________________
(૧૦૦) લીધે (પૃ. ૧૧૩). દેવીએ કુમારપાળને દેખા દીધા અને પોતાના ત્રિશુળથી રાજાના માથામાં ઘા માર્યો. એને પરિણામે રાજાને કુષ્ટને રોગ થયે. રાજાએ પોતાના મંત્રી ઉદયનને પોતાની પાસે બેલા અને તેની પાસે પિતાની પીડાઓની વાત કરી. ઉદયનની સલાહથી હેમચંદ્રની સહાય માગવામાં આવી અને મંત્રેલા પાણી વડે એ રોગને દૂર કર્યો. જિનમંડન આ બને વાર્તાઓનું વિસ્તૃત વર્ણન આપે છે અને બે વખત ચમત્કારને થવા દે છે.
જિનમંડન બીજી બે વાતે કહે છે તે આથી પણ વધારે વિચિત્ર છે. પહેલી વાર્તા કહે છે કે જૈન ધર્મના છઠ્ઠા વ્રતમાં કુમારપાળે ચોમાસાની મોસમમાં પોતાની રાજધાની કદિ ન છેડવાને નિયમ કર્યો હતો. એના જાસુએ એક વખતે જાહેર કર્યું કે “ગઝનને શક રાજા એટલે કે ગઝનીના મુસલમાન પાદશાહે ચોમાસાના વખતમાં જ ગુજરાત ઉપર હલ્લે કરવાનું નકકી કર્યું હતું. કુમારપાળને આથી ભારે ધર્મસંકટ આવી પડ્યું. જે તે પિતાનાં વ્રતને વળગી રહે તે પિતાના દેશને બચાવ ન કરી શકે, જે તે રાજા તરીકે પિતાની ફરજ બજાવવા
છે તે જૈનધર્મથી પોતે વિમુખ થાય. આવી ઘુંચવણમાં એ તુરત હેમચંદ્ર તરફ ફર્યો. હેમચંદ્ર એને શાંત કર્યો અને સહાય કરવા વચન આપ્યું. પછી હેમચંદ્ર કમળાસને બેઠા અને ઉં સમાધિ લગાવી. થોડા વખત પછી આકાશમાંથી ઉડતી પાલખી નીચે ઉતરી આવી. એ પાલખીમાં એક માણસ ઉંઘતે હતે. આ ઉંઘનાર માણસ તે ગર્ઝનને રાજા હતો. હેમચંદ્ર એને પિતાની યોગવિદ્યાને બળે ત્યાં બેલાજો હતે. એણે ગુજરાત સાથે સુલેહ જાળવી રાખવાનું અને છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com