાં કર્મને “કર્ભાશય” કે “વાસના” કહે છે.
• સાંખ્યદર્શન : સાંખ્યદર્શનના આદ્યપ્રણેતા “કપિલદ્રષિ” છે. તેમનું એવું માનવું છે કે,
આત્મા ફૂટસ્થ નિત્ય છે. અકર્તા છે, અભોક્તા છે. પરંતુ પ્રકૃતિનાં સંસર્ગથી આત્માને સંસારમાં ભટકવું પડે છે. જેમ લંગડો માણસ ગમનાગમનની ક્રિયામાં નિષ્ક્રિય હોવાં છતાં પણ આંધળા માણસની સહાયતાથી, તેના ખભા ઉપર ચઢીને નગરમાં ફરતો વિવિધ પ્રકારના નાટકોને જાએ છે. તેમ પંગુતુલ્ય આત્મા નિષ્ક્રિય છે, તો પણ અંધ માણસ તુલ્ય પ્રકૃતિના સંસર્ગથી સક્રિય બની ને સંસારમાં ભટકી રહ્યો છે. જ્યારે આત્માને પ્રકૃતિથી વિયોગ થાય છે. ત્યારે આત્માનો મોક્ષ થાય છે. માટે સાંખ્યમતમાં કર્મને “પ્રકૃતિ” કહે છે
• ન્યાયદર્શન તથા વૈશેષિકદર્શન • તૈયાયિકદર્શનના આદ્ય પ્રણેતા ગૌતમ ઋષિ છે. વૈશેષિકદર્શનના આદ્ય પ્રણેતા “કણાદઋષિ" છે. તેમનું એવું માનવું છે કે,
જીવ રાગ દ્વેષ અને મોહને લીધે જે કંઈ કરે છે. તે પ્રવૃત્તિથી ધર્મ-અધર્મની ઉત્પત્તિ થાય છે. તેમાં સારી પ્રવૃત્તિ દ્વારા ધર્મની ઉત્પત્તિ થાય છે. અને ખરાબ પ્રવૃત્તિ દ્વારા અધર્મની ઉત્પત્તિ થાય છે.
તે લોકો કર્મને ધર્મ-અધર્મ [પુણ્ય-પાપ] કહે છે તેનું બીજું નામ “અદષ્ટ” છે. તેમનું એવું માનવું છે કે ક્રિયા=પ્રવૃત્તિ ક્ષણિક છે ક્ષણવારમાં ક્રિયાનાશ પામતી હોવાથી તેનું ફળ જન્માંતરમાં કેવી રીતે મળે ? .
આ પ્રશ્નના સમાધાન માટે અદષ્ટની કલ્પના કરી છે ક્રિયા દ્વારા આત્મામાં અદષ્ટ જન્મે છે ક્રિયાજન્ય અદષ્ટ આત્મામાં પડ્યું રહે છે તે અદષ્ટ ક્રિયા અને ફળની વચ્ચે કડી સમાન હોવાથી વિપાક કાળે સુખ દુઃખ રૂપે ફળનો અનુભવ કરાવીને ચાલ્યું જાય છે. પરંતુ અદષ્ટ પોતે પોતાની મેળે કશું કરી શકતું નથી માટે અદષ્ટને અનુસારે કર્મફળને આપનાર ઈશ્વર છે તેમ તેઓનું માનવું છે. એટલે કર્મફળનું કારણ માત્ર કર્મ નથી પણ કર્મ ઉપરાંત સર્વશક્તિમાન ઈશ્વર પણ કર્મફળનું કારણ છે.
For Private and Personal Use Only