________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
કર્મવાદ
(ભારતીય દર્શનોમાં કર્મની માન્યતા.) ભારતમાં અનેક દર્શનો છે. તે સર્વનાં સિદ્ધાંતો પરસ્પર ભિન્ન અને વિરૂદ્ધ હોવા છતાં પણ કર્મવાદમાં પ્રાયઃ એકમત છે. પ્રાણી “જે કાંઈ વાવે તેનું ફળ તે જ ભોગવે છે.
સારાનું ફળ સારૂં, માઠાનું ફળ માઠું”
“હાથનાં કર્યા હૈયે વાગ્યા,” “ખાડો ખોદે તે પડે આ સર્વે કહેવતો સર્વસિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. એ સૂચવે છે કે પ્રાણી જેવું કર્મ કરે તેવું ફળ ભોગવે. આ વાત સર્વમાન્ય હોવાથી ભારતીય દર્શનો પૈકી સર્વદર્શનોમાં કર્મ અને કર્મના ફળમાં કોઈ વિરોધ નથી. પરંતુ દરેક દર્શનકારો કર્મને જુદાજુદા નામે ઓળખાવે છે. તદુપરાંત કર્મનાં સ્વરૂપમાં પણ મતભેદો છે. જૈન મતે પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ કહ્યું છે. તથા અન્ય દાર્શનિકોનાં મતે સંસ્કારાત્મક કર્મ કહ્યું છે.
. • બૌદ્ધદર્શન છે. બૌદ્ધદર્શનના આ પ્રણેતા “ગૌતમબુદ્ધ” છે, તેમનું એવું માનવું છે કે, જીવ રાગ, દ્વેષ અને મોહને લીધે, મન-વચન અને કાયા દ્વારા જે કાંઈ પ્રવૃતિ કરે છે તે “કર્મ” કહેવાય છે. અને તે પ્રવૃતિને લીધે ચિત્તમાં જે કાંઈ સંસ્કાર પડે છે. તે પણ કર્મ કહેવાય છે. તેમાં માનસિક ક્રિયાજન્ય સંસ્કારને “વાસના” કહેવાય છે. અને વચન તથા કાયાજન્ય સંસ્કારને અવિશમિ કહેવાય છે. એટલે બૌદ્ધો કર્મને “વાસના” કે “અવિન્નતિ કહે છે.
૦ યોગદર્શન : યોગદર્શનના આદ્યપ્રણેતા “પતંજલરાષિ” છે. તેમનું એવું માનવું છે કે, જીવ કલેશપૂર્વક જે કાંઈ પ્રવૃતિ કરે છે. તેનાં સંસ્કાર ચિત્તમાં પડે છે. તે સંસ્કારને કર્મ કહેવાય છે. તેમાં એક જન્મમાં સંચિત થયેલા જે કર્મ હોય તેને “કર્ભાશય” કહેવાય. અને અનેક જન્મ સંબંધી કર્મના સંસ્કારની
.
.
For Private and Personal Use Only