________________
૧૦ ]
( શાસનનાં શમણુરને રસનાને પિષણ નથી, રચાના-વિકારને ટાળવા છે. ડ્રરસ-ભજનની ભાવના નથી. રંગરાગ સામે આંખ સદંતર બંધ છે. બંધ તેડવા છે કમેના, અરમાન છે અધ્યાત્મના અને વાળવા છે વીતરાગનાં વચનો. આવી રૂડી રીતે જ સાધુસંસ્થાનું ગીત. વાણ હિતકારી મિતભાષી, વચનમાં મીઠાશ વર્તાય, તરવા અને તારવાની ભાવનામાં જ રમે.
અરિહંતનું શાસન એટલે સાધુપણાની આ સફરખાણ, આણ એની અવિનાશી—આ સાધુસંસ્થાના નિયમો વિશ્વના સઘળાય જીવોને શાંતિ આપે. સુખેથી જો આ નિયમો પળાય તે શાંતિ સમાધિ સહિત નિજાનંદની અનુભૂતિ જરૂર સંપ્રાપ્ત થાય. આર્યાવર્તની સંસ્કૃતિમાં સાધ્વીજીઓની પણ પરંપરા ભવ્ય અને દેદીપ્યમાન હતી અને આજે પણ છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનની આરાધનાના બળે જેનશાસનરૂપી આકાશમાં દિનમણિની જેમ દેદીપ્યમાન બની આધ્યાત્મિક શક્તિને વિશ્વને પરિચય કરાવ્યો છે.
સાધ્વીજીઓના જીવનમાં ઊંચું સંયમ પાળવા દ્વારા અને કોને આદર્શ આપી રહ્યાં છે તેમ સાધ્વીજીઓના શિરે શ્રાવિકાઓને ધાર્મિક સંસકારો આપવાનું પણ એક જબરદસ્ત કામ છે. સ્ત્રીઓને ખૂબ જ સંસ્કારિણી અને શીલવતી બનાવવાથી તેમના હાથમાં રહેલા બે વર્ગો-પુરુષ અને સંતાને પણ ધાર્મિક અને સંસ્કારી આપોઆપ બની જશે. જે ઘરમાં સ્ત્રી ધાર્મિક હશે તે ઘરના / તે સ્ત્રીના પતિ અને બાળકમાં ધાર્મિકતાના સંસ્કાર પ્રાયઃ જોવા મળશે જ. માટે સ્ત્રીઓને સુધારવા દ્વારા તેમના પતિ અને બાળકોને સુધારવાનું અને તે દ્વારા સમસ્ત જૈન પ્રજાને સંસ્કારવાન બનાવવાનું મહાન અને ભગીરથ કાર્ય આ સાધ્વીજીએ જ કરી શકે તેમ છે.
જેમ શ્રમણે ઉપરના એક આકરગ્રંથનું અમારા હાથે નિર્માણ થયું તેમ સાધ્વીજીઓનાં જીવનકવન, તેમની જ્ઞાનયાત્રા અને તપશ્ચર્યાઓથી ભાવી પેઢી વાકેફ થાય એવા શુભાશયથી શાસનનાં શ્રમણરત્નો ” ગ્રંથનું પણ આયોજન થયું છે.
IN U
પૂર્વકાલીન પ્રભાવક સાધ્વીઓની નિર્મળ ચારિત્રસંપદાને મઘમઘાટ .
A ૦ 0 ૦
.
યુગ-યુગોથી વહેતી આવેલી શ્રી જૈન સંઘની પરંપરાગત ગૌરવગાથામાં ભારતીય ઇતિહાસને જે એક નોંધપાત્ર મહિમા ગવાયો છે તે શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ-સંસ્કૃતિએ સ્વીકારેલી નારી પ્રતિષ્ઠાને વિરલ નમૂને છે.
રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતી તપસ્વીનીઓમાં અગ્રેસર ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. ભગવાન મહાવીરના શાસનમાં જેમ પ્રથમ સાધ્વી થવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org