________________
૧૨ ]
[ શાસનનાં શમણીરત્ન સાહિત્યની સુંદર સેવા કરી છે, મુમુક્ષુઓના સંશકે છેદેલા છે. સમાગમમાં આવનારને ધર્મના રંગે રંગી નાખ્યા છે. પાટણ માતર આદિમાં સાધ્વી મહત્તાની પ્રાચીન મૂતિઓ બિરાજમાન થયેલી જોવા મળે છે તે જૈન શાસનમાં સાધ્વીઓ પ્રત્યેના ગૌરવ અને આદરભાવને તેમ જ જૈન શાસનમાં તેઓએ આપેલા આગવા પ્રદાનને પણ સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં આવેલા જિલ્લાના બાલાપુર ગામે કાળ કરી ગયેલા પૂ. સાધ્વીજીના પાદુકા પ્રાયઃ પાંચ કરતાં વધારે વર્ષ જૂનો છે.
પ્રદ
શ્રમણ જીવનના આવશ્યક સદ્દગુણે સર્વ જીવનિઓમાં મનુષ્યાવતાર સર્વશ્રેષ્ઠ ગણાય છે.
મહાન પુણ્યના ઉદયથી મનુષ્યજન્મ પ્રાપ્ત થાય અને જેનકુળમાં જન્મ મળે. તેથી પણ અધિક પુણ્ય હોય તે દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મળે. પુણ્યની પ્રબળતાને ચારિત્રમેહનીયના ક્ષયોપશમને કારણે સંયમજીવન જીવવાને હવે મળે ત્યારે આ જીવન જીવ્યું સાર્થક કરવા માટે કેટલાક અનિવાર્ય સગુણાનું ભાથું સંયમપષક ને સંવર્ધક બને છે. વૈયાવચ્ચ એ પાયાનો ગુણ છે. અહંકારને ઓગાળવા માટે વિનય અને નમ્રતા હોવાં જ જોઈએ. ગુરુ અને વડીલે પ્રત્યેને અવિનય સંયમની આરાધનાને માર્ગ નિરર્થક બનાવે છે. વિવેકગુણથી સદાચારના પાલનની વૃત્તિ કેળવાય છે. સેવા-વૈયાવચ્ચની ભાવના એ ચારિત્ર-જીવનનું સોપાન છે. ગુરુકૃપા પ્રાપ્ત કરવામાં આ ગુણે માત્ર, નિમિત્તરૂપ બને છે. જ્ઞાનપિપાસા ન હોય તે સંયમમાં કંટાળો આવે. જ્ઞાનપ્રાપ્તિ, સ્વાધ્યાય અને અન્યને અધ્યયન કરાવવાની ભાવના ખૂબ મહત્ત્વની બની રહે છે.
જ્ઞાન-રમણતાથી સત્યદર્શન થતાં આત્માભિમુખ થવાય છે. આચારપાલન માટેની સતત જાગૃતિ અને તેમાં લાગેલા દોષો માટે પ્રાયશ્ચિત્ત કરીને દેષમુક્ત થવાની ભાવના કેળવવી જોઈએ. નિર્વ્યાજ સરળતા હોય તે જ દોષને ગુરુ સમક્ષ સ્વીકાર થાય. શલ્યરહિતપણને ગુણ કેળવો જોઈએ. બાળ-વૃદ્ધ-વડીલે પ્રત્યેની સમર્પણ ભાવનાવાળી સેવાવૃત્તિ હેવી જોઈએ. સેવા અને સહકારની સમૂહમાં સંયમયાત્રા માટે આવા ગુણો ઉપકારક નીવડે છે. એમ કહેવાય છે કે જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ સાંસારિક નામ, સંબંધે, મહત્તા અને માન-અકરામ, ઈચ્છાઆકાંક્ષાઓ બધુ જ ત્યજી દઈને વૈરાગ્યને પંથે અપનાવે છે.
સાધક સમતા, ઉપશમ–ભાવ અને સ્થિરતા રાખીને દયેયસિદ્ધિને માટે રત્નત્રયીની આરાધનાને જ મહત્વ આપીને સંયમ-જીવન વિતાવે એ જ સાધનાનું રહસ્ય છે. સાધનાથી આત્માનુભૂતિને અને અનુભવ થાય છે. ઐહિક અપેક્ષાઓથી મુક્ત બનીને માત્ર સંયમમાર્ગમાં જ સ્થિરતામાં વૃદ્ધિ કરવી. સાધના આ પ્રવૃત્તિમાં સંવર્ધન કરનારી છે એમ જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org