________________
(૧૩૨) બતાવનારી સ્થાઓની સંખ્યા ઘણું નાની છે અને ઘણીખરી પ્રભાવરિત્રમાં અગાઉ આવી ગઈ છે તેની તે જ છે. પહેલી વાર્તા જે કુમારપાળને હેમચંદ્ર તરફ રાગ બતાવી આપે છે તે રાજના બગીચામાં આવેલ તાલના વૃક્ષને શ્રીતાળ વૃક્ષોમાં ફેરવી નાખવા પરત્વેની છે. તે વાર્તા કહે છે કે-“એક વખત હેમચંદ્રની અનેક કૃતિઓની નકલે (કેપીઓ) તૈયાર થતી હતી તે વખતે તાડપત્રને જથ્થ ખૂટી ગયે અને બહારથી મેટે જથ્થો મેળવી લાવવાની આશા નહોતી. આવી રીતે પિતાના ગુરૂની પ્રવૃત્તિ અટકી પડે એ હકીકતથી રાજા બહુ ખીન્ન થઈ ગયે. રાજા પિતાના બગીચામાં ગયે. ત્યાં ચાલુ તાલના ઝાવ ઉભા હતા તેની એણે સુગંધી દ્રવ્ય - અને પુષ્પોથી પૂજા કરી, એના થી ઉપર મેતી–માણેકની માળા ચઢાવી અને એ સર્વ વૃક્ષ શ્રીતાળ વૃક્ષોમાં ફેરવાઈ જાઓ એવી પ્રાર્થના કરી. બીજે દિવસે સવારે બગીચાના માળીઓએ જાહેર કર્યું કે રાજાશ્રીની ઈચ્છા પ્રમાણે બધા વૃક્ષે શ્રીતાળ વૃક્ષામાં ફેરવાઈ ગયાં છે. જે માળી આ સારા સમાચાર લઈ આવ્યે તેમને સુંદર શરપાવ આપવામાં આવ્યો. અને પુસ્તકે લખવાનું કાર્ય આનંદપૂર્વક આગળ વધ્યું. આ કથાને જિનમંડને તે જ પ્રમાણે કહી છે, પણ એણે એક માટે ઈતિહાસ વ્યતિક્રમ Anachronism કર્યો છે. એ એમ કહે છે કે લખનારા( લહીઆ )એ કાગળથી ચલાવ્યું અને એ વાત રાજાને બરાબર પસંદ આવી નહિ. જેન ભંડારેની શોધખેળે આપણને બતાવ્યું છે કે કાગળને ઉપગ ગુજરાતમાં આ વખતની પછી ૧૨૦ વર્ષે તે દેશની મુસલમાનોની છત પછી . દાખલ કરવામાં આવ્યું હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com