________________
( ૧૩ )
'
પ્રભાવક્ચરિત્ર ” એ સંબધમાં ઘણા ટુકા અહેવાલ આપે છે. એમાં હકીકત એમ આપી છે કે ‘ પાહિણીને સ્વપ્ન આવે છે કે પેાતાના ધર્માંગુરૂને સર્વ ઇચ્છા પૂરનાર ચિંતામણિ રત્નની તે ભેટ આપે છે.? પાહિણીએ સ્વપ્ન સંબંધી હકીકત સાધુ દેવચંદ્રને કહી સંભળાવી. દેવચંદ્રે એ સ્વપ્નનું ફળ કહેતાં ખુલાસા કર્યું કે પાહિણી એક એવા પુત્રને જન્મ આપશે કે જે “ જૈન સિદ્ધાન્તસમુદ્રના કૌસ્તુભ મણિરત્નને મળતા થશે. ” ચાંગદેવ જ્યારે પાંચ વર્ષની વયના થયા ત્યારે તે પેાતાની માતા સાથે ઉપાશ્રયે ( મૂળમાં મંદિર છે ) ગયા અને જયારે પાહિણી પ્રાર્થના કરતી હતી (ગુરૂને વંદન કરતી હતી ) ત્યારે ચાંગદેવ ગુરૂની ગાદી ઉપર બેસી ગયા. દેવચંદ્રે એની માતાને સ્વપ્નની યાદિ તાજી કરી આપી અને માગણી કરી કે ‘એ છેકરાને પેાતાના શિષ્ય કરવા માટે સોંપી દેવા ચેાગ્ય ગણાય.’ પ્રથમ તે પાહિણીએ એ માખતમાં છેકરાના પિતાને પૂછવા જણાવ્યું. આ જવાબને અંગે દેવચંદ્ર તદ્ન ચુપ રહ્યા એટલે પાહિણીએ ગુરૂની માગણી પેાતાની અનિચ્છાએ પૂરી કરી, કારણ કે “ તેણીને સ્વપ્ન સમધી હકીકત યાદ હતી અને ગુરૂવર્યંની અવગણુના ન જ કરી શકાય એમ તેનું માનવું હતું. ” દેવચંદ્ર એ પેાતાની માળકને સાથે સ્થંભતીર્થ (અત્યારના ખંભાત) લઇ ગયા, જ્યાં વિક્રમ સંવત ૧૧૫૦ ના માઘ શુદ્ઘિ ૪ ને શનિવારને દિવસે પાર્શ્વનાથના મંદિરમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. આ પ્રસ ંગે “સુપ્રસિદ્ધ” ઉદયને મોટા મહાત્સવ કર્યાં. ચાંગદેવનુ નામ સામચંદ્ર ૧૩ પાડવામાં આવ્યું.
<<
મૈરૂતુંગ આ સંબંધમાં ઘણા વિસ્તારથી ઉલ્લેખ કરે છે. કેટલીક ખાસ અગત્યના ખાખતામાં એ પ્રભાવક ચરિત્ર કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com