________________
શાસનનાં શમણીરો ]
[ ૧૧ માન ચંદનબાળાને ઘટે છે તેમ સાધ્વીઓમાં પહેલું કેવળજ્ઞાન થયાનું માન મૃગાવતીને ઘટે છે. ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પૂર્વે પણ છેક પ્રથમ તીર્થંકર શ્રી ત્રાષભદેવ ભગવાનના સમયથી બ્રાહ્મી, સુંદરી, રાજમતી વગેરે સાધ્વીઓની પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ જિનશાસનમાં અદ્યાપિપર્યન્ત દીપી રહી છે.
પ્રાચીન જૈન જ્ઞાનભંડારમાં બારમા, તેરમા, ચૌદમા આદિ સૈકાઓમાં લખાયેલી હસ્તપ્રતિઓના અંતમાં લખાયેલી લેખકોની પુષિકામાં ઉદયશ્રી મહત્તરા, સુમેરુ સુંદરી મહત્તા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહત્તા, અજિતસુંદરી ગણિની, જગસુંદરી ગણિની, નિર્મલમતિ ગણિની, દેવસિરિ ગણિની, જિનસુંદરી ગણિની, કીર્તિ શ્રી ગણિની, તિલકપ્રભા ગણિની, ધર્મલક્ષમી ગણિની, મરુદેવી ગણિી, વિનયશ્રી ગણિની, બાલમતી ગણિની, મહિમા ગણિની, શ્રીમતી ગણિની, માનસિદ્ધિ ગણિની, પુણ્યસિદ્ધિ ગણિની, શાંતિવલ્લી ગણિની, શાંતિમતી ગણિની, જગમતી ગણિની, સાધ્વી નલિન પ્રભા, સાધ્વી કેવલપ્રભા, સાધ્વી ચારિત્ર્યલક્ષ્મી, સાધ્વી પઘલક્ષ્મી, સાધ્વી ભાવસુંદરી, સાધ્વી મયણાસુંદરી, સાધ્વી ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવતિની તેમ જ સાધ્વીનાં નામેની હારમાળા જોવામાં આવે છે. આપણાં સાધ્વી ભગવંતો જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ અનેકમુખી આદર્શો ખડા કર્યા છે.
સાધ્વીસમુદાયમાં મુકુટમણિ, આગમપ્રવીણ યાકિની મહત્તરાના સ્વાધ્યાય સમયના એક જ લોકે હરિભદ્ર જેવા તેજસ્વી બ્રાહ્મણ પંડિત ઉચ્ચ કેન્ટિના ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ થયા. શ્રમણસંઘમાં તેમને જોડવાનું માન યાકિની મહત્તાને ફાળે જાય છે. સાધ્વીશ્રી સુનંદા, શ્રી રામતી. શ્રી મૃગાવતી જેવા મહાન રનની ઉજજવળ જીવનતથી જૈનશાસન આજે પણ ગૌરવ અનુભવે છે. જ્ઞાનભક્તિ અને સમ્યકત્વના સમન્વય સમી શ્રાવિકા સુલના માત્ર શ્રદ્ધાને બળ મહાવીર પ્રભુના પદ્મની પાંખડી જેવા સ્વચ્છ અને સુકોમળ હૃદયમાં નિર્મળ આસન જમાવી શકી અને એમ કહેવાય છે કે ભાવી વીસીમાં સુલતા સતીને જીવ પંદરમા તીર્થંકર નિમર્મ નામે થશે. ચેલણા, દેવાનંદ પ્રિયદર્શન જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહોનિશ ઘૂમતી રહી છે. ત્રિશલા માતા જેમ ઇતિહાસમાં અમર બની ગયાં. તેમ દેવાનંદા માતાને પુણ્ય પ્રકાશ પણ નિરંતર ચમકતે જ રહેવાને.
આચાર્યશ્રી સિદ્ધષિરચિત ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથની પ્રથમ પ્રતિ સાક્ષાત થતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી, ગણીના નામનો અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધષિએ પિતે પ્રશસ્તિમાં પણ કર્યો છે. મલધારી આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પિતાના જીવનમાં સવિશેષ જે કેટલાંક આદરણીય એવાં નામને ઉલ્લેખ કર્યો છે, તેમાં મહેનન્દાથી મહત્તા અને વીરમતી ગણિનીનાં નામો ઉલ્લેખ મહત્વસૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ન્યાયાવતા સૂત્ર ની સિદ્ધર્ષિ આચાર્યકૃત ટીકા ઉપર ટિપ્પણી રચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. એ જોતાં એમ લાગે છે કે જેના સાધ્વીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પિતાના જીવનનો વિશિષ્ટ ફાળો આપે છે અને વાર વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પ્રાચીન કાળમાં તેમ જ મધ્યયુગમાં પણ મહત્તરાઓ અને પ્રવતિનીઓએ જિનશાસનની જયપતાકા ફરકાવવામાં કશી કમી રાખી નથી. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org