________________
(૧૪૩) માલુમ પડે છે કે એ દેવાનંદે હેમચંદ્રના વ્યાકરણપરથી સિદ્ધસારસ્વત નામનું વ્યાકરણ બનાવ્યું. હેમચંદ્ર પિતાના વ્યાકરણનું નામ સિદ્ધહેમચંદ્ર આપે છે અને તેને અર્થ એમ થાય છે કે “એ વ્યાકરણ હેમચંદ્ર જયસિંહ સિદ્ધરાજના માનમાં બનાવેલું છે. તેના ઉપરથી આપણે સહેજે એવો અર્થ કરીએ કે દેવાન જે નામનું વ્યાકરણ બનાવ્યું તે “સારસ્વત વ્યાકરણ રાજા સિદ્ધરાજના માનમાં બનાવેલું” હતું. (એટલે કે એ વ્યાકરણ દેવી સરસ્વતીની કૃપાથી પૂરું થયું હતું) આ ખુલાસે જે સાચે હેય તો દેવાનંદ હેમચંદ્રના સમકાલીન થાય અને એણે એ વ્યાકરણ જયસિંહ સિદ્ધરાજના આશ્રય તળે બનાવ્યું હેય. (સિદ્ધરાજનું મરણ કાર્તક સુદ ૩ સંવત ૧૧૯૯ અથવા ૧૧૪૨ ઇ. સ.) આ સિવાય બીજો ખુલાસો કર્યો છે, પણ એ સાચો હેય તે તેના શિષ્યના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિની સાહિત્યવિષયક પ્રવૃત્તિ તેરમા સિકાના પ્રથમ અને બીજા વિભાગમાં લગભગ સંભવે. આવા અચોક્કસ પાયા ઉપર ચણતર કરવાની આપણને જરૂર પડે તેવું નથી, કારણ કે ડો. પીટર્સનના ત્રીજા રિપોર્ટ પરિ. નં. ૧ પૂ. ૧૦૧-૧૦૯ માં ખંભાતના ભંડારમાંથી બાલચંદ્રની વિવેકમંજરી ટીકા મળી આવી છે, તેમાં આ મુદ્દા પર ઘણું મહત્ત્વનો પ્રકાશ પડે છે. તેમાં સદરહુ પ્રદ્યુમ્નસૂરિની સાહિત્યપ્રવૃત્તિ માટે એક્કસ તારિખ આપવામાં આવી છે. પ્રથમ પ્રશસ્તિ (પૃ. ૧૦૧-૧૦૩ સદર રિપોર્ટ) માં વિવેકમંજરીના કતો અને ટીકાના કર્તાની પ્રશંસાનું ગાન કરવામાં
છે તેમાં નીચેની વાત આવે છે. જિલ્લામાલ વંશના ( એટલે શ્રીમાળી વાણુઆ ) એક અષાડ કવિ હતા. એ કટુક રાજાના પુત્ર થાય. એ કટુકરા કાળિદાસના મેઘદૂત પર વિવરણ કરવા માટે “ કવિસભાસંગ્રહ ” નું બિરૂદ રાજસભ્યો પાસેથી મેળવ્યું હતું. એ અષાડ કવિને પિતાની જેટલાદેવી પત્નીથી બે પુત્ર થયા હતા. રાજબાલસરસ્વતી અને ત્રસિંહ એમાંને પ્રથમ પુત્ર ગુજરી ગયે ત્યારે એણે અત્યંત વિલાપ કર્યો. એને અભયદેવે “જાગ્રત કર્યો.” એણે વિક્રમ સંવત ૧૨૬૮ (પિટર્સનને પ્રથમ રિપેટ પરિશિષ્ટ નં. ૧ ૫, ૫૬) અથવા ઇ. સ. ૧૨૧૧-૧૨ માં ' વિવેકમંજરી લખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com