________________
શાસનનાં શ્રમણને ]
[ ૧૩ સાધના દ્વારા સંયમપંથ ઉજજવળ બનાવવા જોઈએ. આ સાધકેની જીવનદષ્ટિ આપણું જીવનમાં પણ નવી ચેતના અને ર્તિ લાવે એ જ આ પ્રકાશનનું ધ્યેય રહ્યું છે.
સાધનાશ્રમની સુવાસ
સમયે સમયે પ્રગટેલી સિદ્ધિમાગની શીધ્ર સાધક આ
શાસન-દીપિકાએ ધર્મસંસ્કૃતિને અજવાળતી રહી છે એ આપણું અહોભાગ્ય છે.
જૈન સાહિત્યમાં આજ સુધીમાં શ્રમણોનાં જે સુગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્રલેખ, મહિમાગાન થયાં છે તેમની સામે આ વિદુષી સાધ્વીઓ વિશે બહુ જ ઓછું લખાયું છે, બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચેતનાની જાત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરનેએ ગજબને પરિશ્રમ ઉઠાવ્યું છે. વાસ્તવમાં તે આ પરમ વિદુષી મહેદયાઓએ આત્મસંયમને વેગ કેળવી, બુદ્ધિવૈભવના બળે પિતાના સાધનાશ્રમને આજ સુધી ખરેખર અપ્રગટ રાખેલે છે. વર્તમાનમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વીનીઓ અને શાનાં ઊંડાં અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. આજે જ્યારે જૈન સંસ્કૃતિ સામે અનેક પડકારે અને માયાવી છલનાઓ ઊભાં થઈ રહ્યાં છે ત્યારે ધર્મસંસ્કૃતિનું સિંચન કરતાં અને નારી સમુદાયમાં શીલ-સદાચારની પુનઃ પ્રતિષ્ઠા કરતાં પ્રકાશનેની આજે તાતી જરૂરત છે. આ ગ્રંથના એ સંદર્ભમાં જ વિચારેલી છે.
આચારસંહિતાનાં આદર્શ જીવનવૃત્તાંતો O O વાણીથી નહીં, વિચાર-આચારથી પિતે તર્યા, બીજાને કચર્ય છે તાર્યા. મૌન એ જ એમને ઉપદેશ હતો. તપ-ત્યાગ એ જ
સંદેશ હતે. સહનશીલતા એ જ એમની ગંભીરતા. વૈરાગ્યને અખૂટ ભંડાર, ઉત્કૃષ્ટ સંયમી, સરળ અને સાત્વિક મને બળ ધરાવતા એ પ્રશાંત પુણ્યાત્માઓના યશસ્વી વ્યક્તિત્વને, એમના સ્વાધ્યાય-સંયમને, અમૃત વરસાવતી એમની દષ્ટિને સ્તુતિવડે અર્થ પ્રદાન કરી એમના ભારે મેટા રણમાંથી મુક્ત થવા “જૈનશાસનનાં શ્રમણીરત્નો” નામને આ એક અભૂતપૂર્વ ગ્રંથ પ્રસ્તુત કરી રહ્યા છીએ. પ્રભાવશીલતાનું હા આ ગ્રંથમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org