________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. ત.- આત્મા, આકાશ વિગેરે સત્ વસ્તુનું કોઈ કારણ નથી. માટે તેઓનું અસ્તિત્વ કાયમી હોય છે. અને ખપુષ્પાદિ અસત્ વસ્તુનું કોઈ કારણ ન હોવાથી તેઓનું અસ્તિત્વ સદાને માટે ન હોય= સદાને માટે નાસ્તિત્વ જ હોય માટે આત્મા આકાશ ખપુષ્પાદિનું અસ્તિત્વ, નાસ્તિત્વ નિર્દેતુક સિદ્ધ થાય છે. પરંતુ જગતની વિચિત્રતા- રૂપ કાર્યો સદાને માટે હોય જ, કે સદાને માટે ન જ હોય, એવો કોઈ નિયમ નથી. જગતની વિચિત્રતા અસ્થિર છે. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. માટે તર્કદષ્ટિએ જગતની વિચિત્રતા નિર્દેતુક સિદ્ધ થતી નથી પરંતુ સહેતુક સિદ્ધ થાય છે. માટે જગતની વિચિત્રતારૂપ કાર્યોનું કોઈ પણ કારણ માનવું જ પડશે. જે કારણને અમે “કર્મ” કહીએ છીએ.
જે આત્મા પરિણામી નિત્ય છે. અવિનાશી છે. તે આત્માનો પૂર્વજન્મ, પરલોકગમનાદિ કર્મને માન્યા વિના ઘટી શકે તેમ નથી. માટે કર્મને માનવું જ રહ્યું !
કેટલાક લોકો જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” માને છે. પણ એમાં મોટો વાંધો એ છે કે ઈશ્વર દયાળુ હોય તો એકને દુઃખી અને બીજાને સુખી શા માટે કરે ? કચવાટ, કકળાટવાળી દુનિયા શા માટે બનાવે ? ઈશ્વર હિંસાના સાધનોનું સર્જન શા માટે કરે ? સર્વશક્તિમાન ઈશ્વર હલકાં, અધૂરાં સર્જનો કેમ કરે ? પહેલાં ઈશ્વર જીવ પાસે પાપ કરાવે અને પછી કર્મપ્રમાણે એને સજા કરે. આવું બધું ઈશ્વરને કરવાનું શું પ્રયોજન માટે જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” નહીં માનતાં, કર્મને જ કારણ માનવું જોઈએ.
A. વૈદિક દર્શનકાર એવું માને છે કે આત્માને સ્વર્ગ કે નરકમાં મોકલનાર, સુખ કે દુઃખ આપનાર સર્વશક્તિમાન ઈશ્વર જ છે. આત્મામાં સ્વયં કોઈ જ કાર્ય કરવાની શક્તિ નથી માટે તેની સર્વપ્રવૃત્તિ ઈશ્વર પ્રેરિત છે.
ન્યાય દર્શનકારનું એવું માનવું છે કે કર્મ તો જડ છે. એનામાં જીવને સુખ કે દુઃખ આપવાની કોઈ જ તાકાત નથી. જેથી ન્યાયદર્શનનાં આદ્યપ્રણેતા ગૌતમત્રષિએ જીવને શુભાશુભકર્માનુસાર ફળ આપી શકે તેવા તટસ્થ ન્યાયાધીશ તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો.
તે ઈશ્વર સર્વ જીવનાં કર્મનો હિસાબ-ક્તિાબ કરે. કર્મનાં ચોપડા રાખે. સ્વકર્માનુસારે જીવને સુખદુઃખ આપવાનું કામ પણ પોતે જ કરતો હોવાથી, તે કોઈ જીવને સુખી કરે, તો કોઈ જીવને દુઃખી કરે, કોઈને સ્વર્ગમાં મોકલે તો કોઈને નરકમાં પણ મોકલે. આવું બધું કામ ઈશ્વર કરતો હોવાથી જગતની વિચિત્રતાનું કારણ “ઈશ્વર” છે.
એવું કેટલાક લોકો માને છે.
For Private and Personal Use Only