________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કર્મસિદ્ધિ |
વિશ્વમાં વિશાલ પૃથ્વીપટ પર સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરનાર મનુષ્યને ઘણી ઘણી વિચિત્રતા જોવા મળે છે.
જૈનો તેમજ કેટલાક અન્યદાર્શનિકોએ આત્માને શાશ્વતઃપરિણામી નિત્ય માન્યો છે. એટલે આત્માની અવસ્થા (પર્યાયો) બદલાયા કરે છે. ક્યારેક આત્મા મનુષ્ય બને છે. તો ક્યારેક તિર્યંચ (પશુ-પક્ષી) બને છે. તો ક્યારેક દેવ બને છે. તો ક્યારેક નારકી પણ બને છે. તેમાં પણ માનવની દૃષ્ટિએ દરેક મનુષ્ય સમાન હોવા છતાં પણ કોઈ રાજા છે, કોઈ રંક છે, કોઈ વિદ્વાન છે, કોઈ મૂર્ખ છે, કોઈ જન્માંધ છે તો કોઈ માઈક્રોસ્કોપ દૂરબીન કે ચશ્મા વિના પણ સુદૂર સુધી જોઈ શકે છે. કોઈ જન્મથી લંગડો, બહેરો, બોબડો છે તો કોઈ ચાલાક વાકપટુ છે. કોઇ નિરોગી છે, તો કોઈ કોઢાદિરોગથી પીડાય છે. કોઈ ક્ષમાશીલ, નમ્ર, સરલ, સંતોષી છે. તો કોઈ ક્રોધી, અભિમાની, માયાવી, લોભી છે. કોઈ દીર્ધાયુવાળા હોય છે તો કોઈ ગર્ભમાં કે જન્મતાંની સાથે જ યમપુરીમાં પહોંચી જાય છે.
કોઈ રૂપાળો છે તો કોઈ બેડોળ છે. એક જ ગ્રહનક્ષત્રમાં જન્મેલા બે બાળકો માં પણ એક રાજાને ત્યાં રાજકુંવર થાય છે. તો બીજો ખેડૂતને ત્યાં ખેતી કરે છે. એક પિતાના બે પુત્રોમાંથી એક થોડી જ મહેનતે લાખો રૂા. કમાય છે. તો બીજો આખો દિવસ મજૂરી કરવા છતાં પણ પેટનો ખાડો પૂરો કરી શકતો નથી. આવી બધી વિચિત્રતા-વિષમતા નિર્દેતુકકનિષ્કારણ બનતી નથી અને તેથી જ આનું કોઈપણ “કારણ” માનવું જ પડશે.
જો સંસારની વિચિત્રતા નિર્દેતુક (કારણ વિનાની) છે. એમ કહેશો તો તર્કદષ્ટિએ “જે વસ્તુ નિર્દેતુક હોય એ વસ્તુનું કાં તો કાયમી અસ્તિત્વ હોય, કાં તો સદાને માટે ન જ હોય. (નાસ્તિત્વ હોય.)” એ નિયમનો ભંગ થશે. A. નિત્ય સાત્ત્વિ વાતોરચાનપેક્ષતા अपेक्षातश्च भावानां, कादाचित्कस्य सम्भवः ॥ ३५ ॥
(પ્રમાણવાર્તિક ત્રીજો પરિચ્છેદ, શ્લોક નં. ૩૫)
For Private and Personal Use Only